સંવાદસંપદા/નિરંજનાબહેન કલાર્થી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 12: Line 12:
}}
}}
<br>
<br>
નિરંજનાબહેન કલાર્થી સાથે વાર્તાલાપ
વાર્તાલાપની શ્રાવ્ય કડી
<br>
<br>
<center>&#9724;</center>
<center>&#9724;</center>

Revision as of 02:14, 5 October 2023


નિરંજનાબહેન કલાર્થી સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ

SS Niranjanaben Kalarthi.jpg





વાર્તાલાપની શ્રાવ્ય કડી


સાંપ્રત ગુજરાતને અને ભારતને સાંપડેલાં નારીરત્નો પૈકી એક આદરપાત્ર અને અગ્રણી વ્યક્તિત્વ તે બારડોલી સ્વરાજ આશ્રમનાં સંચાલક અને ૨૦૨૨માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નારીશક્તિ એવોર્ડથી સન્માનિત નિરંજનાબહેન કલાર્થી. આ એવોર્ડ એમને અંતરિયાળ વિસ્તારમાં મહિલા શિક્ષણની એમની આજીવન પ્રવૃત્તિ બદલ એનાયત થયો. નિરંજનાબહેનની જન્મભૂમિ અને કર્મભૂમિ આ આશ્રમ છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સ્થાપિત આ આશ્રમ પહેલાં પચાસ વર્ષ સુધી સરદારના સાથી અને નિરંજનાબહેનના પિતા ઉત્તમચંદભાઈ શાહે સંભાળ્યો અને પછી આશ્રમનું રખોપું એમનાં સૌથી નાનાં સંતાન નિરંજનાબહેન કરી રહ્યાં છે. ‘નાની’ના પ્રેમાદારભર્યા નામે સમગ્ર બારડોલી પંથકમાં ઓળખાતાં નિરંજનાબહેન આપણા ઉત્તમ સાહિત્યકાર મુકુલભાઈ ક્લાર્થીનાં પત્ની છે. આજે ૮૩ વર્ષની વયે એમની ઉર્જા, જીવંતતા અને કર્મશીલતા સૌ કોઈને પ્રેરે એવાં છે. આ સંવાદમાં તેઓ આશ્રમનો ઈતિહાસ, સરદાર સાહેબ સાથેનાં સંસ્મરણો અને પતિ મુકુલભાઈના વ્યક્તિત્વ અને કર્તૃત્વ વિષે માંડીને વાતો કરે છે. પ્રશ્ન: ભારતના રાષ્ટ્રપતિએ૨૦૨૨ના વર્ષનો નારીશક્તિ એવોર્ડ આપને અર્પણ કર્યો એ બદલ આંનદ વ્યક્ત કરું છું અને આપને અભિનંદન આપું છું. આ સન્માન બદલ આપનો પ્રતિભાવ જાણવો છે. આ સન્માનની કોઈ પૂર્વ જાહેરાત પણ નહોતી કરી, કોઈ ફોર્મ નહોતું ભરાવ્યું અને સીધી જ અમને ચૌદ બહેનોને ખૂણે ખૂણેથી બોલાવવામાં આવી. મને એ વખતે એક જ લાગણી થઇ કે દક્ષિણ ગુજરાતમાં અનેક લોકો પ્રસિદ્ધિથી દૂર, અંદરના પ્રદેશમાં બેઠા છે. એ લોકો કોઈ દિવસ બહાર આવતા નથી, સેવાની વાત કરતા નથી પણ એમની એક સુગંધ પ્રસરેલી છે. એટલે મનેમનમાં એવું થયું કે અનેક લોકો જે પ્રસિદ્ધિથી દૂર રહીને કામ કરે છે એમનું પ્રતિનિધિત્વ કરવાનું પ્રભુએ મને આપ્યું છે. એવા નમ્ર વિચાર લઈને હું ત્યાં ગઈ. અને મનેઅમારે ત્યાં ભણી ગયેલી આદિવાસી દીકરીઓનું પણ સ્મરણ થયું. એ લોકોનું પણ હું પ્રતિનિધિત્વ કરું છું એવો એક ભાવ લઈને હું રાષ્ટ્રપતિ પાસે ગઈ. પ્રશ્ન: સ્વરાજ આશ્રમ બારડોલીની સ્થાપના સરદાર પટેલે કયા સંજોગોમાં અને કયા લક્ષ્ય સાથે કરેલી એની વાત અમને કરો. વળી બારડોલીથી જ વલ્લભભાઇ પટેલને સરદારનું બિરુદ પણ મળેલું. આ આશ્રમ આપની જન્મભૂમિ પણ છે અને કર્મભૂમિ પણ બન્યો છે. અહીના ખેડૂતોએ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના પહેલા સત્યાગ્રહમાં ભાગ લીધેલો.