કાવ્યમંગલા/ત્રણ પાડોશી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ત્રણ પાડોશી|}} <poem> રામને મંદિર ઝાલર બાજે, ઘંટના ઘોર સુણાય, શેઠની મેડીએ થાળીવાજું નૌતમ ગાણાં ગાય, :::: મંદિરની આરતી ટાણે રે, :::: વાજાના વાગવા ટાણે રે, :::: લોકોનાં જૂથ નિતે ઉભરાય....")
 
(પ્રૂફ)
 
(One intermediate revision by one other user not shown)
Line 13: Line 13:
:::: લોકોનાં દળણાં દળતી રે.
:::: લોકોનાં દળણાં દળતી રે.
:::: પાણીડાં કો’કનાં ભરતી રે,
:::: પાણીડાં કો’કનાં ભરતી રે,
:::: કાઢી ખાય રોટલો કરતી કામ.
:::: કાઢી ખાય રોટલો કરતી કામ. ૧૦


શેઠની મોટી દૈત્ય હવેલી ગામનું નાક કહેવાય,
શેઠની મોટી દૈત્ય હવેલી ગામનું નાક કહેવાય,
Line 19: Line 19:
:::: ફળીના એક ખૂણામાં રે,
:::: ફળીના એક ખૂણામાં રે,
:::: ગંધાતા કો’ક ખૂણામાં રે,
:::: ગંધાતા કો’ક ખૂણામાં રે,
:::: માંકોરના મહેલ ઉભેલા સુણાય.
:::: માકોરના મહેલ ઉભેલા સુણાય.


છત્રપલંગે શેઠ સૂતા હોય, રામ સીતાજીને ઘેર,
છત્રપલંગે શેઠ સૂતા હોય, રામ સીતાજીને ઘેર,
Line 25: Line 25:
:::: પહેલો જ્યાં કૂકડો બોલે રે.
:::: પહેલો જ્યાં કૂકડો બોલે રે.
:::: જાગેલો કૂકડો બોલે રે,
:::: જાગેલો કૂકડો બોલે રે,
:::: તૂટે માકોરની નીંદર સેર.
:::: તૂટે માકોરની નીંદર સેર. ૨૦


માકોર ઊઠી અંગ મરોડે, પેટાવે દીપકજ્યોત,
માકોર ઊઠી અંગ મરોડે, પેટાવે દીપકજ્યોત,
Line 32: Line 32:
:::: ભૂખી ડાંસ ઘંટી ગાજે રે,
:::: ભૂખી ડાંસ ઘંટી ગાજે રે,
:::: ગાજે જેમ દુકાળિયાનું મોત.
:::: ગાજે જેમ દુકાળિયાનું મોત.
*
<center>*</center>
ગોકુળઆઠમ આજ હતી ને લોક કરે ઉપવાસ,
ગોકુળઆઠમ આજ હતી ને લોક કરે ઉપવાસ,
માકોર ભૂખી રહી નકોરડી, કાયામાં ના રહ્યો સાસ,
માકોર ભૂખી રહી નકોરડી, કાયામાં ના રહ્યો સાસ,
:::: મૂઠીભર ધાન બચાવા રે,
:::: મૂઠીભર ધાન બચાવા રે,
:::: સીતાના રામ રિઝાવા રે,
:::: સીતાના રામ રિઝાવા રે,
:::: પેટાવ્યો પેટમાં કાળહુતાશ.
:::: પેટાવ્યો પેટમાં કાળહુતાશ. ૩૦


શેઠને ઘેરે, રામને મંદિર સાકરઘીનાં ફરાળ,
શેઠને ઘેરે, રામને મંદિર સાકરઘીનાં ફરાળ,
Line 49: Line 49:
:::: દળી જો દાળ ના આપે રે,
:::: દળી જો દાળ ના આપે રે,
:::: શેઠે દમડી ના આપે રે,
:::: શેઠે દમડી ના આપે રે,
:::: બીજો ઉપવાસ માકોરને થાય.
:::: બીજો ઉપવાસ માકોરને થાય. ૪૦


ઘરર ઘરર આંજણહીણી ઘંટી ભારે થાય,
ઘરર ઘરર આંજણહીણી ઘંટી ભારે થાય,
Line 61: Line 61:
:::: હજી દાળ અરધી બાકી રે,
:::: હજી દાળ અરધી બાકી રે,
:::: રહી ના રાત તો બાકી રે,
:::: રહી ના રાત તો બાકી રે,
:::: મથી મથી માકોર આવે વાજ.
:::: મથી મથી માકોર આવે વાજ. ૫૦


