– અને ભૌમિતિકા/તમે ટહુક્યાં ને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તમે ટહુક્યાં ને...}} <poem> તમે ટહુક્યાં ને આભ મને ઓછું પડ્યું... ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે આખું ગગન મારું ઝોલે ચડ્યું. લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ જેમ ઊજળી કો’ સારસની જોે...")
(No difference)

Revision as of 18:54, 19 January 2024


તમે ટહુક્યાં ને...

તમે ટહુક્યાં ને આભ મને ઓછું પડ્યું...
ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું.
લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ
જેમ ઊજળી કો’ સારસની જોેડ,
પાંખનો હેલાર લઈ પાંપણિયે, ઉર મારું
વાંસળીને જોડ માંડે હોડ.
તરસ્યા હરણાની તમે પરખી આરત
ગીત છેડ્યું કે કુંજમાંથી ઝરણું દડ્યું.
મોરના તે પીંછામાં વગડાની આંખ લઈ
નીરખું નીરખું ન કોઈ ક્યાંય,
એવી વનરાઈ હવે ફાલી, સોનલ
ક્યાંય તડકાની લ્હાય નહીં ઝાંય.
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાંય
વન આખું યે લીલેરા બોલે મઢ્યું.

૨૮-૧૧-૧૯૬૮