ત્યાર પછી એમને એમ થયું કે અચાનક આ અંગ્રેજ સરકારે આટલો બધો કર નાખી દીધો છે તોલાવોને આપણે ગાંધીજી પાસે જઈએ. તો પાંચ ખેડૂતો બાપુ પાસે ગયા. અને એમણે એવુંકહ્યું કે બાપુ આપ અમારે ત્યાં સત્યાગ્રહ કરવા ચાલો કારણકે અંગ્રેજ સરકારે આ બહુ મોટો અન્યાય કર્યો છે. એટલે બાપુએ કહ્યું કે મેં હમણાં જ સાબરમતી આશ્રમ ઊભો કર્યો છે એટલે મારા મિત્ર જે અમદાવાદમાંપ્રેક્ટીસ કરે છે એ વલ્લભભાઇ પટેલને તમે લઇ જાવ.એ લોકો સીધા વલ્લભભાઇ પાસે ગયા અને એ ધીકતી પ્રેક્ટિસ છોડીનેઆવ્યા. એમણે દક્ષિણ ગુજરાતમાં આવીને બધાં થાણાંમાં તપાસ કરી અને એ વખતે બારડોલીનું એક થાણું એવું કે એમાં એક પણ ખૂન કેસ નહીં. એટલે એમણે બારડોલી પસંદ કર્યું કેમ કે આ સત્યાગ્રહ અહિંસાથી કરવાનો હતો. સવિનય કાનૂનભંગનો સત્યાગ્રહ કરવા જતાં એમણે ચોરીચૌરાનોહિંસક બનાવ જોયેલો એટલે આ સત્યાગ્રહ અહિંસક હોવો જોઈએ અને એ કરવા માટે એમણે બારડોલીની અહિંસક ભૂમિ પસંદ કરી. એ રીતે બારડોલી એ અહિંસાની પ્રયોગભૂમિ તરીકે પસંદ થયું. આ સત્યાગ્રહ માર્ચ મહિનાથી શરુ થયો તે છ મહિના, એટલેકે ઓગસ્ટ સુધી ચાલ્યો. એ છ મહિનામાં એમના અદભૂત નેતૃત્વનું દર્શન થયું. એમણે કહ્યું કે ચાલો ખેડૂત મિત્રો આપણે સત્યાગ્રહ શરુ કરીએ અને એ શરુ કરતાં એમણે એક મોટી શરત મૂકી જે અત્યારે પણ આ પ્રદેશની બહેનોને અને ભાઈઓને બહુ જ કામ લાગે છે.એમાં નારી સશક્તિકરણનું અદભૂત કામ સરદારવલ્લભભાઇ પટેલે કર્યું. સત્યાગ્રહ માટે પહેલી મીટીંગ જ્યારે કરી ત્યારે એમાં એમણે એવું કહ્યું કે તમે એકલા ભાઈઓ આવ્યા છો એ ન ચાલે, તમે બહેનોને પણ લાવો. પછી બહેનોએ પણ એ સત્યાગ્રહમાં ભાગ લીધો અને સ્ત્રી સશક્તિકરણનું અદભૂત ઉદાહરણ પૂરું પડ્યું. એ બધી અભણ બહેનો, કોઈ વખત બહાર ન આવી હોય એવી બહેનો, એમણે એમાં બહુ જ સુંદર કામ કર્યું. બારડોલી પાસેના એક ગામમાં સત્યાગ્રહને ચાર મહિના થયા પછી એક મીટીંગ કરી. એમાં એક અભણ બહેન ઉભાં થયાં. એમનું નામ હતું ભીખીબેન. એ ભીખીબેનેકહ્યું કે વલ્લભભાઇ, આજથી અમે તમને વલ્લભભાઇ નથી કહેવાનાં, આજથી અમે તમને સરદાર કહીશું. એટલે એક બહેને આ સત્યાગ્રહમાં એમને સરદાર નામ આપ્યું, જે પછી જગતમાં પ્રસિદ્ધ થયું. અને આ સત્યાગ્રહ એવો સફળ થયો કે ભારતના બીજા પ્રદેશોના લોકોમાં એક આત્મવિશ્વાસ ઊભો થયો. એમને વિશ્વાસ આવ્યો કે અહિંસાના માર્ગે પણ આપણે લડી શકીશું. એ બહેનો અને ભાઈઓએ એક નારો ઉભો કર્યો ‘બારડોલા ઈઝ ઇન્ડિયા’.આ આખી બિના આપણને સૌને ગૌરવ આપે એવી હતી. આ વાત કરતાં આજે પણ મને ગૌરવ થાય છે કે વલ્લભ જન્મ્યો નડિયાદમાં, પણ સરદાર જન્મ્યો બારડોલીમાં. એ ભૂમિ પર આજે આ વાત તમારી સાથે કરવાનો અત્યંત આનંદ છે. પ્રશ્ન: નિરંજનાબેન, આપના પિતા ઉત્તમચંદભાઈ શાહ, સરદારનાનિકટના સાથી હતા. આથી આપે સરદારને નિકટથી જોયેલા અને જાણેલા. એમની સાથેના કોઈક અંગત સંસ્મરણો પણ હશે. એમની બાળકોની વાનરસેનામાં આપ પણ શામેલ હતાં. બાળકો પ્રત્યેનો એમનો ભાવ કેવો હતો, એ પણ કહો. આ સત્યાગ્રહમાં મારા પિતાજીએ બહુ મોટો ભાગ લીધો હતો. પૈતૃક સંપત્તિ એમણે છોડી દીધી, કુટુંબનો વિરોધ વહોરી લીધો અને આ સત્યાગ્રહમાં આવી ગયા. એ સીધા મહાત્મા ગાંધી પાસે ગયા અને પ્રણામ કરીને કહ્યું કે બાપુ, મારે તમારી સાથે આ આઝાદીના જંગમાં જોડાઈ જવું છે. એ જોડાયા તો જોડાયા પણ મારી મા સંતોકબહેન શાહ પણ એમાં જોડાઈ ગઈ. એટલે એ બંને આઝાદીના સૈનિકો અને એમને ત્યાં ૧૯૩૯માં મને જન્મવાનું મળ્યું, એ મારું પરમ સદભાગ્ય છે.