8,009
edits
No edit summary |
No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પીઠીનું પડીકું | પન્નાલાલ પટેલ}} | {{Heading|પીઠીનું પડીકું | પન્નાલાલ પટેલ}} | ||
પાંજરામાં ઊભેલા એ જુવાન ગુનેગારની લાંબી તપાસ પછી ભાતીગળ રેશમી (!) રૂમાલે બાંધેલી પોટલી ચીંધતાં ન્યાયાધીશે વળી સવાલ કર્યો: ‘એ તો બધું ઠીક, પણ આ રૂમાલમાં શું બાંધ્યું છે | |||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/0/00/PALAK_PITHI_NU_PADIKU.mp3 | |||
}} | |||
<br> | |||
પીઠીનું પડીકું • પન્નાલાલ પટેલ • ઑડિયો પઠન: પલક જાની | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | |||
પાંજરામાં ઊભેલા એ જુવાન ગુનેગારની લાંબી તપાસ પછી ભાતીગળ રેશમી (!) રૂમાલે બાંધેલી પોટલી ચીંધતાં ન્યાયાધીશે વળી સવાલ કર્યો: ‘એ તો બધું ઠીક, પણ આ રૂમાલમાં શું બાંધ્યું છે ’લ્યાં?’ | |||
જુવાન એ પોટલી સામે ક્ષણભર તાકી રહ્યો. ન્યાયાધીશનેય દેખાય એટલા જોરથી શ્વાસ લેતાં જાણે સ્વગત બબડતો હોય તેમ એણે કહ્યું: ‘એ પોટલીની જ તો આ બધી રામાયણ છે, સાહેબ!’ | જુવાન એ પોટલી સામે ક્ષણભર તાકી રહ્યો. ન્યાયાધીશનેય દેખાય એટલા જોરથી શ્વાસ લેતાં જાણે સ્વગત બબડતો હોય તેમ એણે કહ્યું: ‘એ પોટલીની જ તો આ બધી રામાયણ છે, સાહેબ!’ | ||
Line 21: | Line 37: | ||
અને સાચે જ એની નજર સામે એ મેઘલી સાંજ આબેહૂબ ખડી થઈ રહી; નદી આસપાસનાં ખખડધજ ઝાડ ઉપર જાણે લળીઢળી જતી શ્રાવણની વાદળીઓ, કોઈ ભરી, તો કોઈ ઠાલી, કોઈ વરસતી તો કોઈ વરસ્યા વની! વહી રહેલાં નદીનાં નીર પણ કોઈ નીતર્યાં હતાં તો કોઈ વળી ભૂખરા રંગનાં— | અને સાચે જ એની નજર સામે એ મેઘલી સાંજ આબેહૂબ ખડી થઈ રહી; નદી આસપાસનાં ખખડધજ ઝાડ ઉપર જાણે લળીઢળી જતી શ્રાવણની વાદળીઓ, કોઈ ભરી, તો કોઈ ઠાલી, કોઈ વરસતી તો કોઈ વરસ્યા વની! વહી રહેલાં નદીનાં નીર પણ કોઈ નીતર્યાં હતાં તો કોઈ વળી ભૂખરા રંગનાં— | ||
જુવાન ક્ષણેક થંભ્યો ન થંભ્યો ને આગળ ચલાવ્યું: ‘નદીને સામે કાંઠે આખો દન ભાઠોડ | જુવાન ક્ષણેક થંભ્યો ન થંભ્યો ને આગળ ચલાવ્યું: ‘નદીને સામે કાંઠે આખો દન ભાઠોડ ખેડ્યા પછી દન આથમતા પે’લાં મેં બળદોની ખાંધે હળ ચઢાવ્યું ને ઘેર જવા નીકળ્યો. મારા ગામના ઢોર નદીના સામે કાંઠે નીકળી ગયાં’તાં ને પડોશી ગામનાં ઢોર અડધાં નદીમાં હતાં ને અડધાં આ કાંઠે હતાં. એ વખતે હુંય મારી નેગોળ (બળદોની કાંધે ચઢાવેલું હળ) સાથે કાંઠે જઈ પોંચ્યો, સાહેબ. | ||
