ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કલ્પેશ પટેલ/સહી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} સસરાજી દશ વર્ષથી સરપંચપણું કરતા’તા. આ વખતેય એમને સરપંચ બનવું...")
 
No edit summary
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સહી | કલ્પેશ પટેલ}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/3/31/EKATRA_DARSHNA_SAHI.mp3
}}
<br>
સહી • કલ્પેશ પટેલ • ઑડિયો પઠન: દર્શના જોશી
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
સસરાજી દશ વર્ષથી સરપંચપણું કરતા’તા. આ વખતેય એમને સરપંચ બનવું’તું. પણ મહિલા સીટ આવી એટલે મને આગળ કરી. હું તો ના જ પાડતી’તી. સસરાજી ન માન્યા પણ! ઘેરથી પટલાઈ જતી રહે તો મૂછ નીચી પડી જાય ને પાછી! તોય હું તૈયાર ન થાત. પણ, એમણે ભેગા કુંવરનેય ભેળવ્યા, મારા વરને તો વળી ગતિ જ ક્યાં હતી? બાપા કહે એટલાં ડગલાં ભરે. બે-ચાર દહાડા તો મેં પાછળ જ ફેરવ્યા. પણ પછી દયા આવી એટલે ‘મરશેં’ કહી સહી કરી આપી. બાકી, મને છેક લગી એ વાત કઠતી’તી કે મારે નામે કોઈ બીજું શાનું વહીવટ કરે? નામનો મહિમાય જેવો-તેવો નથી પણ! બીજે જ દિવસે પાણી ભરવા ગઈ તો કંકુ ડોશી મળ્યાં. મને કહે: ‘હાંભળ્યું કે, તું ચૂંટણી લડં છં, વહું?’ મેં હા પાડી તો કહે, ‘તારામાં જ થપ્પો મારીશ પણ સરપંચ થઈને કાંક કરી દેખાડજે પાછી! તારા હાહરાએ તો દહ વરહ ઓટલા તોડ્યા છં, ગોંમના!’ હું હસી જ પડી, ડોશીને ઓછું કહેવાય કે, મારું તો નામ છે બસ! વહીવટ તો એ ના એ સસરાજી… ને એ નહિ તો એમના પાટવી કુંવર કરવાના!…

Line 28: Line 45:
સ્વાતંત્ર્ય-દિનની સવારે પૂછ્યું — ‘હું આવું?’ તાજા જ સીવડાવેલા ઝબ્બા-લેંઘામાં વર તો અદ્દલ નેતા જેવા દેખાતા હતા. મારી સામે કતરાતી આંખે જોઈ બોલ્યા — ‘તારે જવું હોય તો હું મરવા દઉં પછી!’
સ્વાતંત્ર્ય-દિનની સવારે પૂછ્યું — ‘હું આવું?’ તાજા જ સીવડાવેલા ઝબ્બા-લેંઘામાં વર તો અદ્દલ નેતા જેવા દેખાતા હતા. મારી સામે કતરાતી આંખે જોઈ બોલ્યા — ‘તારે જવું હોય તો હું મરવા દઉં પછી!’

— હું એમ નથી કહેતી. આપણે સાથે જ જઈએ!… એમની આંકોમાં પશુનું ખૂન્નસ ઊભરી આવ્યું — ‘આખા ગોંમ વચીં નેંચો દેખાડવો છં મનં? કોંમે વળ છોંનીમોંની! બૈરાં પંચાત કૂટશીં તો ભાયડા ચ્યાં જશીં?’… ગયા. મેંય ન વાળ્યું પછી. નહિ જાઉં તોય શું ખાટું-મોળું થઈ જવાનું છે? નહાઈને બહાર આવી ત્યાં જ બે છોકરીઓ આવી — ‘બેન તમને બોલાવે!’
— હું એમ નથી કહેતી. આપણે સાથે જ જઈએ!… એમની આંખોમાં પશુનું ખૂન્નસ ઊભરી આવ્યું — ‘આખા ગોંમ વચીં નેંચો દેખાડવો છં મનં? કોંમે વળ છોંનીમોંની! બૈરાં પંચાત કૂટશીં તો ભાયડા ચ્યાં જશીં?’… ગયા. મેંય ન વાળ્યું પછી. નહિ જાઉં તોય શું ખાટું-મોળું થઈ જવાનું છે? નહાઈને બહાર આવી ત્યાં જ બે છોકરીઓ આવી — ‘બેન તમને બોલાવે!’

— તબિયત ઠીક નથી. નહિ તો આવત!
— તબિયત ઠીક નથી. નહિ તો આવત!

