31,397
edits
No edit summary |
No edit summary |

| (9 intermediate revisions by 2 users not shown) | |||
| Line 30: | Line 30: | ||
{{Right|''શિરીષ પંચાલ – જયંત પારેખ''}} | {{Right|''શિરીષ પંચાલ – જયંત પારેખ''}} | ||

__FORCETOC__ | __FORCETOC__ | ||
== જીવનપરિચય == | |||
==  જીવનપરિચય == | |||
સુરેશ જોષીનો જન્મ વૈશાખ વદ આઠમ, 30-5-1921ને દિવસે બપોરે એક વાગ્યે થયો હતો મોસાળમાં, વાલોડ ગામમાં. બાળપણ એમણે ગાયકવાડ રાજ્યના સોનગઢ ગામમાં, દાદાની છત્રછાયામાં ગાળ્યું ને પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં જ લીધું. એમણે જ કહ્યું છે કે એમના સંવેદનતંત્રે સોનગઢમાં કેટલીક ગાઢ, ચિરંજીવ ને નિર્ણાયક અસર ઝીલી. માધ્યમિક શિક્ષણ લેવા એ વ્યારા ગયા, પરંતુ ગામડિયા ગણાયા ને પ્રવેશ જ ન મળ્યો. પાછા ફરતાં સોનગઢની શાળાના આચાર્યે આપેલો ભલામણપત્ર નાળામાં ફેંકી દીધો. ગંગાધરાની શાળામાં માધ્યમિક શિક્ષણ પૂરું કરીને એ નવસારી ગયા. ત્યાંથી 1938માં મેટ્રિક પાસ કરીને મુંબઈ માતાપિતાની સાથે માટુંગામાં રહ્યા અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ શરૂ કર્યો. 1942માં બી.એ.ની પરીક્ષા વખતે બેભાન થઈ જતાં પરીક્ષા અધૂરી છોડવી પડી. 1943માં નવેસરથી પરીક્ષા આપી. ગુજરાતીમાં પ્રથમ વર્ગ ને પ્રથમ ક્રમ મેળવ્યા. 1945માં એમ.એ.માં બીજો ક્રમ મેળવ્યો. | સુરેશ જોષીનો જન્મ વૈશાખ વદ આઠમ, 30-5-1921ને દિવસે બપોરે એક વાગ્યે થયો હતો મોસાળમાં, વાલોડ ગામમાં. બાળપણ એમણે ગાયકવાડ રાજ્યના સોનગઢ ગામમાં, દાદાની છત્રછાયામાં ગાળ્યું ને પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં જ લીધું. એમણે જ કહ્યું છે કે એમના સંવેદનતંત્રે સોનગઢમાં કેટલીક ગાઢ, ચિરંજીવ ને નિર્ણાયક અસર ઝીલી. માધ્યમિક શિક્ષણ લેવા એ વ્યારા ગયા, પરંતુ ગામડિયા ગણાયા ને પ્રવેશ જ ન મળ્યો. પાછા ફરતાં સોનગઢની શાળાના આચાર્યે આપેલો ભલામણપત્ર નાળામાં ફેંકી દીધો. ગંગાધરાની શાળામાં માધ્યમિક શિક્ષણ પૂરું કરીને એ નવસારી ગયા. ત્યાંથી 1938માં મેટ્રિક પાસ કરીને મુંબઈ માતાપિતાની સાથે માટુંગામાં રહ્યા અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ શરૂ કર્યો. 1942માં બી.એ.ની પરીક્ષા વખતે બેભાન થઈ જતાં પરીક્ષા અધૂરી છોડવી પડી. 1943માં નવેસરથી પરીક્ષા આપી. ગુજરાતીમાં પ્રથમ વર્ગ ને પ્રથમ ક્રમ મેળવ્યા. 1945માં એમ.એ.માં બીજો ક્રમ મેળવ્યો. | ||