‘બેય ગામ છે તો જુદા જુદા રાજમાં, સાહેબ, પણ ચઢવા- ઊતરવાનો આ કેડો ભેગો જ છે. એટલે મને થયું કે આ ઢોર ઊતરી જાય પછી હું નેંગોળ પાણીમાં ઉતારું. | ‘બેય ગામ છે તો જુદા જુદા રાજમાં, સાહેબ, પણ ચઢવા- ઊતરવાનો આ કેડો ભેગો જ છે. એટલે મને થયું કે આ ઢોર ઊતરી જાય પછી હું નેંગોળ પાણીમાં ઉતારું. | ||
Line 35: | Line 51: | ||
‘પણ આગળ તો ઘણો વધ્યો સાહેબ, પણ પાણીની તાણ જોઈને પગ આગળ ને જીવ પાછળ. અડધી નદીએ ગયો ને પેલીએ મેલ્યું પડતું પાણીમાં. શરૂશરૂમાં તો એને તરતી જોઈને હું મારા દોઢડહાપણ ઉપર શરમાઈ ગયો, હોં સાહેબ! પણ અડધે આવી ને– આડે વાયરે જેમ પીછાં ભરેલા મોરની દશા થાય એમ એનીય થવા માંડી. ને પછી તો માંડી તણાવા. મને થયું કે કાં તો અમથી કરતી હોય ને હું એને ઉગારી લેવા દોડું તો કાં તો મારે પછી બનવા વખત આવે. | ‘પણ આગળ તો ઘણો વધ્યો સાહેબ, પણ પાણીની તાણ જોઈને પગ આગળ ને જીવ પાછળ. અડધી નદીએ ગયો ને પેલીએ મેલ્યું પડતું પાણીમાં. શરૂશરૂમાં તો એને તરતી જોઈને હું મારા દોઢડહાપણ ઉપર શરમાઈ ગયો, હોં સાહેબ! પણ અડધે આવી ને– આડે વાયરે જેમ પીછાં ભરેલા મોરની દશા થાય એમ એનીય થવા માંડી. ને પછી તો માંડી તણાવા. મને થયું કે કાં તો અમથી કરતી હોય ને હું એને ઉગારી લેવા દોડું તો કાં તો મારે પછી બનવા વખત આવે. | ||
‘પણ એને તણાતી જોઈ મારો જીવ ન ચાલ્યો ને, ‘બનવા વખત આવે તો | ‘પણ એને તણાતી જોઈ મારો જીવ ન ચાલ્યો ને, ‘બનવા વખત આવે તો આવે ત્યારે,’ આમ કરીને મેં પણ મેલી વે’ણમાં કાયા વે’તી!’ | ||
અહીંયાં જુવાને એની જીભને પણ લગભગ વહેતી જ મૂકી દીધી હતી— મુકાઈ ગઈ હતી: ‘ઘડીકમાં તો લગોલગ સાહેબ, એ દુઃખમાંય મારાથી | અહીંયાં જુવાને એની જીભને પણ લગભગ વહેતી જ મૂકી દીધી હતી— મુકાઈ ગઈ હતી: ‘ઘડીકમાં તો લગોલગ સાહેબ, એ દુઃખમાંય મારાથી પૂછી જવાયું: ‘કેમ માછલી! ઘેર આવવું છે કે જવું છે બારોબાર દરિયામાં?’ ત્યાં તો જવાબ આપવાને બદલે એ મને વળગી જ પડી, સાહેબ. | ||
‘પેલી | ‘પેલી કે’વતમાં કહ્યું છે કે, ‘મરતું મારે ને ડૂબતું ડુબાડે’ એ હિસાબે હું ચેતતો તો હતો જ, સાહેબ, ને મેં એને ચપ દેતીકને કેડમાંથી પકડીને બગલમાં દબાવી દીધી, ને સાહેબ—’ | ||
