સુરેશ જોષી: Difference between revisions

Jump to navigation Jump to search
29,332 bytes removed ,  14:46, 24 December 2023
no edit summary
No edit summary
No edit summary
 
(8 intermediate revisions by 2 users not shown)
Line 30: Line 30:
{{Right|''શિરીષ પંચાલ – જયંત પારેખ''}}
{{Right|''શિરીષ પંચાલ – જયંત પારેખ''}}
<br>
<br>
__FORCETOC__
__FORCETOC__
== જીવનપરિચય ==
 
== <span style="color:#ff0000"> જીવનપરિચય ==
સુરેશ જોષીનો જન્મ વૈશાખ વદ આઠમ, 30-5-1921ને દિવસે બપોરે એક વાગ્યે થયો હતો મોસાળમાં, વાલોડ ગામમાં. બાળપણ એમણે ગાયકવાડ રાજ્યના સોનગઢ ગામમાં, દાદાની છત્રછાયામાં ગાળ્યું ને પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં જ લીધું. એમણે જ કહ્યું છે કે એમના સંવેદનતંત્રે સોનગઢમાં કેટલીક ગાઢ, ચિરંજીવ ને નિર્ણાયક અસર ઝીલી. માધ્યમિક શિક્ષણ લેવા એ વ્યારા ગયા, પરંતુ ગામડિયા ગણાયા ને પ્રવેશ જ ન મળ્યો. પાછા ફરતાં સોનગઢની શાળાના આચાર્યે આપેલો ભલામણપત્ર નાળામાં ફેંકી દીધો. ગંગાધરાની શાળામાં માધ્યમિક શિક્ષણ પૂરું કરીને એ નવસારી ગયા. ત્યાંથી 1938માં મેટ્રિક પાસ કરીને મુંબઈ માતાપિતાની સાથે માટુંગામાં રહ્યા અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ શરૂ કર્યો. 1942માં બી.એ.ની પરીક્ષા વખતે બેભાન થઈ જતાં પરીક્ષા અધૂરી છોડવી પડી. 1943માં નવેસરથી પરીક્ષા આપી. ગુજરાતીમાં પ્રથમ વર્ગ ને પ્રથમ ક્રમ મેળવ્યા. 1945માં એમ.એ.માં બીજો ક્રમ મેળવ્યો.

એમ.એ. થઈને થોડો વખત ઑરિએન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં કામ કર્યું. મુંબઈમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ રામપ્રસાદ બક્ષીનો પરિચય કેળવાતો જતો હતો. રામપ્રસાદ બક્ષીએ એમનાં નિષ્ઠાસૂઝ ને મેધા પારખ્યાં હતાં. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ પણ એમ.એ.ના પરીક્ષક તરીકે એમની તેજસ્વિતા પિછાની હતી. એ બંનેના સૂચનથી કરાચીની ડી.જે. સિંઘ કૉલેજમાં સુરેશ જોષીની અધ્યાપક તરીકે નિમણૂક થઈ. ત્યાં એમને નવેમ્બર 1945થી 1947 સુધી ડોલરરાય માંકડનું સાન્નિધ્ય મળ્યું, કૉલેજના પુસ્તકાલયમાં જગતસાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓનો પ્રત્યક્ષ પરિચય થયો, સર્જક અને વિવેચક તરીકેની પોતાની શક્તિની દૃઢ પ્રતીતિ થઈ. 1947માં દેશના ભાગલા થયા એના થોડાક મહિના પહેલાં જ સુરેશ જોષીની વલ્લભ વિદ્યાનગરના સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના ગુજરાતી વિભાગમાં અધ્યાપક તરીકે નિમણૂક થઈ. એમના જ આગ્રહથી સરદાર પટેલ વિશ્વવિદ્યાલયે ડોલરરાય માંકડને પણ પોતાને ત્યાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે બોલાવી લીધા. 2-3-49ના દિવસે (ફાગણ સુદ ત્રીજ) સુરેશ જોષીનું લગ્ન ઉષા દરુ સાથે થયું. 1951માં સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાંથી સુરેશ જોષીને છૂટા કરવામાં આવ્યા કારણ કે ગુજરાતી વિભાગમાં અધ્યાપકોની સંખ્યા જરૂર કરતાં વધારે હતી. એટલે સુરેશ જોષી વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ગુજરાતી વિભાગના ટ્યૂટર તરીકે જોડાઈ ગયા. 1953માં એમની લેક્ચરર તરીકે નિમણૂક થઈ. રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા પછી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ એમની રીડર તરીકે નિમણૂક કરી; 1978માં પ્રોફેસર ને ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ. 1981માં નિવૃત્ત થયા ત્યાં સુધી સુરેશ જોષીએ આ બંને પદ સંભાળ્યાં.

