અન્વેષણા/૩૬. બે વિસ્મૃત શબ્દો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <br> {{float|right|<big><big>'''બે વિસ્તૃત શબ્દો '''</big></big>}}<br> {{Poem2Open}} '''दीयडी - दीवडी''' મારુ-ગુર્જર ભાષાનો આ શબ્દ છે. કેટલાંક વર્ષોં પર તરુણપ્રભસૂરીકૃત ‘ષડાવશ્યક બાલાવબોધ’ (સં. ૧૪૧૧)માંની કથાઓ વાંચતાં એ...")
 
(+1)
 
Line 65: Line 65:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ૨૬. ત્રિભુવનદીપક પ્રબન્ધ
|previous = ૩૫. પ્રાકૃતમાં रुव પ્રત્યય
|next = ૨૮. સ્વ. રામલાલ મોદીની સંશોધન-દૃષ્ટિ
|next = ૩૭. સામિસાલ
}}
}}

Latest revision as of 02:16, 12 September 2023


બે વિસ્તૃત શબ્દો



दीयडी - दीवडी

મારુ-ગુર્જર ભાષાનો આ શબ્દ છે. કેટલાંક વર્ષોં પર તરુણપ્રભસૂરીકૃત ‘ષડાવશ્યક બાલાવબોધ’ (સં. ૧૪૧૧)માંની કથાઓ વાંચતાં એ શબ્દ મારા વાંચવામાં આવ્યો. ત્યાં સન્દર્ભ ઉપરથી એનો અર્થ ‘બતક જેવું જળપાત્ર' હોય એમ જણાય છે— तृषाक्रांतु हूं तउ वृक्षशाखानिबद्ध वारिपूरित दीयडी देखइ । तउ अदत्तादान व्रतभंग बीहतउ ऊंचइ स्वरि करी कहइ, "कउण तरणी ए दीयडी ?" इसी परि चार वार भणतउ हूंतउ सांभली करी तीहीं जि तरुनी शाखा बाधउं छइ पाजरउं तिहां जइ सूयडउ, तिणि भणिउं, "वनमाहि ओसही लेवा गयउ वैद्यपुत्रु, तेहनी ए दीवडी । हउं तेह आगइ कांई नही कहउं । तउं सीतलु जलु पी ।”

(‘પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ', પૃ. ૧૪-૧૫)
तृसिया हूंता तू रहइं पांणीभरी दीयडी दिखाली ।
(એ જ, પૃ. ૧૫)

આ શબ્દ આધુનિક ગુજરાતીમાં પ્રચલિત નથી. રાજસ્થાની ભાષાસાહિત્યના અભ્યાસી કેટલાક મિત્રોને પૂછતાં આ શબ્દ પશ્ચિમ રાજસ્થાનના ગ્રામપ્રદેશમાં પ્રચલિત હોવાનું જાણવા મળ્યું. મુદ્રિત મારવાડી લોકસાહિત્યમાં તે એક વાર જોવામાં આવ્યો –

“રાજ મેં પાસો હોય, પરદે હોય ધીવડી,
સુવણ સુથરી સેજ, નીરભરી દીવડી;
પીવણ ચમડ પોસ, અમલ નિત ખાવણાઁ,
ઇતરા દે કિરતાર, ફેર કાઁઈ ચાવણાઁ ?”
(હિન્દી ‘ચાંદ’ માસિક, મારવાડી અંક,
નવેમ્બર ૧૯૨૯, પૃ. ૨૧૬)