— બેને કહ્યું છે ને કે દશ મિનિટ માટેય આવો! જોખમ જાણતી’તી. પણ આગ્રહ સામે ઝૂકી જ જવાયું. ‘જાઓ આવું છું. તમ સરખા ગલગોટા બોલાવે ને ન આવું?’ બનતી ત્વરાએ તૈયાર થઈને ગઈ. શાળામાં અરધું ગામ તો હશે જ. મોટાભાગના તો પુરુષો જ પણ! સૌની નજરોથી વીંધાતી હું મંચ પાસે ગઈ. મને જોઈ મારા વર અંદરથી ધૂંધવાઈ ગયા હશે. બધાંની હાજરામાં શું કરે પણ? તોય મેં તરલિકાબહેનને કહી જોયું — ‘એમને હાથે ધ્વજવંદન કરાવો તો સારું!’ આચાર્ય પણ એવું જ ઇચ્છતા હોય એવું લાગ્યું. બેન ન માન્યાં પણ! રોકડો સવાલ! ‘સરપંચ તમે છો કે કાંતિભાઈ?…’ મૂંઝાઈને બેઠી રહી. સાચું કહી દેતાં સંકોચ નડતો’તો. બહેન કેવું ધારે?… એટલે પછી હિંમત રાખી ધ્વજવંદન કરાવ્યું. તરલિકાબહેને મારો પરિચય આપ્યો. હું આવડ્યું એવું બોલી. મને આવેલી જોઈ થોડીએક સ્ત્રીઓ વરંડા પાસે આવી ઊભેલી. બેને એમને અંદર બોલાવી. સંકોચાતી એ આવી. મને એથી સારું લાગ્યું. અચાનક જ મારી નજર પુરુષોની બેઠક ભણી ગઈ. મારા વર નહોતા! સહન ન જ થયું ને આખરે!… કાર્યક્રમ સરસ ચાલતો’તોપણ મન જ ન લાગ્યું. બેનની રજા લઈ ઘેર આવી. ભરી બંદૂકે તૈયાર હતા.
— બેને કહ્યું છે ને કે દશ મિનિટ માટેય આવો! જોખમ જાણતી’તી. પણ આગ્રહ સામે ઝૂકી જ જવાયું. ‘જાઓ આવું છું. તમ સરખા ગલગોટા બોલાવે ને ન આવું?’ બનતી ત્વરાએ તૈયાર થઈને ગઈ. શાળામાં અરધું ગામ તો હશે જ. મોટાભાગના તો પુરુષો જ પણ! સૌની નજરોથી વીંધાતી હું મંચ પાસે ગઈ. મને જોઈ મારા વર અંદરથી ધૂંધવાઈ ગયા હશે. બધાંની હાજરામાં શું કરે પણ? તોય મેં તરલિકાબહેનને કહી જોયું — ‘એમને હાથે ધ્વજવંદન કરાવો તો સારું!’ આચાર્ય પણ એવું જ ઇચ્છતા હોય એવું લાગ્યું. બેન ન માન્યાં પણ! રોકડો સવાલ! ‘સરપંચ તમે છો કે કાંતિભાઈ?…’ મૂંઝાઈને બેઠી રહી. સાચું કહી દેતાં સંકોચ નડતો’તો. બહેન કેવું ધારે?… એટલે પછી હિંમત રાખી ધ્વજવંદન કરાવ્યું. તરલિકાબહેને મારો પરિચય આપ્યો. હું આવડ્યું એવું બોલી. મને આવેલી જોઈ થોડીએક સ્ત્રીઓ વરંડા પાસે આવી ઊભેલી. બેને એમને અંદર બોલાવી. સંકોચાતી એ આવી. મને એથી સારું લાગ્યું. અચાનક જ મારી નજર પુરુષોની બેઠક ભણી ગઈ. મારા વર નહોતા! સહન ન જ થયું ને આખરે!… કાર્યક્રમ સરસ ચાલતો’તો પણ મન જ ન લાગ્યું. બેનની રજા લઈ ઘેર આવી. ભરી બંદૂકે તૈયાર હતા.

— બૈરાની જાત જ સાલી નપાવટ! આખા ગોં વચીં આબરૂ કાઢી મારી!
— બૈરાની જાત જ સાલી નપાવટ! આખા ગોમ વચીં આબરૂ કાઢી મારી!

— તમારી આબરૂ જાય એવું મેં શું કરી નાખ્યું?
— તમારી આબરૂ જાય એવું મેં શું કરી નાખ્યું?
Line 84: Line 101:
— ચ્યમ?
— ચ્યમ?

— આવો આક્ષેપ મૂક્યામાં તો આપણે જેલના સળિયા ગણવા પડે. આ તો સરકારી કર્મચારી. પાછી સ્ત્રી!
— આવો આક્ષેપ મૂકવામાં તો આપણે જેલના સળિયા ગણવા પડે. આ તો સરકારી કર્મચારી. પાછી સ્ત્રી!

— માદરબખત! હામું ચપચપ બોલે એટલા ખાતર તને સરપંચ બનાઈ’તી? બરડા પર વાગેલો મુક્કો એવો જોરુકો હતો કે હું તો બેવડ વળી ગઈ!
— માદરબખત! હામું ચપચપ બોલે એટલા ખાતર તને સરપંચ બનાઈ’તી? બરડા પર વાગેલો મુક્કો એવો જોરુકો હતો કે હું તો બેવડ વળી ગઈ!
Line 110: Line 127:
મારા સંકલ્પો બરફ જેમ ઑગળતા કળાયા. હું… મારું ઘર… પિયર… સંતાનો… ગોળ ને મારી આબરૂ… મેં પેન લેવા માટે ધ્રૂજતો હાથ લંબાવ્યો.
મારા સંકલ્પો બરફ જેમ ઑગળતા કળાયા. હું… મારું ઘર… પિયર… સંતાનો… ગોળ ને મારી આબરૂ… મેં પેન લેવા માટે ધ્રૂજતો હાથ લંબાવ્યો.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પૂજા તત્સત્/એક મેઇલ|એક મેઇલ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કલ્પેશ પટેલ/કાઠું વરહ|કાઠું વરહ]]
}}

Navigation menu