કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૪૦. આશા
Jump to navigation
Jump to search
૪૦. આશા
આભ મોટું પાંદરડું,
ઉપર ચળકે ચાંદરડું;
જાણે ઝાકળ મોતીડું,
હસતું તગમગતું !
બ્હેન ! આ ઊંચેની વાત !
નીચેની પણ તેવી વાત !
માનવઉર એ આભલડું;
ઉપર આશા ચાંદરડું;
જાણે ઝાકળ મોતીડું,
લસતું ઝગમગતું !
મ્હારું ઉર એ આભલડું !
ઉપર બ્હેની ચાંદરડું !
૧૬-૮’૨૭
(કોડિયાં, પૃ. ૨૨૮)