ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/જોઈએ છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જોઈએ છે
વિપિન પરીખ

ભવોભવના ફેરામાંથી મુક્તિ આપે
એવા પ્રભુની જરૂર નથી!
જોઈએ છે એક એવો પ્રભુ
જે
રેલવેના ટાઇમટેબલમાંથી મુક્તિ અપાવે,
ટ્રાફિકના સિગ્નલ પર દોડતી રક્તની ગતિને
અંકુશમાં રાખે,
જમ્બો જેટમાં
સમયને ઘસડાઈ જતો અટકાવે,
રેડિયો અને ટેલિવિઝનમાં મોકળાશ શોધતી
શૂન્યતાને ઠપકારે,
સવારે
સત્યનો વાઘો પહેરીને
આવતા સમાચારોથી અળગો રાખે
અને જાહેર ખબરોમાં
મને સસ્તે મૂલે વેચાઈ જતો રોકે.
જોઈએ છે
એક એવો પ્રભુ...