ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/કોઈક ક્યાંક ઊભું છે.: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 04:51, 12 November 2023
કોઈ ક્યાંક ઊભું છે
નલિન રાવળ
પ્રેયસી?
ના
તું નહીં.
મિત્ર?
ના, તુંયે નહીં.
ના પ્રેયસી, ના મિત્ર, ના કોઈ નહીં.
પણ
કોઈ ક્યાંક ઊભું છે.
આ બળતા અવાજોથી ભર્યા બળતા નગરની
બ્હાર,
મારી કામનાના
આભથી પૃથ્વી લગી પથરાયલાં રેતીરણોની બ્હાર,
અણજાણ ઓળાઓ ભર્યા અવકાશનીયે બ્હાર
રણકે એક ગેબી સૂર
એ
સૂરનીયે પાર
ઊભું
કોઈ,
આ સૂર્યભીના દિવસના ને ચંદ્રભીની રાત્રિના પર્દા પૂંઠે
ક્યાંક
ઊભું કોઈ
કોઈ ક્યાંક મારી રાહ જુએ છે.