આ સત્યાગ્રહમાં બાપુએ પસંદ કરીને સરદાર વલ્લભભાઇને કહેવડાવ્યું કે આ ઉત્તમચંદ શાહ છે એમનો ભાષા પરનો કાબૂ બહુ સારો છે તેથીએ પ્રકાશન સમિતિમાં બહુ કામ લાગશે. એટલેમારા ત્યાગમૂર્તિ પિતાજી બધું જ ત્યાગીને બે જોડ ખાદીનાં કપડાં લઈને અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક થવા ગયા. બાપુએ એમને પ્રેરણા આપી અને કહ્યું કે પહેલા સ્નાતક થઇ જા. અને પછી એસત્યાગ્રહમાં જોડાયા. એમણે દેશમાં માટે આ સમર્પણ કર્યું એટલે મને પણ એક સરસ લાભ મળ્યો. શું લાભ મળ્યો? તો સાદાઈથી કેમ જીવાય, ત્યાગ કેમ કરાય, અને કોઈપણ પ્રસિદ્ધિની ખેવના વગર આપણે મહાત્મા ગાંધી અને વલ્લભભાઇ પટેલ સાથે કેવી રીતે જઈ શકીએ? હું મારા પિતાજીની સૌથી નાની સંતાન એટલે મારું નામ નાની. પિતાજી મને કહે કે નાની જો સરદારસાહેબ આવ્યા છે, તેથી હું દોડતી દોડતી જાઉં. સરદાર સાહેબ અમને કહે કે જુવો બાપુ આવવાના છે, એ પગમાં ખડાઉ પહેરે છે. ખડાઉ એટલે જેને આપણે પાવડી કહીએ. તો એમના પગે કાંકરા વાગે, તમે સફાઈ કરી નાંખો, બાપુને સ્વચ્છતા બહુ ગમે છે. એ તો અમે મોટાં થઈને સાંભળ્યું કે સરદાર તોલોખંડી પુરુષ.અમને તોએ નાસ્તો તો કરાવે પણ અમારી પાસે નવા ફૂલ-છોડ રોપાવે. પછી એને ફૂલ આવ્યું કે નહીં એવી વાતો એ વ્યસ્ત હોય તો પણ અમારી સાથે કરે. એટલે છોડ તો રોપાવે, બાગબાની કરાવવાની સાથે સ્વચ્છતાની સાથે એમણે અમારામાં એ પણ રોપ્યું કે આપણે કેવા સારા માણસ થઇ શકીએ. એટલે અમને નાનાં બાળકોને સરદાર મા જેવા લાગતા. અમારી મા બાજુમાં ઉભેલી હોય તો પણ અમને પ્રેમથી બાજુએ લઈને, માથે હાથ ફેરવીને સરસ કામ કેવી રીતે કરાય એ એમણે અમને શિખવાડેલું. એટલે સરદાર સાહેબની સ્મૃતિ આ બાગમાં અમારીસાથે ઉગી ગઈ છે અને અત્યારે પણ એમનાં રોપેલાં વૃક્ષો અને એ વૃક્ષોની સાથે એમની સ્મૃતિ અમારી સાથે ઉભેલી છે. તમારી સાથે વાત કરતાં પણ એમની સ્મૃતિનો બગીચો મારા મનમાં ખીલેલો છે. એટલે સરદાર સાહેબ વજ્રાદપિ કઠોરાણી, મૃદુનિ કુસુમાદપિ. એ મારે માટે તો કઠોર નથી, પણ આનંદમય જીવન કેમ જીવાય તે શિખવાડેલું એવા સરદાર મારી સ્મૃતિમાં અકબંધ છે. પ્રશ્ન: કન્યા કેળવણીનું આપનું કાર્ય એ આપને મળેલા આ નારીશક્તિ સન્માનનુંનિમિત્ત છે. આશ્રમમાં અનેક રચનાત્મક કાર્યક્રમો ચાલે છે એ પૈકી કન્યા કેળવણી વિષે પહેલાં વાત કરીએ. આશ્રમમાં જે શિક્ષણ આપવામાં આવે છે એનાથી બહેનોનાં જીવન કેટલી હદે બદલાયેલાં આપ જોઈ શકો છો? મારે પાછુ થોડું ઇતિહાસમાં જવું પડશે. અમને એવા શિક્ષણમાં પળોટયાઅને જુગતરામ દવે જે મહાન કેળવણીકાર, નયી તાલીમને જીવી બતાવનાર. સણોસરામાં અત્યારે જે સંસ્થા ઉભેલી છે એના નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોલી ‘દર્શક’ એ બધાએ એક વિચાર અમારામાં રોપ્યો. અમે જ્યારે સ્નાતક થવા ગુજરાત વિદ્યાપીઠમાં ગયાં ત્યારેએ ત્રણ વર્ષમાં પહેલા છ મહિના અમને ભણાવ્યા નહીં, પણ ગામડે ગામડે ફેરવ્યા. પગપાળા ગામડે ગામડે ફેરવી એ લોકોએ મને એ દર્શન કરાવ્યું અને મેં એ જોયું કે આ અંતરિયાળ વિસ્તારોમાં કન્યા કેળવણી કેટલી ઓછી છે. હંમ એ પણ કહેવા