Line 37: Line 39:
આઠ વર્ષની ઉંમરે ‘બાલજીવન’માં કવિતા છપાવી. એમણે કહ્યું છે કે મેં ચોરીછૂપીથી કવિતા છપાવી હતી. મારા દાદા જેઓ શિક્ષક હતા તેમણે આ જાણ્યું ત્યારે મને થપ્પડ મારીને અટકાવવાનો પ્રયત્ન કર્યો. તેમના મતે એ પ્રવૃત્તિ સલામતી વિરુદ્ધની હતી. પરંતુ પાછળથી તેઓ તેમણે લખેલી રચનાઓ મને સુધારવા આપતા. એ રીતે મને સુસજ્જ કર્યો. ત્યારથી સુરેશ જોષીએ પોતે જીવ્યા ત્યાં સુધી સતત રચના કરી ને કાવ્ય, નવલિકા, નિબંધ, નવલકથા, વિવેચન દ્વારા બહુમુખી પ્રતિભાનો પરિચય આપ્યો. 1961માં ‘પ્રત્યંચા’ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો ત્યારે એમાં એમણે એક વિલક્ષણ ને મહત્ત્વનું વિધાન કર્યું : “આનો પુરોગામી કાવ્યસંગ્રહ ‘ઉપજાતિ’ હવેથી રદ ગણવો.”

‘જનાન્તિકે’ નિબંધસંગ્રહ માટે એમને નર્મદચંદ્રક એનાયત થયો. સમગ્ર સાહિત્યસર્જન માટે રણજિતરામ સુવર્ણચંદ્રક. 1984માં ‘ચિન્તયામિ મનસા’ વિવેચનસંગ્રહ માટે નવી દિલ્હીની સાહિત્ય અકાદમીએ સુરેશ જોષીને એવૉર્ડ આપવાનું જાહેર કર્યું ત્યારે એમણે એ સ્વીકારવાની ના પાડી. એમ કહીને કે “પ્રામાણિકપણે કહું તો એને એવૉર્ડને લાયક હું તો ગણું નહીં.” યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને એમની નેશનલ લેક્ચરર તરીકે નિમણૂક કરી, પરંતુ તેની જાહેરાત થાય એ પહેલાં જ 6-9-1986ના શનિવારે, રાતે 9-40 વાગ્યે કિડનીની બીમારીથી નડિયાદમાં તેમનું અવસાન થયું.

=== [[આત્મપરિચય]] — સંકલન: શિરીષ પંચાલ ===

=== સુરેશ જોષી -મારી નજરે / સુમન શાહ ===
=== સુરેશ જોષી -મારી નજરે / સુમન શાહ ===
Line 173: Line 177:
સ્વીકારો કે છેલ્લા દાયકાઓમાં સુરેશશબ્દ અને એમના સાહિત્યવિચારના સ્ફુલ્લિંગો રૂપે જ બધું વિસ્તર્યું છે.  
સ્વીકારો કે છેલ્લા દાયકાઓમાં સુરેશશબ્દ અને એમના સાહિત્યવિચારના સ્ફુલ્લિંગો રૂપે જ બધું વિસ્તર્યું છે.  

મોટી યાદી બનાવી શકાય :
'''મોટી યાદી બનાવી શકાય:'''

— આપણે સૌ સમકાલીનો સર્જન, ભાવન, આસ્વાદન અને વિવેચનની જ્ઞાત-અજ્ઞાત એ જ ભૂમિકા પર ઊભા છે, જે સુરેશસિદ્ધાન્ત વડે ઘડાયેલી.  
— આપણે સૌ સમકાલીનો સર્જન, ભાવન, આસ્વાદન અને વિવેચનની જ્ઞાત-અજ્ઞાત એ જ ભૂમિકા પર ઊભા છે, જે સુરેશસિદ્ધાન્ત વડે ઘડાયેલી.  

— તદનુસાર, આપણે રસ, આનન્દ, કલા અને સૌન્દર્ય વડે રુચિના ઘડતરના આગ્રહી બન્યા છીએ.  
— તદનુસાર, આપણે રસ, આનન્દ, કલા અને સૌન્દર્ય વડે રુચિના ઘડતરના આગ્રહી બન્યા છીએ.  
Line 222: Line 226:

સુરેશભાઈ પાસેથી વ્યવહારુ ધોરણે જો કંઈ શીખવું હોય ને, તો તે છે, સાહિત્યપદાર્થનું અહર્નિશ સેવન : વાચન કર -મનન કર -લેખન કર -વ્યાખ્યાન કર. જેની પાસેથી આવું માતબર અને પાયાનું શીખી શકાય એવો પણ કોઈ પાક્યો નથી.  