એમ.એ. થઈને થોડો વખત ઑરિએન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં કામ કર્યું. મુંબઈમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ રામપ્રસાદ બક્ષીનો પરિચય કેળવાતો જતો હતો. રામપ્રસાદ બક્ષીએ એમનાં નિષ્ઠાસૂઝ ને મેધા પારખ્યાં હતાં. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ પણ એમ.એ.ના પરીક્ષક તરીકે એમની તેજસ્વિતા પિછાની હતી. એ બંનેના સૂચનથી કરાચીની ડી.જે. સિંઘ કૉલેજમાં સુરેશ જોષીની અધ્યાપક તરીકે નિમણૂક થઈ. ત્યાં એમને નવેમ્બર 1945થી 1947 સુધી ડોલરરાય માંકડનું સાન્નિધ્ય મળ્યું, કૉલેજના પુસ્તકાલયમાં જગતસાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓનો પ્રત્યક્ષ પરિચય થયો, સર્જક અને વિવેચક તરીકેની પોતાની શક્તિની દૃઢ પ્રતીતિ થઈ. 1947માં દેશના ભાગલા થયા એના થોડાક મહિના પહેલાં જ સુરેશ જોષીની વલ્લભ વિદ્યાનગરના સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના ગુજરાતી વિભાગમાં અધ્યાપક તરીકે નિમણૂક થઈ. એમના જ આગ્રહથી સરદાર પટેલ વિશ્વવિદ્યાલયે ડોલરરાય માંકડને પણ પોતાને ત્યાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે બોલાવી લીધા. 2-3-49ના દિવસે (ફાગણ સુદ ત્રીજ) સુરેશ જોષીનું લગ્ન ઉષા દરુ સાથે થયું. 1951માં સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાંથી સુરેશ જોષીને છૂટા કરવામાં આવ્યા કારણ કે ગુજરાતી વિભાગમાં અધ્યાપકોની સંખ્યા જરૂર કરતાં વધારે હતી. એટલે સુરેશ જોષી વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ગુજરાતી વિભાગના ટ્યૂટર તરીકે જોડાઈ ગયા. 1953માં એમની લેક્ચરર તરીકે નિમણૂક થઈ. રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા પછી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ એમની રીડર તરીકે નિમણૂક કરી; 1978માં પ્રોફેસર ને ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ. 1981માં નિવૃત્ત થયા ત્યાં સુધી સુરેશ જોષીએ આ બંને પદ સંભાળ્યાં. | એમ.એ. થઈને થોડો વખત ઑરિએન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં કામ કર્યું. મુંબઈમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ રામપ્રસાદ બક્ષીનો પરિચય કેળવાતો જતો હતો. રામપ્રસાદ બક્ષીએ એમનાં નિષ્ઠાસૂઝ ને મેધા પારખ્યાં હતાં. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ પણ એમ.એ.ના પરીક્ષક તરીકે એમની તેજસ્વિતા પિછાની હતી. એ બંનેના સૂચનથી કરાચીની ડી.જે. સિંઘ કૉલેજમાં સુરેશ જોષીની અધ્યાપક તરીકે નિમણૂક થઈ. ત્યાં એમને નવેમ્બર 1945થી 1947 સુધી ડોલરરાય માંકડનું સાન્નિધ્ય મળ્યું, કૉલેજના પુસ્તકાલયમાં જગતસાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓનો પ્રત્યક્ષ પરિચય થયો, સર્જક અને વિવેચક તરીકેની પોતાની શક્તિની દૃઢ પ્રતીતિ થઈ. 1947માં દેશના ભાગલા થયા એના થોડાક મહિના પહેલાં જ સુરેશ જોષીની વલ્લભ વિદ્યાનગરના સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના ગુજરાતી વિભાગમાં અધ્યાપક તરીકે નિમણૂક થઈ. એમના જ આગ્રહથી સરદાર પટેલ વિશ્વવિદ્યાલયે ડોલરરાય માંકડને પણ પોતાને ત્યાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે બોલાવી લીધા. 