માંગુ છું કે દક્ષિણ ગુજરાતની પૂર્વ પટ્ટીમાં કેવી આદિવાસી પ્રજા વસેલી છે. વચ્ચે એ પણ યાદ કરી લઉં કે સરદાર સાહેબ શું વાત કરતા. એ કહેતા કે ગરીબોની સેવા એ જ પ્રભુ સેવા છે. એટલેએ બધું જોતાં જોતાં મેં નક્કી કર્યું કે ખૂણામાં બેસીને પેલું સર્વોદયનું પુસ્તક રસ્કિનનું‘અન્ટૂ ધીસ લાસ્ટ’, છેક છેવાડાના માણસ સુધી આપણે જઈએઅને એમાંય જેના હાથમાં પારણું છે, જે પારણું ઝૂલાવે છે, એક આખી પેઢીને તૈયાર કરનાર સ્ત્રી કેવી દશામાં છે! તો ચાલોને આપણે એ દીકરીઓને અહીં લઇ આવીએ અને એમને શિક્ષિત કરીએ. અનેએ રીતે અજ્ઞાનતામાં આપણે પણ એક દીવો જલાવીએ. દીપ સે દીપ જલે, એ વાત મનમાં સ્પષ્ટ થઇ. અને પછી ૧૯૬૬માં મેં એમાં કૂદી પડવાનું નક્કી કર્યું. એટલે હું બી.એડ થઇ એટલે સીધી અહીં સ્વરાજ આશ્રમ, બારડોલીમાં આવી અને એમાં મને જે ત્રણ જણેસૌથી વધુ સાથ આપ્યો એ ત્રણ જણાનાં નામ અત્યારે પણ મોઢે છે. એક તો પૂજ્ય શ્રી મોટા-હરિઓમ આશ્રમ, બીજા સવાઈ ગુજરાતી કાકાસાહેબ કાલેલકર અને મારું આખું કુટુંબ એટલે કે જે આશ્રમમાં હું મોટી થઇ ત્યાંના બધાએ મને ભેગા થઈને કહ્યું કે જરૂર તું આ કર. અનેસાવ અંદરના પ્રદેશોમાંથી, જ્યાં કોઈ સગવડ નથી, અત્યારે પણ એ દીકરી ટ્રેઈનમાં નથી બેઠી, એણે સમુદ્ર નથી જોયો, એણે દૂનિયા નથી જોઈ એવી દીકરીઓને શિક્ષણ આપવાનું કામ શરુ કર્યું. આ વાત આજે હું છ હજાર છોકરીઓને ભણાવ્યા પછી પણ કહી શકું છું. હું તો એમ પણ કહું છું કે અમે સુરતથી ૩૫ કિલોમીટર દૂર છીએ પણ એણે સુરત નથી જોયું, એવી દિકરીઓને બારડોલી લઇ આવું અને અમે બધા ભેગા થઈને એમને ભણાવીએ, એમને તૈયાર કરીએ અને એમનામાં આત્મવિશ્વાસ આવી જાય એવું કરીએ. મારે જે નવી પેઢી આવે એને માટે આ દીકરીઓને તૈયાર કરાવી છે.મેં આ વાક્ય રામાયણમાં વાંચ્યું છે કે ‘પુત્રી પવિત્ર કરે કુલ દોઉ’. આપણો સમાજ અંધશ્રદ્ધાથી ભરેલો છે. એ સ્ત્રીઓ કદાચ ડોક્ટરની દવા કરવામાં ન માને પણ એ આજે પણ ભૂત-ભૂવા પાસે જવાનો આગ્રહ રાખતી હોય છે. એબધામાંથી મુક્ત કરીને એને અહીં લાવવી, એને ભણાવવી અને એનામાં એક હિમત પેદા કરવી. એક વાત કહેવી છે કે અત્યાર સુધીમાં આમાંની એક પણ દીકરીએ આત્મહત્યા નથી કરી. એટલે મને આ શિક્ષણમાં બહુ રસ પડે છે અને અત્યારેઆવયે પણ મને એમ જ થાય છે કે આ કામ કર્યા જ કરું. પ્રશ્ન: નિરંજનાબેન, બારડોલીઆશ્રમ ખાદી-ગ્રામોદ્યોગ માટે પણ પ્રખ્યાત છે. આજે જ્યારે કાપડ અને બીજી જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ ખૂબ ઓછી કિંમતે, ખૂબ સરળતાથી ઓનલાઈન ખરીદીને ઘેર બેઠા મેળવી શકાય છે એવા સમયમાં સરદાર ખાદી ગ્રામોદ્યોગ ભવનની પ્રસ્તુતતા કેટલી અને જનસામાન્યને આવી ગ્રામોદ્યોગની ચીજવસ્તુઓ ખરીદવામાં રસ કેવો અને કેટલો છે? હમણાં કામ થોડું ઓછું થયું છે. પણ અર્થશાસ્ત્રનેજો માનવ અર્થશાસ્ત્ર બનાવવું હોય તો એક જ જગ્યાએ મૂડીરોકાણ કરતાં અનેક હાથોને રોજી મળે એવું અર્થશાસ્ત્ર આપણે ઊભું કરીએ તો સારું,અને એ ખાદી ગ્રામોદ્યોગની પ્રવૃત્તિમાંથી થઇ શકે. પણયંત્રયુગ છે અને લોકો એ તરફ વળ્યા છે એ પણ સાચું. આપણને આઝાદી મળી, તો કેટલીક એની સફળતા પણ હોય અને કેટલીક એની નિષ્ફળતા પણ હોય. એટલે કામ થોડું ઓછું