= = =
{{Right|(July 7, 2021 : USA)}}<br>
 
{{Right|(July 7, 2021 : USA)}}

=== સુરેશભાઈનો શૈશવકાળ ===
<center>&#9724;
સુરેશભાઈને એમના બાળપણમાં સૌ બાબુ કહેતા, નાનેરાઓ મોટાભાઈ કહેતા. એમનો જન્મ મોસાળ સુરત જિલ્લાના વાલોડમાં થયો. પિતા મુંબઈમાં રેલવેની નોકરીમાં હતા. પિતામહ ગાયકવાડી રાજ્યના કિલ્લે સોનગઢની બહુલક્ષી શાળામાં ‘હેડમાસ્તર’ હતા. સુરેશભાઈનું પ્રાથમિક શિક્ષણ સોનગઢમાં, માધ્યમિક શિક્ષણ નવસારીમાં તથા કૉલેજ શિક્ષણ મુંબઈમાં થયું. એમ.એ. થયા પછી થોડા મહિના મુંબઈમાં સરકારી નોકરી કર્યા બાદ કરાચી કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. દેશના ભાગલા પડતાં આણંદ પાસે, તેવામાં શરૂ થયેલી વલ્લભ વિદ્યાનગરની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે થોડાંક વર્ષો કાર્ય કરી વડોદરા યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા ને ત્યાંથી જ નિવૃત્ત થયા. વડોદરા નિવાસ ચાલુ રહ્યો.
સુરેશભાઈના પિતા મુંબઈ હોવાથી એમનું શિક્ષણ પ્રગતિશીલ મહાનગર, મુંબઈમાં થાય એ સ્વાભાવિક હતું પરંતુ એમનું પ્રાથમિક શિક્ષણ પછાત ગણાતા નાનકડા ગામ સોનગઢમાં દાદાની છત્રછાયામાં થયું. આ માટે બે-ત્રણ કારણો હતાં. એક તો મુંબઈ જેવા શહેરમાં શાળાએ જવા-આવવાનું જોખમ. મુંબઈના વાતાવરણ અને શાળામાં મળતા સંસ્કાર અને શિક્ષણ વિશે આશંકા. સોનગઢમાં દાદાજી શિક્ષક હોવાથી ભણતર ઉપર પૂરું ધ્યાન આપી શકે એ લાભ પણ ખરો. આ ઉપરાંત એક ત્રીજું કારણ પણ હતું. સુરેશભાઈનાં એક ફોઈ બે વર્ષના પુત્રને મૂકી મૃત્યુ પામ્યાં હતાં. એ બાળકનો ઉછેર સોનગઢમાં થતો હતો. સુરેશભાઈ કરતાં એ એકાદ મહિના નાનો હતો. એને સોબત મળી રહે અને બંને ભાઈઓ સાથે રહીને ભણે એ દૃષ્ટિએ સુરેશભાઈ પિતામહને ત્યાં સોનગઢ આવ્યા. બંને ભાઈઓ સાથે રમતા, ફરતા ને ગામ-પરગામ જવાનું થાય ત્યારે સાથે જ જતા. ‘બાબુ-ભાણા’ના સંયુક્ત નામે તેમનો ઉલ્લેખ થતો. પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં બંને ગંગાધરા અને નવસારીની શાળામાં ભણ્યા. મેટ્રિક થયા પછી સુરેશભાઈ મુંબઈ પિતાને ત્યાં ગયા ને એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષય લઈ પહેલા વર્ગમાં બી.એ. અને એ જ વિષયમાં બીજા વર્ગમાં એમ.એ. થયા. બીજા ભાઈ સુરતની કૉલેજમાં એ જ વિષયો સાથે બી.એ.ના પહેલા વર્ગમાં અને એમ.એ.ના બીજા વર્ગમાં પાસ થયા. મુંબઈમાં ભણનાર સુરેશભાઈએ મુંબઈ બહાર ગુજરાતીના અધ્યાપક તરીકે આજીવન કાર્ય કર્યું તો સુરતમાં ભણેલા ભાઈએ મુંબઈની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. કૉલેજશિક્ષણ દરમિયાન જુદા પડ્યા પછી બંનેને હળવા-મળવાનું ઓછું થતું. છતાં સ્નેહસંબંધ જળવાઈ રહેતો.
સોનગઢનું બાળપણ માતાપિતા સાથે ન હોવા છતાં સુખ, સુવિધા, શાંતિ અને આનંદમય હતું. બસો છાત્રોની બોર્ડિંગના વિશાળ પરિસરમાં મધ્યભાગે હેડમાસ્ટરનું મોકળાશવાળું નિવાસસ્થાન હતું. સાથે મનોહર ઉદ્યાન હતું. ગુલાબ, મોગરો, ચમેલી, બોગનવેલ ને રાતરાણીનાં પુષ્પછોડો અને લતાઓ હતાં. ત્યાં લીમડા અને ચંદનવૃક્ષોની ઘટાઓ ફેલાયેલી રહેતી. કિલ્લાની નજીક આવેલા આ પરિસર ઉપર સંધ્યાકાળે કિલ્લાનો બહોળો પડછાયો પડતો.