2-3-49ના દિવસે (ફાગણ સુદ ત્રીજ) સુરેશ જોષીનું લગ્ન ઉષા દરુ સાથે થયું. 1951માં સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાંથી સુરેશ જોષીને છૂટા કરવામાં આવ્યા કારણ કે ગુજરાતી વિભાગમાં અધ્યાપકોની સંખ્યા જરૂર કરતાં વધારે હતી. એટલે સુરેશ જોષી વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ગુજરાતી વિભાગના ટ્યૂટર તરીકે જોડાઈ ગયા. 1953માં એમની લેક્ચરર તરીકે નિમણૂક થઈ. રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા પછી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ એમની રીડર તરીકે નિમણૂક કરી; 1978માં પ્રોફેસર ને ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ. 1981માં નિવૃત્ત થયા ત્યાં સુધી સુરેશ જોષીએ આ બંને પદ સંભાળ્યાં. | ||
| Line 37: | Line 39: | ||
આઠ વર્ષની ઉંમરે ‘બાલજીવન’માં કવિતા છપાવી. એમણે કહ્યું છે કે મેં ચોરીછૂપીથી કવિતા છપાવી હતી. મારા દાદા જેઓ શિક્ષક હતા તેમણે આ જાણ્યું ત્યારે મને થપ્પડ મારીને અટકાવવાનો પ્રયત્ન કર્યો. તેમના મતે એ પ્રવૃત્તિ સલામતી વિરુદ્ધની હતી. પરંતુ પાછળથી તેઓ તેમણે લખેલી રચનાઓ મને સુધારવા આપતા. એ રીતે મને સુસજ્જ કર્યો. ત્યારથી સુરેશ જોષીએ પોતે જીવ્યા ત્યાં સુધી સતત રચના કરી ને કાવ્ય, નવલિકા, નિબંધ, નવલકથા, વિવેચન દ્વારા બહુમુખી પ્રતિભાનો પરિચય આપ્યો. 1961માં ‘પ્રત્યંચા’ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો ત્યારે એમાં એમણે એક વિલક્ષણ ને મહત્ત્વનું વિધાન કર્યું : “આનો પુરોગામી કાવ્યસંગ્રહ ‘ઉપજાતિ’ હવેથી રદ ગણવો.” | આઠ વર્ષની ઉંમરે ‘બાલજીવન’માં કવિતા છપાવી. એમણે કહ્યું છે કે મેં ચોરીછૂપીથી કવિતા છપાવી હતી. મારા દાદા જેઓ શિક્ષક હતા તેમણે આ જાણ્યું ત્યારે મને થપ્પડ મારીને અટકાવવાનો પ્રયત્ન કર્યો. તેમના મતે એ પ્રવૃત્તિ સલામતી વિરુદ્ધની હતી. પરંતુ પાછળથી તેઓ તેમણે લખેલી રચનાઓ મને સુધારવા આપતા. એ રીતે મને સુસજ્જ કર્યો. ત્યારથી સુરેશ જોષીએ પોતે જીવ્યા ત્યાં સુધી સતત રચના કરી ને કાવ્ય, નવલિકા, નિબંધ, નવલકથા, વિવેચન દ્વારા બહુમુખી પ્રતિભાનો પરિચય આપ્યો. 1961માં ‘પ્રત્યંચા’ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો ત્યારે એમાં એમણે એક વિલક્ષણ ને મહત્ત્વનું વિધાન કર્યું : “આનો પુરોગામી કાવ્યસંગ્રહ ‘ઉપજાતિ’ હવેથી રદ ગણવો.” | ||
‘જનાન્તિકે’ નિબંધસંગ્રહ માટે એમને નર્મદચંદ્રક એનાયત થયો. સમગ્ર સાહિત્યસર્જન માટે રણજિતરામ સુવર્ણચંદ્રક. 1984માં ‘ચિન્તયામિ મનસા’ વિવેચનસંગ્રહ માટે નવી દિલ્હીની સાહિત્ય અકાદમીએ સુરેશ જોષીને એવૉર્ડ આપવાનું જાહેર કર્યું ત્યારે એમણે એ સ્વીકારવાની ના પાડી. એમ કહીને કે “પ્રામાણિકપણે કહું તો એને એવૉર્ડને લાયક હું તો ગણું નહીં.” યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને એમની નેશનલ લેક્ચરર તરીકે નિમણૂક કરી, પરંતુ તેની જાહેરાત થાય એ પહેલાં જ 6-9-1986ના શનિવારે, રાતે 9-40 વાગ્યે કિડનીની બીમારીથી નડિયાદમાં તેમનું અવસાન થયું. | ‘જનાન્તિકે’ નિબંધસંગ્રહ માટે એમને નર્મદચંદ્રક એનાયત થયો. સમગ્ર સાહિત્યસર્જન માટે રણજિતરામ સુવર્ણચંદ્રક. 1984માં ‘ચિન્તયામિ મનસા’ વિવેચનસંગ્રહ માટે નવી દિલ્હીની સાહિત્ય અકાદમીએ સુરેશ જોષીને એવૉર્ડ આપવાનું જાહેર કર્યું ત્યારે એમણે એ સ્વીકારવાની ના પાડી. એમ કહીને કે “પ્રામાણિકપણે કહું તો એને એવૉર્ડને લાયક હું તો ગણું નહીં.” યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને એમની નેશનલ લેક્ચરર તરીકે નિમણૂક કરી, પરંતુ તેની જાહેરાત થાય એ પહેલાં જ 6-9-1986ના શનિવારે, રાતે 9-40 વાગ્યે કિડનીની બીમારીથી નડિયાદમાં તેમનું અવસાન થયું. | ||
=== [[આત્મપરિચય]] — સંકલન: શિરીષ પંચાલ === | |||
=== સુરેશ જોષી -મારી નજરે / સુમન શાહ === | === સુરેશ જોષી -મારી નજરે / સુમન શાહ === | ||
| Line 81: | Line 85: | ||
મને ખાતરી છે કે he loved me. અને એને હું મારી કારકિર્દીનું મહામૂલું સંભારણું ગણું છું. | મને ખાતરી છે કે he loved me. અને એને હું મારી કારકિર્દીનું મહામૂલું સંભારણું ગણું છું. | ||

સુરેશભાઈને મેં કલામર્મજ્ઞ કહ્યા છે. સાહિત્યકલાના કેટલાક મર્મ મારું માનવું છે કે આપણે ત્યાં, એ પહેલાં, એટલી સારી રીતે ન્હૉતા ખૂલ્યા. | સુરેશભાઈને મેં કલામર્મજ્ઞ કહ્યા છે. સાહિત્યકલાના કેટલાક મર્મ મારું માનવું છે કે આપણે ત્યાં, એ પહેલાં, એટલી સારી રીતે ન્હૉતા ખૂલ્યા. | ||
| Line 87: | Line 91: | ||
જેમકે — | જેમકે — | ||
૧ : સાહિત્યને આપણે એક સાંસ્કૃતિક આવિષ્કાર કહેતા આવ્યા છીએ, બ્રૉડ સેન્સમાં એ સાચું છે પણ એથી કરીને સાહિત્યકલાની પોતાની વિશેષતા પર કશો પ્રકાશ નથી પડતો. આપણામાંના ઘણા વિદ્વાનો એમ જ કહેતા કે સાહિત્ય જીવનનું પ્રતિબિમ્બ છે, રીફ્લૅક્શન છે, રીપ્રેઝન્ટેશન છે. પણ એનું કઢંગું પરિણામ એ આવેલું કે લેખકોથી જીવનની બિલકુલ જ નજીક રહીને લખવાનું ચાલ્યા કરેલું - ઇટ વૉઝ અ સોર્ટ ઑફ કૉપિઇન્ગ, અ કાઇન્ડ ઑફ ટ્રાન્સલેશન, ઑર રીપોર્તાજ. | ૧ : | ||
સાહિત્યને આપણે એક સાંસ્કૃતિક આવિષ્કાર કહેતા આવ્યા છીએ, બ્રૉડ સેન્સમાં એ સાચું છે પણ એથી કરીને સાહિત્યકલાની પોતાની વિશેષતા પર કશો પ્રકાશ નથી પડતો. આપણામાંના ઘણા વિદ્વાનો એમ જ કહેતા કે સાહિત્ય જીવનનું પ્રતિબિમ્બ છે, રીફ્લૅક્શન છે, રીપ્રેઝન્ટેશન છે. પણ એનું કઢંગું પરિણામ એ આવેલું કે લેખકોથી જીવનની બિલકુલ જ નજીક રહીને લખવાનું ચાલ્યા કરેલું - ઇટ વૉઝ અ સોર્ટ ઑફ કૉપિઇન્ગ, અ કાઇન્ડ ઑફ ટ્રાન્સલેશન, ઑર રીપોર્તાજ. | |||