અહીં એણે જીભને ભલે પકડી લીધી, બાકી ભીતરમાં તો શરણાઈ ચાલુ જ હતી: ‘એ તો ભગવાન જાણે કે હું એને ભીડતો હતો કે મને બાથમાં ઘાલી રહેતી એ ‘માછલી’ મને ભીંસતી હતી! વળી એનીય ખબર ન હતી સાહેબ, કે એ તો પાણી કાપતા મારા અંગનું જ એવડું બળ હતું કે પછી જળદેવતાએ એની તાણ જ ઓછી કરી લીધી હતી!’ | અહીં એણે જીભને ભલે પકડી લીધી, બાકી ભીતરમાં તો શરણાઈ ચાલુ જ હતી: ‘એ તો ભગવાન જાણે કે હું એને ભીડતો હતો કે મને બાથમાં ઘાલી રહેતી એ ‘માછલી’ મને ભીંસતી હતી! વળી એનીય ખબર ન હતી સાહેબ, કે એ તો પાણી કાપતા મારા અંગનું જ એવડું બળ હતું કે પછી જળદેવતાએ એની તાણ જ ઓછી કરી લીધી હતી!’ | ||
Line 47: | Line 63: | ||
અને મૂક્યા પછી જે રીતે ઓશિંગણભરી કીકી, એની સામે ટીકી રહી હતી એ તો આ ભરી કોર્ટમાંય જુવાન જાણે આબેહૂબ જોઈ રહ્યો હતો. તો પોતેય ક્યાં એ ભિંજાયેલાં કૂણાં કૂણાં અંગ-પ્રત્યંગ તરફ આંધળો નહોતો બની ગયો? પાણીભર્યાં એ કપડાં ને અંગ જોઈ એવું લાગતું, જાણે પાણી નહિ પણ ભગવાને નરી ‘મોહિની’ છાંટી! | અને મૂક્યા પછી જે રીતે ઓશિંગણભરી કીકી, એની સામે ટીકી રહી હતી એ તો આ ભરી કોર્ટમાંય જુવાન જાણે આબેહૂબ જોઈ રહ્યો હતો. તો પોતેય ક્યાં એ ભિંજાયેલાં કૂણાં કૂણાં અંગ-પ્રત્યંગ તરફ આંધળો નહોતો બની ગયો? પાણીભર્યાં એ કપડાં ને અંગ જોઈ એવું લાગતું, જાણે પાણી નહિ પણ ભગવાને નરી ‘મોહિની’ છાંટી! | ||
અને એણે ને સાહેબથી અધૂરી મૂકેલી વાત આ રીતે જોડી લીધી: પણ એને કાંઠે ઉતારીને હું જેવો પગ ઉપાડવા જઉં છું એવું જ એણે | અને એણે ને સાહેબથી અધૂરી મૂકેલી વાત આ રીતે જોડી લીધી: પણ એને કાંઠે ઉતારીને હું જેવો પગ ઉપાડવા જઉં છું એવું જ એણે સટ કરતુંક ને મારું કાંડું પકડી લીધું, કે’છે: ‘આનો બદલો?’ | ||
‘આંસુથી ડબડબી ગયેલી એની આંખો જોઈને હુંય ઘડીકભર તો વિચારમાં પડી ગયો, સાહેબ. કાંઠે ચડીને અમને જોતા ને વાત સાંભળતા હોય તેમ પાછળ કાન રાખીને બળદ ઊભા હતા તોય હું એની આગળ જૂઠું બોલ્યો હોં સાહેબ, ‘અરે ભાઈ, તું મેલી દે ને. પેલા બળદ ક્યાંય ભેળણ કરશે કે હળ ભાંગી નાખશે. ને—’ | ‘આંસુથી ડબડબી ગયેલી એની આંખો જોઈને હુંય ઘડીકભર તો વિચારમાં પડી ગયો, સાહેબ. કાંઠે ચડીને અમને જોતા ને વાત સાંભળતા હોય તેમ પાછળ કાન રાખીને બળદ ઊભા હતા તોય હું એની આગળ જૂઠું બોલ્યો હોં સાહેબ, ‘અરે ભાઈ, તું મેલી દે ને. પેલા બળદ ક્યાંય ભેળણ કરશે કે હળ ભાંગી નાખશે. ને—’ | ||