શેઠ જાગે ને રામજી જાગે, જાગે સૌ સંસાર.
શેઠ જાગે ને રામજી જાગે, જાગે સૌ સંસાર.
Line 72: Line 72:
રામને મંદિર ઝાલર બાજે, શેઠને મહેલ હુલાસ,
રામને મંદિર ઝાલર બાજે, શેઠને મહેલ હુલાસ,
:::: માકોરની મૂરછાટાણે રે,
:::: માકોરની મૂરછાટાણે રે,
:::: ઘંટીના મોતના ગાણે રે,
:::: ઘંટીના મોતના ગાણે રે,  
:::: કાળો એક કાગ કળેળે નિસાસ,
:::: કાળો એક કાગ કળેળે નિસાસ, ૬૦


(૪ જુલાઈ, ૧૯૩૨)
(૪ જુલાઈ, ૧૯૩૨)

Latest revision as of 02:57, 23 November 2023

ત્રણ પાડોશી

રામને મંદિર ઝાલર બાજે, ઘંટના ઘોર સુણાય,
શેઠની મેડીએ થાળીવાજું નૌતમ ગાણાં ગાય,
મંદિરની આરતી ટાણે રે,
વાજાના વાગવા ટાણે રે,
લોકોનાં જૂથ નિતે ઉભરાય.

એક ફળીનાં ત્રણ રહેવાસી : શેઠ ને બીજા રામ,
ત્રીજી માકોર બાઈ રાંડેલી, કોડી કને ના દામ,
લોકોનાં દળણાં દળતી રે.
પાણીડાં કો’કનાં ભરતી રે,
કાઢી ખાય રોટલો કરતી કામ. ૧૦

શેઠની મોટી દૈત્ય હવેલી ગામનું નાક કહેવાય,
રામનું મંદિર આરસબાંધ્યું નિત ઝળાંઝળાં થાય,
ફળીના એક ખૂણામાં રે,
ગંધાતા કો’ક ખૂણામાં રે,
માકોરના મહેલ ઉભેલા સુણાય.

છત્રપલંગે શેઠ સૂતા હોય, રામ સીતાજીને ઘેર,
પાછલા પહોરની મીઠી ઊંઘની લોક લેતું હોય લહેર,
પહેલો જ્યાં કૂકડો બોલે રે.
જાગેલો કૂકડો બોલે રે,
તૂટે માકોરની નીંદર સેર. ૨૦

માકોર ઊઠી અંગ મરોડે, પેટાવે દીપકજ્યોત,
ધાન લઈને દળવા બેસે, રામની માગી ઓથ,
ઘરેરાટ ઘંટી ગાજે રે,
ભૂખી ડાંસ ઘંટી ગાજે રે,
ગાજે જેમ દુકાળિયાનું મોત.

*

ગોકુળઆઠમ આજ હતી ને લોક કરે ઉપવાસ,
માકોર ભૂખી રહી નકોરડી, કાયામાં ના રહ્યો સાસ,
મૂઠીભર ધાન બચાવા રે,
સીતાના રામ રિઝાવા રે,
પેટાવ્યો પેટમાં કાળહુતાશ. ૩૦

શેઠને ઘેરે, રામને મંદિર સાકરઘીનાં ફરાળ,
પારણાંમાં કાલ કરવા ભજિયાં દળવા આપી દાળ,
દળાની દાળ તે આજે રે,
હવાયેલ દાળ તે આજે રે,
ઉઠાડે માકોરપેટ વરાળ.

અંગ થાક્યું એનું આંચકા લેતું હૈડે હાંફ ના માય,
બે પડ વચ્ચે દાળ દળે તેમ કાયા એની દળાય,
દળી જો દાળ ના આપે રે,
શેઠે દમડી ના આપે રે,
બીજો ઉપવાસ માકોરને થાય. ૪૦

ઘરર ઘરર આંજણહીણી ઘંટી ભારે થાય,
વારે વારે થાકેલ હાથથી ખીલડો છૂટી જાય,
ચણાની દાળ દળંતી રે,
માકોરની દેહ દળંતી રે,
ઘંટીના ઘોર તહીં ઘેરાય.

અન્ન ખાતી તો ય અન્નનો દાણો દેતી ઘંટી આજ,
માકોરની અન્નપૂરણા રૂઠી ફરવા પાડે ના જ,
હજી દાળ અરધી બાકી રે,
રહી ના રાત તો બાકી રે,
મથી મથી માકોર આવે વાજ. ૫૦

શેઠ જાગે ને રામજી જાગે, જાગે સૌ સંસાર.
ભોમના ભાર ઉતારવા આજે જન્મ્યા’તા કિરતાર,
પરોઢના જાગતા સાદે રે,
પંખીના મીઠડા નાદે રે,
ડૂબે માકોરનો ભૂખપોકાર.

શેઠ હશે બેઠા આઠમે માળે, રામ રમે રણવાસ,
રામને મંદિર ઝાલર બાજે, શેઠને મહેલ હુલાસ,
માકોરની મૂરછાટાણે રે,
ઘંટીના મોતના ગાણે રે,
કાળો એક કાગ કળેળે નિસાસ, ૬૦

(૪ જુલાઈ, ૧૯૩૨)