ઘર મોકળાશવાળું હતું પરંતુ રહેનારાની સંખ્યા ઓછી હતી. દાદાજીનાં મૂંગાં-બહેરાં બહેન અને આ બે બાળકો. કદી કદી ફોઈઓ ને માતાપિતા આવી રહી જતાં. માતામહી ફોઈના મૃત્યુ પછી બે મહિનામાં મૃત્યુ પામ્યાં હતાં. વળી દાદાજીના નાના પુત્ર, પુત્રવધૂ, પૌત્રી, પત્ની, પુત્રી, જમાઈ, વગેરે સ્વજનોનાં થોડે થોડે ગાળે અવસાન થતાં ગમગીની વ્યાપેલી રહેતી. દાદાજી મોટી સંસ્થાના સંચાલનમાં વ્યસ્ત રહેતા છતાં આખું ગૃહતંત્ર વ્યવસ્થિત ગોઠવાયેલું હતું ને તેમની સતત નજર રહેતી. બહેરાં-મૂંગાં ફોઈ કાબેલ હતાં ને ઘરનું તંત્ર ચલાવતાં. બંને ભાઈઓના કાર્યક્રમ સરળતાથી ચાલ્યા કરતા. લડવા-ઝગડવાનું ન હતું. ઉપદેશ, ધમકી, ઠપકાનો અભાવ હતો. કોઈનો ઊંચો સાદ સાંભળવાનો ન હતો. બધી જરૂરિયાત પૂરી પડતી. માંગવાની જરૂર પડતી નહીં. નોકર-ચાકરો પૂરતા હતા ને ઘરના માણસની જેમ વર્તતા. આ આનંદમય વાતાવરણમાં રાત પડતી. રાત્રે બંને ભાઈઓ એક ઓરડામાં સૂઈ જતા ને પાસેના વનમાં રહેતા વાઘ, કિલ્લાના બૂરજ ઉપરથી ત્રાડ નાંખતા સાંભળતા. કદીક ભય પામતા, પરંતુ અહીં સયાજીરાવ મહારાજાની આણ પ્રવર્તે છે; વાઘ અંદર આવી શકે જ નહીં એવી ધરપત રાખી નિરાંતે વાતો કરતા નિદ્રાધીન થતા.
શાળામાં સુરેશભાઈ હોશિયાર ગણાતા, મોટે ભાગે પહેલો નંબર રાખતા. ‘હેડમાસ્ટર’ને ત્યાંના હોવાથી ગામના મોટેરાઓમાં અને વિદ્યાર્થીઓમાં બંને આદરપાત્ર ગણાતા. સુરેશભાઈ શાળાના મેળાવડામાં ગીત ગાતા, ‘સંવાદ’માં અભિનય કરતા, તે વખણાતા. દાદા સોનગઢના પુસ્તકાલયના મુખ્ય સંચાલક હોવાથી પત્રો, પત્રિકાઓ, પુસ્તકોની ખૂબ સગવડ હતી. સુરેશભાઈ ખૂબ વાંચતા. તેમની તેજસ્વિતાથી બધા અંજાતા ને દાદાના પરિચિતો કહેતા કે ‘સુરેશને તમે આઇ.સી.એસ. થવા લંડન મોકલજો.’. સુરેશભાઈ પ્રૌઢ શિક્ષણની પ્રવૃત્તિમાં તથા ફરતા પુસ્તકાલયની પ્રવૃત્તિમાં ભાગ લેતા. આવી જાહેર પ્રવૃત્તિ સોનગઢ છોડ્યા પછી અટકી ગઈ ને પાછળથી સુરેશભાઈએ રસ લીધો હોવાનું જણાતું નથી. શાળાની સાથે સુથારી, વણાટ, ખેતીકામ શીખવાના વિભાગો હતા. એ વિભાગો વિદ્યાર્થીને તાલીમ આપવા માટે હતા છતાં બંને ભાઈઓ એનો લાભ લેતા. દાદા સાથે સરકારી ફાર્મ પર જતા. સોનગઢ છોડ્યા પછી એ તાલીમ છૂટી ગઈ ને તેમાં રસ લેવાનું પણ બન્યું નહીં.
દાદાજી છંદમાં કાવ્યો રચતા. વિષય મોટે ભાગે રામાયણ-મહાભારતના પ્રસંગોનો રહેતો. દાદાજી એક કડી રચતા ને સુરેશભાઈને આગળ કડી રચવાનું પ્રોત્સાહન આપતા. પછી તો નવસારીમાં સુરેશભાઈ, કાવ્યો, નિબંધો લખતા. દાદા બધું વાંચતા અને રાજી થતા. પરંતુ એક વાર દાદા ગુસ્સે થયા હોય એમ લાગ્યું. એમણે તમાચો મારવા હાથ ઉગામ્યો. આની પાછળ શું કારણ હોઈ શકે? એક તો આનંદ પ્રગટ કરવાનો એ એક પ્રકાર હતો. બીજું કારણ એ હતું કે સુરેશભાઈના નાનાકાકા બી.એ. થયેલા હતા, ને કેળવણી ખાતામાં નાની વયે અધિકારી બન્યા હતા. તેમણે એક નવલકથા ઉપરાંત ઘણું લખ્યું હતું. તેમનું નાની વયે, 28મે વર્ષે અવસાન થયું. સુરેશભાઈ પણ એવા તેજસ્વી હતા. તેમને આવું કોઈ દુર્ભાગ્ય નડે નહીં એવી ચિંતા દાદાને હતી. સુરેશભાઈએ ત્યાર પછી સાહિત્યક્ષેત્રે જે અર્પણ કર્યું તે જોવા દાદાજી રહ્યા ન હતા.