Line 93: | Line 109: | ||
લક્ષ્મણ બોલે જતો’તો: ‘મને થયું સાહેબ, કે મારું ધાન છે ને મારે વેચવું છે. એમાં વળી ગુનો શાનો? મને થયું સાહેબ, કે કૉંગ્રેસના રાજમાં સીમાડા ભૂંસી નાખ્યા છે પછી ગુનો ક્યાં? ને આવા આવા વિચારો પછી મેં ગામના વાણિયાને ત્યાંથી સવા પાશેર પીઠીનું પડીકુંય બંધાવી લીધું. | લક્ષ્મણ બોલે જતો’તો: ‘મને થયું સાહેબ, કે મારું ધાન છે ને મારે વેચવું છે. એમાં વળી ગુનો શાનો? મને થયું સાહેબ, કે કૉંગ્રેસના રાજમાં સીમાડા ભૂંસી નાખ્યા છે પછી ગુનો ક્યાં? ને આવા આવા વિચારો પછી મેં ગામના વાણિયાને ત્યાંથી સવા પાશેર પીઠીનું પડીકુંય બંધાવી લીધું. | ||
‘ને સાહેબ, બેસતા વરસની સાંજે લોક ગાયો ભડકાવતું’તું ને મઝા કરતું’તું ત્યારે હું ને મારો નાનો ભાઈ બિચારો ખળામાં કોથળા ભરતા’તા! મને હતું કે આજ તો પેલા ફરતા સિપાઈઓય ઝાયણી કરતા હશે. ને પાછલી રાતના મેં ભગવાનનું નામ લઈને ગાડું જોતરી દીધું. મારો આત્મા ‘ના’ તો કે’તો જ હતો. પણ મેં માન્યું કે આવું કામ કદી કર્યું નથી એટલે કાળજું તો થડકે ઉતાવળું, પણ સાહેબ—’ એનો અવાજ ઢીલો પડી રહ્યો હતો એનુંય એને ભાન કદાચ નહિ હોય. એ તો જાણે ભાંગ પીધી હોય, કશાક કેફમાં હોય તેમ બોલે જતો હતો: ‘જાણે ભગવાન જ | ‘ને સાહેબ, બેસતા વરસની સાંજે લોક ગાયો ભડકાવતું’તું ને મઝા કરતું’તું ત્યારે હું ને મારો નાનો ભાઈ બિચારો ખળામાં કોથળા ભરતા’તા! મને હતું કે આજ તો પેલા ફરતા સિપાઈઓય ઝાયણી કરતા હશે. ને પાછલી રાતના મેં ભગવાનનું નામ લઈને ગાડું જોતરી દીધું. મારો આત્મા ‘ના’ તો કે’તો જ હતો. પણ મેં માન્યું કે આવું કામ કદી કર્યું નથી એટલે કાળજું તો થડકે ઉતાવળું, પણ સાહેબ—’ એનો અવાજ ઢીલો પડી રહ્યો હતો એનુંય એને ભાન કદાચ નહિ હોય. એ તો જાણે ભાંગ પીધી હોય, કશાક કેફમાં હોય તેમ બોલે જતો હતો: ‘જાણે ભગવાન જ રૂઠ્યો હોય એમ – આપણી હદ વટાવું છું, પેલી હદમાં હજુ પૂરો પેઠોય નથી, ને ત્યાં જ બંદૂકની ગોળી સરખો અવાજ સાંભળ્યો: ‘ખડે રો.’ | ||