થયું છે છતાં આ ભવન ખાદી વેચવાનું તો બહુ જ કામ કરે છે. એટલે ક્યાંકને ક્યાંક સૂતર કંતાય છે, ક્યાંકને ક્યાંક ખાદી વણાય છે, અને ઘણી બધી જગ્યાએ એ પહેરાય છે. આ ગ્રામોદ્યોગની પ્રવૃત્તિ અહીં ચાલે છે એને વેગ આપવાના સરકારના પ્રયત્નો પણ સારા છે. પણ સરકારના પ્રયત્નો કરતાંપણ મારે તો સમાજના પ્રયત્નોની વાત કરાવી છે. તો અનેક સ્થળે કંતાતાસૂતરો હવે ઓછા થઇ ગયા છે. અતિવસ્તી વાળા આ દેશમાં ખાદી અને ગ્રામોદ્યોગની પ્રવૃત્તિ બહુ જ ઉપયોગી છે અને આશ્રમમાં પણ એનો વપરાશ વધે અને મારા મિત્રો અને સ્નેહી વર્તુળમાં અને સમાજમાં પણ આ સંદેશો જાયએ માટે આપણે પ્રયત્નો કરીએ જ છીએ. અહીંઘાણીનું તેલ,ચરબી વગરના સાબુ એવા કેટલાક વિભાગ હમણાં બંધ થઇ ગયા છે પણ આ બધાની પાછળ જે દૃષ્ટિ છે એને પુનર્જીવિત કરવા અમે પ્રયત્નશીલ છીએ. પ્લાસ્ટિકની ઝભલા કોથળીઓને વળ આપીને એમાંથી પ્લાસ્ટીકની શેતરંજીઓ અમેબનાવીછીએ, જેથી કચરો ઓછો થાય અને આ વસ્તુઓ તૈયાર થાય.અને વળી જરૂરિયાતમંદોને રોજગાર પણ મળી જાય. આ જ કામો અમે બધાં પેઢી દર પેઢી કરતાં આવ્યાં છીએઅને અમે ગામડાંમાં જઈને આ વાત કરવા માંડી છે. હવે અમે ઓર્ગેનિક ખેતી પણ કરવા માંડી છે. એને માટે અમે ગુજરાતી શબ્દ સજીવ વાપરીએ છીએ. સજીવ ખેતી, સજીવ અન્ન, સજીવ ગોળ આ બધું અમે શરુ કર્યું છે અને એની પ્રવૃત્તિઓ સરસ ચાલે છે. પ્રશ્ન: આપના પતિ તે આદરણીય મુકુલભાઈ કલાર્થી, ગુજરાતી સંસ્કાર જગતનું આદરપાત્ર વ્યક્તિત્વ. એમની સાથેના જીવનના પ્રસંગો તાજા કરીને તમારા સાયુજ્ય વિષે અમને કંઈક વાત કરો. આપ બંનેનું મિલન ગુજરાત વિદ્યાપીઠમાં, જેનો ઉલ્લેખ આપે અગાઉ કર્યો. એમની સુદીર્ઘ સર્જનયાત્રા દરમ્યાન એમણે અસંખ્ય પ્રેરક પુસ્તકો આપ્યાં. એમની સર્જનયાત્રાનાં આપ સાક્ષી રહ્યાં છો. એ વિષે પણ વાત કરો. એમનો ઉછેર તો મુંબઈ ખાતે અને એલ્ફીન્સ્ટન કોલેજમાં ભણેલા. પણ કિશોરલાલ મશરૂવાળાએ એમને ગુજરાત વિદ્યાપીઠમાં જોડાવા સૂચન કરેલું. અને એ ગુજરાતીના અધ્યાપક તરીકે વિદ્યાપીઠમાં જોડાયા. આઝાદી પછી, એટલે કે ૧૯૪૭-૪૮મા એ ત્યાં જોડાયા. ત્યારથી એમણે ભણાવવાનું કામ તો ચાલુ કર્યું પણ એમણે સાથે જ લેખનનું કામ પણ ચાલુ કર્યું. પહેલું પુસ્તક લખીને એમણે કિશોરલાલ કાકાને બતાવ્યું અને કહ્યું કે મને આ બધા ગુણવર્ધક, ગુણપોષક પ્રસંગો બહુ ગમે છે અનેએ પુસ્તકનુંનામ પણ એમણે આપ્યું ‘બોધકટીકડીઓ’. કિશોરલાલ કાકાએ કહ્યું કે આ તો સમાજને શોધક પણ બનાવે એવી ટીકડીઓ છે. હું ૧૯૫૮માં મુકુલભાઈ પાસે ગુજરાતી ભણવા ગઈ ત્યારે મેં જોયું કે એમનું લખાણ સરળ અને બાળકો તેમજ પ્રૌઢો સુધી પહોંચી શકે એવું છે. મને થયું કે મારે જો આગળ જીવન જીવવું હોય તો એમને જ પસંદ કરવા જોઈએ અને એમણે પણ એવું કહ્યું કે આપણે બંને સાથે સારું જીવન જીવી શકીએ એટલે ૧૯૬૧માં પૂજ્ય શ્રીમોટાની હાજરીમાં અમે જોડાયાં અને એમણે ૧૯૮૮માં દેહ છોડ્યો ત્યાંસુધીમાં એમણે ૩૫૦ પુસ્તકો લખ્યાં હતાં. એમની અનેક ચોપડીઓને ઇનામો મળ્યાં પણ એમને પ્રસિદ્ધિ ગમે નહીં. જે ઇનામો મળ્યાંતે એમણે ગુજરાત વિદ્યાપીઠને અર્પણ કર્યા. અને એમણે જે સાહિત્ય સર્જન કર્યું એ એકપણ પુસ્તકની રોયલ્ટી એમણે ન લીધી. એટલેએમનુંસાદગીભર્યું જીવન, સાહિત્યમય જીવન.