સોનગઢમાં પારિવારિક જીવન મર્યાદિત હતું. માતાપિતાની અનુપસ્થિતિમાં એકાકીપણું લાગતું ને એકબીજાના સાથમાં અને બહોળા મિત્રમંડળને કારણ સહ્ય બનતું. તદ્દન નજીકની અનેક ઓરડીઓમાં તેમાંના કેટલાક સમવયસ્ક અને સહપાઠી હતા. તેમની સાથે ફરવાનું કે રમવાનું થતું. તેઓ તેમના તળપ્રદેશની કથાઓ કહેતા ને લોકગીતો સંભળાવતા. તેમની સાથે ભળવામાં બાધ ન હતો. તેમનું જીવન શિસ્તવાળું હોવાને કારણે હંમેશ તેમનો સાથ મળે એમ બનતું નહીં. ગામના સજ્જનો દાદાને કહેતા કે ‘બાબુ-ભાણા’ને રાનીપરજ વચ્ચે નહીં પરંતુ ગામના ઊંચા વર્ણના છોકરાઓ સાથે દોસ્તી બાંધવા દો. દાદા એને બહુ મહત્વ આપતા નહીં ને કહેતા કે આ રાનીપરજ છાત્રો શિસ્તમાં હોવાથી બીડી પીતા નથી ને કહેતા કે ગાળો બોલતા નથી. આ બંને ગામના ઉચ્ચ વર્ણના છોકરાઓ પાસે આ બધું નહીં જ શીખે એની ખાતરી છે? ને એમ કશી રોકટોક વગર મિત્રોની સોબત મળતી રહી.
સોનગઢ ગામના બે મુખ્ય વિભાગ હતા. જૂનું ગામ ને નવું ગામ. બંનેની વચ્ચે ‘બોર્ડિંગ’ હતી. પાસે સૈયદમિયાંનું ઘર હતું. તે સમવયસ્ક અને સહપાઠી હતો. તે સોનગઢના વનપ્રદેશો અને ખંડેરોનો ભોમિયો હતો. ખંડેરો અને કિલ્લા સાથે સંકળાયેલી વાતોનો એની પાસે ભંડાર હતો. સુરેશભાઈનો એ ગાઢ મિત્ર બની રહ્યો. સુરેશભાઈને સોનગઢનાં વનોમાં ને ખંડેરોમાં એણે ફેરવ્યા ને જાતજાતની અદ્‌ભુત કથાઓ સંભળાવી. મિત્રો સાથે તે તેમને જંગલોમાં લઈ જતો ને જાતજાતનાં વૃક્ષો અને તેની ખાસિયતોનો પરિચય કરાવતો. આ ખરીખોટી વાતોનો સુરેશભાઈ પર સારો પ્રભાવ પડ્યો. સોનગઢ, વનરાજિ અને પ્રકૃતિના જે ઉલ્લેખો સુરેશભાઈના વર્ષો પછી લખાયેલા નિબંધોમાં મળે છે તેમાં સૈયદમિયાંનો ફાળો મહત્ત્વનો ગણાય. સોનગઢ છોડ્યા પછી તેમના રાહ જુદા પડી ગયા. પછી ભાગ્યે જ મળવાનું થતું. સુરેશભાઈ ઉચ્ચ શિક્ષણ લઈ સાહિત્યકાર પ્રોફેસર બન્યા. ને સૈયદમિયાં છ ચોપડાં ભણી નાની એવી સરકારી નોકરીમાં જોડાઈ ગયા. આ કારણે અંતર પડી ગયું ને સંપર્ક નહીંવત્ થઈ ગયો.
સોનગઢની બોર્ડિંગના મેદાનની સામે સરકારી ઇમારત હતી. તેમાં સરકારી કચેરીઓ બેસતી. પરંતુ ગાયકવાડ મહારાજા કે યુવરાજ પ્રતાપસિંહ સોનગઢના જંગલમાં શિકારે આવતા ત્યારે તે ઇમારત રાજમહેલ બની રહેતી. યુવરાજ સાથે હાથી, ઘોડાનો રસાલો આવતો. એ દરબારી ઠઠેરો જોવા સુરેશભાઈ અને મિત્રો મેદાનમાં બેસી રહેતા. યુવરાજ શિકાર કરી આવે ત્યારે મૃત વાઘ કે મગર જોવા બધા ભેગા થતા. તેમના રસાલામાં એક હાથી હતો જેના પર બેસી યુવરાજની મંડળી શિકારે જતી. હાથીને જોઈ સુરેશભાઈએ કહ્યું કે ‘આપણને હાથી ઉપર બેસાડી સહેલ કરવા લઈ જાય તો કેવી મઝા આવે?’ યુવરાજના કર્મચારીએ આ સાંભળ્યું ને યુવરાજને વાત કહી. યુવરાજે ત્યાં ઉપસ્થિત બાળકોને હાથી ઉપર ફેરવવાનું કહ્યું. બધાને વારાફરતી હાથી ઉપર બેસાડી અર્ધો માઈલ જેટલું ફેરવ્યા. યુવરાજ કે હાથી કરતાં સુરેશભાઈને વધારે શાબાશી મળી!
