કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૪૧. પતંગિયું ને ચંબેલી: Difference between revisions
Jump to navigation
Jump to search
૪૧. પતંગિયું ને ચંબેલી
(+1) |
(+1) |
||
| Line 30: | Line 30: | ||
એક થયાં ને બની પરી ! | એક થયાં ને બની પરી ! | ||
{{gap|8em}}<small> | {{gap|8em}}<small>(કોડિયાં, પૃ. ૨૩૧-૨૩૨)</small></poem>}} | ||
<br> | <br> | ||
Latest revision as of 01:33, 21 September 2023
‘મળું મળું વ્હાલાને ક્યારે?
વીંટળાઉં ક્યારે?’ ઘેલી,
કોડભરી આવા ઉરમાં કૈં
લળતી આશભરી વેલી.
મુખ પર પુષ્પ કરે કેલી !
ફૂલરાણી શી ચંબેલી !
આરસનોયે અર્ક કરીને
બ્રહ્માએ આલેખ્યું રૂપ
સરસ્વતીની વેણીમાંથી,
ફૂલમાં પૂર્યા ગંધ અનુપ.
ફૂલડાંને ઊ઼ડવા આકાશ !
પાંખ વિના પૂરે શેં આશ?
મેઘધનુષી પાંખોવાળા
પતંગિયાને ભાળી પાસ;
ચંબેલી મલકંતી પૂછે,
‘એક જ મારી પૂરશો આશ?
મારો દેહ તમારી પાંખ —
એક બનીને ઊડશું આભ?’
ચંબેલીનો દેહ રૂડો, ને
પતંગિયાની પાંખ ધરી;
અવની, આભ, અનંતે ઊડે,
મલકંતી મ્હેકંતી પરી,
પતંગિયું ને ચંબેલી !
એક થયાં ને બની પરી !
(કોડિયાં, પૃ. ૨૩૧-૨૩૨)