રાગ-દ્વેષથી મુક્ત વિનમ્રપણે એમણે જે જીવનયાત્રા અને સર્જનયાત્રા કરી એમાંહું અને અમારી દીકરી પ્રજ્ઞા જે ગાયનેકોલોજિસ્ટ છે, એ પણ સાક્ષી બન્યાં અને સાથે જોડાયાં. એમણે વિદ્યાપીઠમાં ભણાવીને તૈયાર કરેલા વિદ્યાર્થીઓ પણ એમના સમાજસેવાના જીવનમંત્ર પ્રમાણે તૈયાર થયા અને અત્યારે પણ એમના વિદ્યાર્થીઓ દેશના અંદરના પ્રદેશોમાં, બહાર આવ્યા વગર,સેવા કરી રહ્યા છે. બીજું એ કે એમના કારણે અમને અનેક સંતોનાં દર્શન પણ થયાં. શાંતિનિકેતનમાં રવિન્દ્રનાથ ટાગોર પાસે રહેતા ગુરૂદયાળ મલ્લિક, હરિઓમ આશ્રમના પૂજ્ય શ્રીમોટા, રંગ અવધૂતજી, આ બધાના એમને કારણે અમને દર્શન થયાં અને એથી અમારું જીવન આ તરફ એમણે વાળ્યું, અને નિર્ભય કર્યું. અત્યારે એ સદેહે તો અહીં નથી, પણ અમે જે કરીએ છીએ તે એમની સમર્પણની ભાવનાથી પ્રેરાઈને થાય છે. પ્રશ્ન: આપ શું માનો છો, અત્યારેભારતીયો સરદાર વલ્લભભાઇને ભૂલી રહ્યા છે? ભારતના એકીકરણ માટે સરદાર જે રીતે ઝઝૂમ્યા એ ભારતની પ્રજા આજે અનેક રીતે વિભાજીત થતી દેખાય છે. સરદાર ૧૯૫૦માં ગયા, પણ ૧૯૪૯માં છેલ્લે અહીં આવેલા ત્યારે હું એમની આંગળી પકડીને એમની બાજુમાં જ ઉભેલી. ત્યારે મેં એમને મારા પિતાજીને સંબોધીનેએવું કહેતા સાંભળ્યા કે આ આશ્રમ ભવિષ્યમાં ઐતિહાસિક તીર્થસ્થળ બનશે, તો બેટા તું આ બરાબર સંભાળજે. અને મારા બાપુજીએ પચાસ વર્ષ આ આશ્રમ સંભાળ્યો. મારા બાપુજી જ્યાં સુધી હતા ત્યાં સુધી આ આશ્રમનું રૂપ બરાબર મૂળ આશ્રમનું જ હતું. સરદાર સાહેબે રાજ્યોનું જે એકીકરણ કરેલુંએમેં પણ જોયેલું. ૨૪૦૦ વર્ષ પછી એમણે જે અખંડ ભારત નિર્માણ કર્યું એ અદભુત હતું. પણ મને એક બાબત ખૂંચતી હતી કે ક્યાં ક્યાં માણસ ગુજરી ગયેલા એમની સમાધિ બનાવીનેદિલ્હીમાં કેટલો મોટો વિસ્તાર ઊભો કર્યો છે. પણ મારા સરદાર સાહેબને મુંબઈમાં બાળ્યા અને એમની કોઈ જગ્યાએ સમાધિ નથી. પણ એક વસ્તુથી બહુ ખુશી થઇ. દેશને વહેંચાઇ જતો જોઇને નિરાશા તો લાગે છે, પણહજારો નિરાશામાં એક આશા ઉભેલી છે. તે છે અત્યારે યુવાનોથી ભરેલો આપણો દેશ.આજેઆ યુવાનો અમારી પાસે આવે છે અને કહે છે કે આ આશ્રમ એ સરદારે સ્થાપેલો એકમાત્ર આશ્રમ છે અને અમારે પણ આ રસ્તે વળવું છે. ભલેયુવાની આમ વળી છે અને તેમ વળી ગઈ છે અને બૂમ-બરાડા છે, પણ એમાં મને એક આશાનું કિરણ અત્યારે દેખાય છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊભું કર્યું છે એનાથી લોકોમાં એક નવું જોમ આવ્યું છે. એને જોઇને યુવાનો અહીં આવે છે. એટલેઆઆશ્રમ એ ગામડામાં ટમટમતો એક નાનકડો દીવો છે. ગુરુદેવ રવીન્દ્રનાથે કહ્યું છે ને કે આથમતો સૂર્ય પૂછે છે કે મારું આ અજવાળું કોણ ફેલાવશે ત્યારે પેલો નાનકડો દીવડો કહે છે કે તમારા જેટલું અજવાળું તો નહીં ફેલાવી શકું પણ મારાથી જેટલું ફેલાવાશે એટલું તો ફેલાવીશ. યુવાનો અમને ઘેરી વાળીને કહે છે કે અમારે તમારા જેવું કામ કરવું છે, અમારે સરદાર સાહેબ જેવું કામ કરવું છે. અમને આવું કામ કરતાં શીખવાડો, અમારે ગામડાંમાં જવું છે, અમારે સમાજમાં જવું છે. એટલે મને લાગે છે કે દીપસે દીપ જલે. મેં એક વખત મોરારજીભાઈને પ્રશ્ન પૂછેલો, કે તમને આ દેશનું ભવિષ્ય કેવું