ત્યાં ‘ દીવડી’ શબ્દનો અર્થ ‘ચમડાની નાની મશક’ એવો છે. આ શબ્દની વ્યુત્પત્તિ શી હશે એટલો એક પ્રશ્ન બાકી રહ્યો હતો. એનો ઉકેલ પણ થોડાક માસ પહેલાં સાધુસુન્દરગણિકૃત ‘ઉક્તિરત્નાકર’ (ઈ.સ.ના ૧૬મા શતકનો પૂર્વાર્ધ) વાંચતાં થઈ ગયો. સામાન્યતઃ બધાં ઔક્તિકોમાં હોય છે તેમ, આ ઔક્તિકમાં પણ મારુ-ગુર્જર શબ્દોનો સંસ્કૃત અર્થો સાથેનો એક કોશ આપવામાં આવ્યો છે. તેમાં આ પ્રમાણે નોંધ છે- दीवडी दति: (પૃ. ૧૯). સંસ્કૃતમાં दति એટલે ચામડાની બતક અથવા મશક (મોટી હોય તો). અર્થ ઉપરાંત સદ્ભાગ્યે વ્યુત્પત્તિનો ખુલાસો પણ અહીં થાય છે. સં. दति ≤ પ્રા. दीइ + डी માંથી दीयडी, दीवडी આદિ રૂપો આવે,

२. दीवडी — दीकोली — दीकोला આ શબ્દપ્રયોગ પણ મારુ-ગુર્જર ભાષાનો છે. જેમને વેચી કે દાનમાં આપી શકાય એવાં દાસદાસીના અર્થમાં તે વપરાયો છે. લાવણ્યસમયકૃત ‘વિમલપ્રબન્ધ’ (સં. ૧૫૬૫)માંથી તેના બે પ્રયોગો આ પ્રમાણે છે—

पोसइ दास दीकोलां धरी, जाणइ वेचउं मातां करी ।
(પૃ. ૩૦૭)
दीकोडी कोडी दस वीस, श्रीनी सार करइ निशिदीस ।
(પૃ. ૩૫૯)

વિક્રમના પંદરમા શતકમાં રચાયેલા સોમસુન્દરસૂરિકૃત ‘યોગશાસ્ત્ર બાલાવબેાધ’માંથી બે પ્રયોગ અહીં નોંધું છું- ते कन्या दास दीकोला सहित ते ऋषिह्रइं दीधी । (‘યોગશાસ્ત્ર બાલાવબોધ’ વિષેના ડા. રમણભાઈ ભટ્ટનો મહાનિબંધ, મૂળ પાઠ, પેરા ૧૨૭) रीस लगइ दास दीकाला गाइ भइंसि बलीवर्दादिक ह्रइं गाढउ बंघ न करइ ।

(એ જ, પેરા ૨૨૯)

ચતુર્ભુજકૃત ‘ભ્રમરગીતા’ (સં, ૧૫૭૬ )માં —

बुधि विना बाल न उचरि, सांचरइ श्रीजगनाथ,
विलविलइ देव दीकोडी, जोडीय हीअडइ हाथ.
( કડી ૮ )

પદ્મનાભકૃત ‘કાન્હડદેપ્રબન્ધ’ (સં. ૧૫૧૨)માં કાન્હડદેની રાજરિદ્ધિના વર્ણનમાં—

पाणीहारी पोलीआ सूआर दास दीकोलां संख न पार
(ખંડ ૪, કડી ૩૯)

એ જ કાવ્યમાં જૌહરના વર્ણનમાં જુઓ—

जइतलदे उमादे नइ कमलादे राणी ।
जमहर तणी करइ सजाई, वात हीयामाहि आणी |
साथी धणी दीकोडी सूंडी, करइ आवीनइ वात ।
लोक भणइ अम्हे राउल ताहरा नहीं छांडउं संघात ॥
(ખંડ ૪, કડી ૨૨૯-૩૦ )

શ્રી. કાન્તિલાલ વ્યાસની વાચનામાં આ दीकोडी શબ્દનાં અહીં दीकोली, दकोडी, डीकोली એવાં પાઠાન્તર નોંધાયેલાં છે. રાજસ્થાનમાં જાગીરદારોની જંગમ મિલકત જેવા ગણાતા હતા તે રાવણા રજપૂતો—ખવાસોને કેટલીક વાર ‘ડોગલા’ એટલે કે વર્ણસંકર કહેવામાં આવે છે. તો આ શબ્દ સં. द्विकुल ઉપરથી હશે? ઉપર નોંધાયેલાં એનાં વિવિધ રૂપાન્તરો આ તર્કને ટેકો આપે છે.


[‘બુદ્ધિપ્રકાશ’, ઑગસ્ટ ૧૯૬૦]