એક ધોરણ પૂરું થતાં નવા ધોરણનાં પુસ્તકો આવતાં – દાદાજી તેના ઉપર ‘બ્રાઉન પેપર’નાં પૂઠાં ચઢાવી આપતા. કોરા કાગળની નોટ બનાવતા તેના ઉપર પણ બ્રાઉન કલરનું પૂંઠું લગાવતા. સુરેશભાઈને આ ‘બ્રાઉન કલર’ વિશે મમતા બંધાઈ. તેમનાં એકબે પુસ્તકો અને ‘એતદ્’નાં આવરણો ‘બ્રાઉન પેપર’નાં રાખ્યાં હતાં. દાદાજી આસ્તિક હતા પરંતુ જડ વિધિનિયમો કે કર્મકાંડને સ્થાન ન હતું. સુરેશભાઈ ગીતા કે વિષ્ણુસહસ્રનો પાઠ કરતા પરંતુ સોનગઢ પછી તે ક્રમ જળવાઈ રહ્યો નહીં.
પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં આગળના શિક્ષણ માટે મુંબઈ જઈ શકાય એમ હતું. મુંબઈમાં જગા નાની. ત્રણ બહેનો અને બે ભાઈઓનો સમાવેશ થાય એમ ન હતું. વળી ત્યાં અંગ્રેજી ચોપડીથી શરૂ કરવું પડે એમ હતું. એક વર્ષમાં અંગ્રેજી ત્રણ ચોપડી કરી અંગ્રેજી ચોથામાં દાખલ થવાની સગવડ વડોદરા રાજ્યમાં હતી. બંને ભાઈઓએ એક વર્ષમાં એ અભ્યાસ પૂરો કર્યો. ચોથા ધોરણમાં દાખલ થવા પાસેના વ્યારાની શાળામાં જવાનું હતું. ત્યાં ચોથા ધોરણને યોગ્ય છે કે કેમ તેની પરીક્ષા લેવામાં આવી પરંતુ બંનેને એ પ્રવેશ માટે અયોગ્ય ઠરાવી દાદા ઉપર એ પ્રકારનો પત્ર હાથોહાથ આપવા માટે આપ્યો. સોનગઢ જતાં રસ્તામાં એ પત્ર વાંચતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા. સુરેશભાઈએ કહ્યું : ‘આ તદ્દન ખોટું છે, આપણને બધું આવડ્યું હતું.’ સુરેશભાઈએ પત્ર તરત જ ફાડી નાંખ્યો. સુરેશભાઈ સ્વમાની હતા. ખોટું ચલાવી લેતા ન હતા. એ જ જુસ્સામાં દાદાજીને વાત કરી ને તેમણે એ વાત સ્વીકારી. પછી થોડેક દૂરની ગંગાધરા હાઈસ્કૂલમાં ચોથા ધોરણમાં દાખલ કરવા મોકલ્યા. યોગ્ય જણાતાં બંનેને ચોથા ધોરણમાં દાખલ કર્યા. પાસેના બારડોલીમાં બીજાં ફોઈને ત્યાં રહીને બંને રેલવે ટ્રેનમાં ગંગાધરા આવ-જા કરતા. ત્યાં સુરેશભાઈની ગણના હોશિયાર વિદ્યાર્થીમાં થઈ. વાર્ષિક પરીક્ષામાં પહેલો નંબર મેળવ્યો. આ વાત વ્યારાના હેડમાસ્તરને જણાવવા માટે દાદાજીએ પ્રોત્સાહન આપ્યું નહીં. ગંગાધરામાં એક વર્ષ અભ્યાસ કર્યો પરંતુ તે દરમિયાન ‘રસકુંજ’ નામનું હસ્તલિખિત પત્ર શરૂ કરાવ્યું ને તેની બધી જવાબદારી લીધી. આ પ્રવૃત્તિ પછીના વર્ષમાં ‘ફાલ્ગુની’, ‘સુધાસંઘપત્રિકા’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’, ‘એતદ્’ જેવા શિષ્ટમાન્ય પત્રોનાં પ્રકાશનો દ્વારા વિકાસ પામી.