લાગે છે? ત્યારે એમણે એવો જવાબ આપેલો કે ‘નાની, આ દેશ જ્યારે એની સંસ્કૃતિના પાયા ઉપર ઊભો થશેત્યારે આ દેશ આખી દૂનિયાને સંદેશ આપી શકશે’. ત્યારે મેં મનોમન સરદાર સાહેબને યાદ કરેલા. એમણે સમજાવટથી, ક્યાંક જોરથી, ક્યાંકકુનેહથી રજવાડાંને એક કર્યાં. તોઆજેભલે દેશ વીંખાઈ જતો લાગે પણ એને એક રાખવામાં આપણે મંડી પડીએ, આપણાથી શરૂઆત કરીએ. એટલે નિરાશા આવે છતાં હજારો નિરાશા વચ્ચે એકાદ આશા છૂપાયેલી છે એવી મને બહુ દૃઢશ્રધ્ધા છે. પ્રશ્ન: આજે ગાંધી વિચાર એક વાદ બન્યો છે. જ્યારે કોઇપણ વિચારધારા એક વાદ બને ત્યારે એમાં શું પરિવર્તન આવે છે? ગાંધી વિચાર જગતને બહુ જરૂરી છે. ગાંધીવાદજરૂરી નથી, વાદમાંથી તો વિવાદ થાય. એટલે જે લોકો વાદ લઈને બેઠા છે એ તો ખોટું કામ કરે છે. આપણને એ વાદમાં અને એ વિવાદમાં રસ નથી. એટલે મને તો થાય છે કે હું એ વિચારને અનુસરું અને મારી સાથેના બધા પણ એને અનુસરે તો આપણે બધાં મળીને આ યુક્રેન અને રશિયા જેવાં યુદ્ધો અને હિંસા ટાળી શકીએ. મને યાદ છે એ એક પ્રસંગ તમને કહી શકું. હું વેડછી નારાયણ દેસાઈ પાસે રહેતી હતી. અને નારાયણભાઈ ‘મારું જીવન એ જ સંદેશ’ ગાંધીજીના એ વિચાર પર કંઇકલખાણ કરતા હતા.ઉમાશંકરભાઈનું એ વાક્ય. એ વખતે એક ટોળી એમની પાસે વેડછીમાં આવી, અને કહે કે ‘અમે ઉત્તર ધ્રુવ પાસે રહીએ છીએ, નોર્વે-સ્પેઇનની ઉપરના ભાગમાં એક ટોચ પર રહીએ છીએ’. અને એમણે નારાયણભાઈને કહ્યું કે ‘તમે અમારે ત્યાં એક વર્ગ લેવા આવોને. અમે આ અશાંતિથી થાકી ગયા છીએ’. હું પેરીસ ગઈ હતી ત્યાં પણ મેં એ જોયું કે એ લોકોને શાંતિ જોઈએ છે. એટલે અત્યારે દૂનિયામાં ગાંધી વિચાર પ્રવર્તે તો આ રશિયા અને યુક્રેન વચ્ચે જે થઇ રહ્યું છે એ શમી જાય. પણ એ વિચાર કરનારા એક બાજુ છે અને વાદ વાળા લોકો બીજી બાજુ છે.મારેઆ માર્ગ છોડવો નથી, કારણકે આ શાંતિનો માર્ગ છે, જગતને જીવાડે એવો આ માર્ગ છે. આ વિચારને પકડી રાખવો જોઈએ એવું માનનારો, રચનાત્મક માર્ગે ચાલનારો એક મોટો સમૂહ છે. એટલે એ શ્રદ્ધાના બળથી હું ગાંધીવિચારને પકડી રાખવામાં માનું છું. પ્રશ્ન: નિરંજનાબેન, આજે બહુ મોટી સંખ્યામાં ભારતીયો વિદેશોમાં જઈને વસ્યા છે.બારડોલી પંથક તો એન.આર.આઈનો પંથક છે. આપનાં પુત્રીપણ અમેરિકા જઈને વસ્યાં હતાં. એક સમય એવો હતો જ્યારે આપણા સ્વાતંત્ર્યસેનાનીઓ વિદેશોમાં અભ્યાસ કરીને દેશની સેવા કરવા દેશ પાછા ફરેલા. આજેપ્રવાહ જુદી દિશામાં છે. તમે આને કઈ રીતે જુવો છો? દેશ માટે આપરિસ્થિતિ ચિંતાજનક છે? હા, આ ચિંતાનો વિષય જરૂર છે. અને તમે મને આ પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન મેં વિનોબા ભાવે પાસે જઈને કરેલો. અને એમણે કહેલું, ‘નિરંજના, હા, આ આપણું બૌદ્ધિક ધોવાણ છે’. આ‘સવર્ણ’ શબ્દ વાપરવો સારો નથી, છતાંહું વાપરું છું. સવર્ણ લોકો માટે આગળ વધવાની કોઈ શક્યતા નથી એ પરિસ્થિતિ દેશમાં છે તેથી આ બૌદ્ધિક ધોવાણ થઇ રહ્યું છે એમ મને લાગે છે. મને એમ થાય છે કે આપણે વાળેલા તો નહીં વાળીએ, પણ હારીએ પછી જ વળીશું. પણ જુવોને એક જ દાખલો લઈએ તો યુક્રેનથી કેટલા વિદ્યાર્થીઓ પાછા આવ્યા અને કેવી પારાવાર મુશ્કેલીઓ પડી. તમને જે પ્રશ્ન થાય છે એ મને પણ થાય છે. એને માટે આપણે બધાએ કંઈક વિચાર કરવો પડે. અમે આ વિષેગામડાંમાં જઈને પણ વાતો તો કરીએ છીએ. અમે લોકોને કહીએ છીએ કે પછી આ દેશનું સુકાન કોણ સંભાળશે? અને ત્યાં એની અસર દેખાય પણ છે. પણ સમય લાગશે, કારણકે એટલું બધું બૌદ્ધિક ધોવાણ થઇ ચૂકયું છે કે એને માટેના ઉપાયો શોધવાની જરૂર છે. લોકો માટે બહાર જઈને જે શક્યતાઓ ઉભી થાય છે એ શક્યતાઓ આપણે ત્યાં ઉભી થાય તો આ બૌદ્ધિક ધોવાણ અટકે. પણ આ બહુ મોટો વિચાર માંગી લે એવું છે. પ્રશ્ન: આપનો જન્મ સ્વતંત્રતા મળી એ પહેલાં થયો. આ વર્ષે આપણી સ્વતંત્રતાને ૭૫ વર્ષ થાયછે ત્યારે સ્વતંત્રત ભારતના ૭૫ વર્ષના ઇતિહાસને આપ કઈ રીતે મૂલવો છે અને આજે દેશ સામે આપની દૃષ્ટિ સૌથી મોટો પડકાર કયો છે? અજ્ઞાનતા, ગરીબી, વ્યસનએટલા બધા વધ્યા છે, વિશ્વ આખામાં પણ વધ્યા છે. અમૃત મહોત્સવમાં કંઇક વલોવીને એમાંથી અમૃત નીકળે તો દેશને વધારે ફાયદો થાય. મારો જન્મ ગુલામીના સમયમાં ખરો, પણ આઝાદી મળી એની પાસે પાસે જ. સરદાર સાહેબે અને ગાંધીજીએ અમને બધાને આ બાજુ વાળી લીધા. એવો કોઈક પ્રવાહ ફરી ચાલુ થાય અને આપણે બધા સામૂહિક પ્રયત્નો કરીએ તો એ ધીમો પ્રવાહ પણ કોઈક દિવસ ઝરણામાંથી નદી બની શકે. એવી એક વિચારધારાને પકડીને અમે બેઠાં છીએ. એટલે આ અમૃત મહોત્સવને ખરેખર મહોત્સવ બનાવી શકીએ અને આપણા દેશને બીજી દિશામાં વળતો અટકાવીએ એ વાત સામૂહિક પ્રયત્નોથી જ શક્ય બને. મેં જ્યારે ઈતિહાસ વિષયમાં એમ.એ કર્યું ત્યારે મને અહીં લોકો કહેતા હતા કે‘તું મડદાં ઉકેલવાનું કામ કરે છે, આ ઈતિહાસ ભણીને તું શું કરવાની’? ત્યારે હું એમને કહેતી કે ‘આ માત્ર મડદાં ઉકેલવાનું કામ નથી, ઈતિહાસ આપણને પ્રેરણા પણઆપી શકે છે’. એટલે અમે અમારા કામ માટે ગામડાંમાં જઈએ, ધરમપુર જઈએ, બનાસકાંઠા જઈએ, ક્યારેક મધ્યપ્રદેશ પણ જઈએ અને અમારા વિદ્યાલયમાંથી કેટલીક દીકરીઓ તૈયાર થઇ છે એ આસામના ચાના બગીચામાં પણ જાય છે અનેત્યાંના મજૂરો સાથે વાત કરે છે. નવયુવાનો પણ જગતમાં ક્રાંતિ કરી શકે છે અને નવી શક્યતાઓ ઉભી થાય તો આપણે અમૃત મહોત્સવ ઉજવ્યો સાર્થક થાય. મારી આ પાકી શ્રધ્ધા છે અને તેથી આ વાત તમારી સમક્ષ મૂકવાની હિંમત કરું છું. પ્રશ્ન: આ વાર્તાલાપનું સમાપન કરીએ ત્યારે, આપના જીવનમાં આપને સરદાર સાહેબ ઉપરાંત અનેક મહાપુરુષોનો સત્સંગ સાંપડ્યો. એમની પ્રસાદીરૂપ આપને ઘણું મળ્યું જે આપના જીવનઘડતરના પાયારૂપ બન્યું. જીવનના નિચોડરૂપેઆવુંકંઈક અમનેઆપના સંદેશ સ્વરૂપે આપી શકો? બહુ જ બધા સંત પુરુષો મળ્યા. જેમ કે ગુરૂદયાળ મલ્લિક, સ્વામિ આનંદ, કાકાસાહેબ કાલેલકર, પૂજ્ય શ્રી મોટા. એમની પાસેથી એ શીખ્યા કે આપણને ભલે બધું ખબર છે અને આવડતું હોય પણ વિનમ્રતાથી જે પ્રયાસ થાય એ કરવા અનેઆપણા વિચારને આપણા જીવન થકી બતાવી શકીએ તો આ જરૂર શક્ય બને. અને બીજું એ કે આપણે બાહ્ય આનંદમાં જ અટવાઈ જઈએ એના કરતાં રાષ્ટ્ર માટે અને આપણા વિશ્વ માટે કંઈક કરતા થઈએ કારણકે આપણે તો‘જય જગત’ને પણ માનનારા લોકો છીએ અને આપણી સંસ્કૃતિ તો સત્યં, શિવં, સુન્દરમ્ વાળી છે. તો જો ઘણા બધા લોકો આ વિચારને અનુસરે તો આપણા દેશનું અને વિશ્વનું ભાવિ સારું થઇ શકશે એની મને શ્રધ્ધા છે.