કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૨૩. અમને જળની ઝળહળ માયા...: Difference between revisions
Jump to navigation
Jump to search
૨૩. અમને જળની ઝળહળ માયા...
(+1) |
No edit summary |
||
Line 23: | Line 23: | ||
{{gap|8em}}<small>(વિદેશિની, પૃ. ૩૧૨)</small></poem>}} | {{gap|8em}}<small>(વિદેશિની, પૃ. ૩૧૨)</small></poem>}} | ||
<br> | <br> |
Latest revision as of 01:45, 14 September 2023
અમને જળની ઝળહળ માયા
ધરતી ઉપર નદી સરોવર
દળવાદળની છાયા.
લીલાં લીલાં વૃક્ષ
નદીમાં ન્હાય નિરાંતે,
અકળવિકળનું ગીત લઈને
સદીઓની સંગાથે
ચકળવિકળ આ લોચન નીરખે
પળપળના પડછાયા…
વસંતનું આ ગીત લઈને
કયો ઉમળકો છલકે
સુખની ભીની સોડમ લઈને
મનમોજીલું વલખે
અલકમલકનાં રૂપઅરૂપ કંઈ
પાંપણમાં પથરાયાં…
(વિદેશિની, પૃ. ૩૧૨)