ગંગાધરામાં ચોથું ધોરણ પૂરું થયું એટલામાં દાદાની બદલી નવસારી થઈ, એથી શિક્ષણનો પ્રશ્ન ઊકલી ગયો. મુંબઈ જવાનું રહ્યું નહીં. બંને ભાઈઓ નવસારી મેટ્રિક સુધી ભણ્યા. નવસારીમાં મદ્રેસા હાઈસ્કૂલમાં પાંચમા ધોરણમાં દાખલ થયા. બેત્રણ મહિના પછી માસિક ફી ભરવામાં થોડુંક મોડું થવાથી વર્ગશિક્ષકે – જે કવિ કાંતના ભત્રીજા હોવાનું વારંવાર કહેતા – ફી ન ભરવા વિશે અઘટિત શબ્દો કહ્યા. દાદાની સંમતિથી આ વિશે હેડમાસ્તરને ફરિયાદ કરી ત્યાંથી દાખલો કઢાવી લીધો ને ગાંધીવાદી શિક્ષકોએ તે સમયે શરૂ કરેલી ‘નવસારી હાઈસ્કૂલ’માં દાખલ થયા. ને ત્યાંથી ‘મેટ્રિક’ થયા. નવસારી હાઈસ્કૂલમાં ‘વક્તૃત્વ સ્પર્ધા’માં તથા શાળાના સામયિક ‘અંકુર’માં એમણે અગ્રગણ્ય ભાગ લીધો. નવસારીમાં સુરેશભાઈને બંગાળી ભાષા તથા રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યના પરિચયમાં આવવાનું થયું. નવસારીના સાર્વજનિક પુસ્તકાલયમાં એ જતા ને પુસ્તકો વાંચતા. સ્વામી વિવેકાનંદના ગ્રંથોનો એમના ઉપર ત્યારે પ્રભાવ પડ્યો. પુસ્તકાલયમાં એમણે ટાગોરનાં ‘Gardner’ અને ‘Fruit gathering’ નામના કાવ્ય અનુવાદોને ‘Agriculture’ - ‘ખેતીવાડી’ વિષયમાં મૂકેલાં જોઈ એ વિષે ગ્રંથપાલને કહ્યું. ગ્રંથપાલમાં ખેલદિલી ઓછી એટલે એમણે કહ્યું, ‘કાલથી આવો ને બધાં પુસ્તકોનું વર્ગીકરણ તમારી અક્કલ પ્રમાણે કરી આપો ને પછી આ મારી ખુરશી ઉપર બેસી જાવ.’ આ એમનાથી સહન થયું નહીં. ગ્રંથપાલ તરફ આદરથી જોવાનું તેમને માટે પછી બન્યું નહીં.
નવસારીમાં ખરીદી કરવાનું રહેતું પરંતુ સુરેશભાઈને એમાં રુચિ ન હતી. જીવનભર એ વૃત્તિ જળવાઈ રહી. સુરેશભાઈ ઉપર એમના પિતાનો પ્રભાવ જણાતો નથી, પિતા સાથે રહેતા થયા ત્યારે તેઓ કૉલેજમાં હતા, હોશિયાર ગણાઈ ચૂક્યા હતા એટલે પિતા-પુત્ર વચ્ચેના પ્રેમસંબંધમાં આદરનો ભાવ ભળ્યો હતો. પિતા જ્ઞાતિપ્રવૃત્તિમાં ભાગ લેતા પરંતુ સુરેશભાઈએ રસ લીધો નહીં.
નવસારી હાઈસ્કૂલમાંથી મેટ્રિક થયા પછી સુરેશભાઈ માતાપિતાને ત્યાં મુંબઈ પહોંચ્યા ને એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એમ.એ. થયા. ગુજરાતીના અધ્યાપક થયા તેમજ ગુજરાતી સાહિત્યક્ષેત્રે મહત્ત્વનું કાર્ય કર્યું. સોનગઢ જેવા પછાત વિસ્તારમાં, મુખ્યત્વે રાનીપરજ છાત્રોની વચ્ચે રહેનાર આ ભાઈઓનો ‘બોર્ડિંગિયા’ ‘રાનીપરજ’ જેવો ઉલ્લેખ થતો આ કારણે જ્ઞાતિનાં ગામો કે સ્વજનો એમની બાલ્યાવસ્થામાં ઉપહાસ કરી લેતાં. પરંતુ એમણે જે સિદ્ધિ અને વિદ્વત્તા પ્રાપ્ત કર્યાં તેથી પછીથી આદરપાત્ર બન્યા. વડોદરાનિવાસ પછી જૂના સંબંધો તથા કૌટુંબિક સંબંધો ઓછા થયા ને એ રમ્ય ભૂતકાળ સ્મૃતિની વસ્તુ બની રહી.
{{Right|''ભૂપેન્દ્ર ઉપાધ્યાય''}}
<br>
<br>
{{Poem2Close}}
== સુરેશ જોષીની કૃતિઓ ==
== સુરેશ જોષીની કૃતિઓ ==
=== <span style="color:#ff0000"> ક. મૌલિક</span> ===
=== <span style="color:#ff0000"> ક. મૌલિક</span> ===
Line 264: Line 248:
# [[છિન્નપત્ર]] : ક્ષિતિજ, વડોદરા, 1969; બુટાલા પ્રકાશન, વડોદરા, 1973
# [[છિન્નપત્ર]] : ક્ષિતિજ, વડોદરા, 1969; બુટાલા પ્રકાશન, વડોદરા, 1973
# [[મરણોત્તર]] : બુટાલા પ્રકાશન, 1973
# [[મરણોત્તર]] : બુટાલા પ્રકાશન, 1973
# [[કથાચતુષ્ટ્ય]] : વિદુલા, કથાચક્ર, છિન્નપત્ર, મરણોત્તર : ત્રિમૂર્તિ પ્રકાશન, અમદાવાદ, 1983
# [[કથાચક્ર]] : કથાચક્ર
# [[વિદુલા]] : વિદુલા