સુરેશભાઈએ જ્યારે form-નો આગ્રહ આગળ કર્યો ત્યારે સાહિત્યકલા રૂપાન્તરણ છે, ટ્રાન્સફર્મેશન છે, એ હકીકત પર પ્રકાશ પડ્યો. સમજાયું કે જીવન તો સામગ્રી છે. એ પર કામ કરીને એને નવ્ય રૂપ આપવું એ કવિકર્મ છે. એમને માત્રરૂપવાદી કે આકારવાદી ગણનારાઓ આ મર્મને ન્હૉતા પામી શક્યા. | સુરેશભાઈએ જ્યારે form-નો આગ્રહ આગળ કર્યો ત્યારે સાહિત્યકલા રૂપાન્તરણ છે, ટ્રાન્સફર્મેશન છે, એ હકીકત પર પ્રકાશ પડ્યો. સમજાયું કે જીવન તો સામગ્રી છે. એ પર કામ કરીને એને નવ્ય રૂપ આપવું એ કવિકર્મ છે. એમને માત્રરૂપવાદી કે આકારવાદી ગણનારાઓ આ મર્મને ન્હૉતા પામી શક્યા. | ||
| Line 141: | Line 146: | ||
મારે સૂચવવું છે એમ કે પશ્ચિમનું કહો કે વિશ્વનું સાહિત્ય કહો, એનું એક ગુજરાતી થાણું સુરેશભાઈએ ઊભું કર્યું. ‘ઘરદીવડા શા ખોટા’ જેવા સીમિત ખયાલોથી મુક્ત થવા સૂચવ્યું અને વિશ્વસાહિત્યની ક્ષિતિજો બતાવી. આજે એ ક્ષિતિજો અળપાઈ ગઈ છે. એ વાતનું દુ:ખ જેણે એ ક્ષિતિજોને વિસ્તરતી જોઈ હોય તેને તો થાય કે નહીં? | મારે સૂચવવું છે એમ કે પશ્ચિમનું કહો કે વિશ્વનું સાહિત્ય કહો, એનું એક ગુજરાતી થાણું સુરેશભાઈએ ઊભું કર્યું. ‘ઘરદીવડા શા ખોટા’ જેવા સીમિત ખયાલોથી મુક્ત થવા સૂચવ્યું અને વિશ્વસાહિત્યની ક્ષિતિજો બતાવી. આજે એ ક્ષિતિજો અળપાઈ ગઈ છે. એ વાતનું દુ:ખ જેણે એ ક્ષિતિજોને વિસ્તરતી જોઈ હોય તેને તો થાય કે નહીં? | ||

જે શબ્દમાં કળાબળ હોય છે એની પાસે કાળબળ પાછું પડી જાય છે. એ શબ્દનાં આસ્વાદન, ભાવન અને અધ્યયનથી જ સંસારમાં સાહિત્યકલા ટકી છે. એ અર્થમાં માનવસંસ્કૃતિ માં સાહિત્યકલા એક ગ્રાન્ડ નૅરેટિવ બની રહે છે -નિરન્તર વિકસીને અખિલ રૂપ પામતી સાહિત્યવારતા. | જે શબ્દમાં કળાબળ હોય છે એની પાસે કાળબળ પાછું પડી જાય છે. એ શબ્દનાં આસ્વાદન, ભાવન અને અધ્યયનથી જ સંસારમાં સાહિત્યકલા ટકી છે. એ અર્થમાં માનવસંસ્કૃતિ માં સાહિત્યકલા એક ગ્રાન્ડ નૅરેટિવ બની રહે છે -નિરન્તર વિકસીને અખિલ રૂપ પામતી સાહિત્યવારતા. | ||
| Line 172: | Line 177: | ||
સ્વીકારો કે છેલ્લા દાયકાઓમાં સુરેશશબ્દ અને એમના સાહિત્યવિચારના સ્ફુલ્લિંગો રૂપે જ બધું વિસ્તર્યું છે. | સ્વીકારો કે છેલ્લા દાયકાઓમાં સુરેશશબ્દ અને એમના સાહિત્યવિચારના સ્ફુલ્લિંગો રૂપે જ બધું વિસ્તર્યું છે. | ||
મોટી યાદી બનાવી શકાય : | '''મોટી યાદી બનાવી શકાય:''' | ||
— આપણે સૌ સમકાલીનો સર્જન, ભાવન, આસ્વાદન અને વિવેચનની જ્ઞાત-અજ્ઞાત એ જ ભૂમિકા પર ઊભા છે, જે સુરેશસિદ્ધાન્ત વડે ઘડાયેલી. | |||
— તદનુસાર, આપણે રસ, આનન્દ, કલા અને સૌન્દર્ય વડે રુચિના ઘડતરના આગ્રહી બન્યા છીએ. | — તદનુસાર, આપણે રસ, આનન્દ, કલા અને સૌન્દર્ય વડે રુચિના ઘડતરના આગ્રહી બન્યા છીએ. | ||
| Line 221: | Line 226: | ||
સુરેશભાઈ પાસેથી વ્યવહારુ ધોરણે જો કંઈ શીખવું હોય ને, તો તે છે, સાહિત્યપદાર્થનું અહર્નિશ સેવન : વાચન કર -મનન કર -લેખન કર -વ્યાખ્યાન કર. જેની પાસેથી આવું માતબર અને પાયાનું શીખી શકાય એવો પણ કોઈ પાક્યો નથી. | સુરેશભાઈ પાસેથી વ્યવહારુ ધોરણે જો કંઈ શીખવું હોય ને, તો તે છે, સાહિત્યપદાર્થનું અહર્નિશ સેવન : વાચન કર -મનન કર -લેખન કર -વ્યાખ્યાન કર. જેની પાસેથી આવું માતબર અને પાયાનું શીખી શકાય એવો પણ કોઈ પાક્યો નથી. | ||
{{Right|(July 7, 2021 : USA)}}

== સુરેશ જોષીની કૃતિઓ == | == સુરેશ જોષીની કૃતિઓ == | ||
===  ક. મૌલિક === | ===  ક. મૌલિક === | ||
| Line 263: | Line 248: | ||
# [[છિન્નપત્ર]] : ક્ષિતિજ, વડોદરા, 1969; બુટાલા પ્રકાશન, વડોદરા, 1973 | # [[છિન્નપત્ર]] : ક્ષિતિજ, વડોદરા, 1969; બુટાલા પ્રકાશન, વડોદરા, 1973 | ||
# [[મરણોત્તર]] : બુટાલા પ્રકાશન, 1973 | # [[મરણોત્તર]] : બુટાલા પ્રકાશન, 1973 | ||
# [[ | # [[કથાચક્ર]] : કથાચક્ર | ||
# [[વિદુલા]] : વિદુલા | |||
==== નિબંધ ==== | ==== નિબંધ ==== | ||
# [[જનાન્તિકે]] : સ્વાતિ પ્રકાશન, મુંબઈ, 1965; સુવાસિત પ્રકાશન, સુરત, 1979 | # [[જનાન્તિકે]] : સ્વાતિ પ્રકાશન, મુંબઈ, 1965; સુવાસિત પ્રકાશન, સુરત, 1979 | ||
# [[ઇદમ્ સર્વમ્]] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1971 | # [[ઇદમ્ સર્વમ્]] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1971 | ||
# [[અહો બત | # [[અહો બત કિમ્ આશ્ચર્યમ્]] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1976 | ||
# [[રમ્યાણિ વીક્ષ્ય]] : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1987 | # [[રમ્યાણિ વીક્ષ્ય]] : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1987 | ||
# [[પ્રથમ પુરુષ એકવચન]] : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1979 | # [[પ્રથમ પુરુષ એકવચન]] : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1979 | ||
| Line 279: | Line 265: | ||
# [[કથોપકથન]] : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1969 | # [[કથોપકથન]] : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1969 | ||
# [[કાવ્યચર્ચા]] : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1971 | # [[કાવ્યચર્ચા]] : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1971 | ||
# [[ | # [[શૃણ્વન્તુ]] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972 | ||
# [[અરણ્યરુદન]] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972 | # [[અરણ્યરુદન]] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972 | ||
# [[ચિન્તયામિ મનસા]] : સદ્ભાવ પ્રકાશન, અમદાવાદ, 1982 | # [[ચિન્તયામિ મનસા]] : સદ્ભાવ પ્રકાશન, અમદાવાદ, 1982 | ||
# [[ | # [[અષ્ટમોઅધ્યાય]] : સદ્ભાવ પ્રકાશન, અમદાવાદ, 1983 | ||
==== સંશોધન ==== | ==== સંશોધન ==== | ||