==== નિબંધ ====
==== નિબંધ ====
# [[જનાન્તિકે]] : સ્વાતિ પ્રકાશન, મુંબઈ, 1965; સુવાસિત પ્રકાશન, સુરત, 1979
# [[જનાન્તિકે]] : સ્વાતિ પ્રકાશન, મુંબઈ, 1965; સુવાસિત પ્રકાશન, સુરત, 1979
# [[ઇદમ્ સર્વમ્]] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1971
# [[ઇદમ્ સર્વમ્]] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1971
# [[અહો બત કિં આશ્ચર્યમ્]] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1976
# [[અહો બત કિમ્ આશ્ચર્યમ્]] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1976
# [[રમ્યાણિ વીક્ષ્ય]] : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1987
# [[રમ્યાણિ વીક્ષ્ય]] : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1987
# [[પ્રથમ પુરુષ એકવચન]] : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1979
# [[પ્રથમ પુરુષ એકવચન]] : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1979
Line 280: Line 265:
# [[કથોપકથન]] : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1969
# [[કથોપકથન]] : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1969
# [[કાવ્યચર્ચા]] : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1971
# [[કાવ્યચર્ચા]] : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1971
# [[શ્રુણ્વન્તુ]] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972
# [[શૃણ્વન્તુ]] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972
# [[અરણ્યરુદન]] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972
# [[અરણ્યરુદન]] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972
# [[ચિન્તયામિ મનસા]] : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1982
# [[ચિન્તયામિ મનસા]] : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1982
# [[અષ્ટમોડધ્યાય]] : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1983
# [[અષ્ટમોઅધ્યાય]] : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1983

==== સંશોધન ====
==== સંશોધન ====

Navigation menu