મારા બધા જ મોતિયા મરી ગયા! પછી તો મેં એ સિપાઈઓને ઘણું ઘણું વીનવ્યા: “ભૂંડા! મારો આટલો ગુનો માફ કરો ને કે’તા હો તો હું ગાડું પાછું ઘર ભેગું કરી દઉં. ભલા ભાઈઓ, જરા વિચાર તો કરો! મારું ધાન ને હું જ લઈ જઉં છું,” ને પછી તો જરા આકરાં વેણ પણ કહ્યાં, સાહેબ: ‘તમે સરકારવાળાઓએ અમને લલચાવવા, ફસાવવા ને લૂંટવા જ પેલા રાજના કરતાં આટલો બધો ઓછો ભાવ રાખ્યો છે.’ પણ આપણું કોણ સાંભળતું હશે, સાહેબ? ઊલટા બે ગોદા ખાધા ને ગાળો તો- પરંતુ અહીં પણ એને ભેંસ આગળ ભાગવત જેવું જ લાગ્યું, અને ગળું સાફ કરતાં ન્યાયાધીશ સામે હાથ જોડીને છેલ્લી વિનંતી કરી જોઈ: ‘અમારું તો ભગવાન વગર બીજું કોઈ સાંભળનાર નથી સાહેબ, એ તો હવે, ચોકના વસી ગયા છે (નક્કી જ છે) કે મારું ગાડું, દાણા ને ચારેય બળદ હરાજ થઈ જશે ને મનેય જેલ મળશે. મારી પાછળ હાથે-પગે થઈ ગયેલાં મારાં ડોશી ને નાનો ભાઈ પણ જીવશે જીવવાનાં હશે તો; પણ મારી આપને – આ બધાય સાહેબોને એક આટલી અરજ છે કે પેલું પડીકું તો આપ – આ પેલો મારો કુટુંબી બેઠો છે એની સાથે પેલી અભાગણી બાઈ ઉપર જરૂર મોકલાવજો ને આટલાં | મારા બધા જ મોતિયા મરી ગયા! પછી તો મેં એ સિપાઈઓને ઘણું ઘણું વીનવ્યા: “ભૂંડા! મારો આટલો ગુનો માફ કરો ને કે’તા હો તો હું ગાડું પાછું ઘર ભેગું કરી દઉં. ભલા ભાઈઓ, જરા વિચાર તો કરો! મારું ધાન ને હું જ લઈ જઉં છું,” ને પછી તો જરા આકરાં વેણ પણ કહ્યાં, સાહેબ: ‘તમે સરકારવાળાઓએ અમને લલચાવવા, ફસાવવા ને લૂંટવા જ પેલા રાજના કરતાં આટલો બધો ઓછો ભાવ રાખ્યો છે.’ પણ આપણું કોણ સાંભળતું હશે, સાહેબ? ઊલટા બે ગોદા ખાધા ને ગાળો તો- પરંતુ અહીં પણ એને ભેંસ આગળ ભાગવત જેવું જ લાગ્યું, અને ગળું સાફ કરતાં ન્યાયાધીશ સામે હાથ જોડીને છેલ્લી વિનંતી કરી જોઈ: ‘અમારું તો ભગવાન વગર બીજું કોઈ સાંભળનાર નથી સાહેબ, એ તો હવે, ચોકના વસી ગયા છે (નક્કી જ છે) કે મારું ગાડું, દાણા ને ચારેય બળદ હરાજ થઈ જશે ને મનેય જેલ મળશે. મારી પાછળ હાથે-પગે થઈ ગયેલાં મારાં ડોશી ને નાનો ભાઈ પણ જીવશે જીવવાનાં હશે તો; પણ મારી આપને – આ બધાય સાહેબોને એક આટલી અરજ છે કે પેલું પડીકું તો આપ – આ પેલો મારો કુટુંબી બેઠો છે એની સાથે પેલી અભાગણી બાઈ ઉપર જરૂર મોકલાવજો ને આટલાં મારાં વેણ પહોંચાડજો કે—’ એનો અવાજ વધુ અને વધુ ઢીલો પડતો જતો હતો, શરીરનું ચેતન પણ ઓસરતું જતું હોય એમ લાગતું હતું. | ||
‘કોને પાપે ને કયે ગુને એ તો ભગવાન જાણે, પણ આ ભવ તો… આપણે હવે નહિ… મળી શકીએ! આ પીઠીનું પડીકું મોકલું છું એ ચોળીને… કોક કોક ભાગ્યશાળીનો પનારો – ખોળી લેજે ને… ને તું તો—’ બેસી પડતાં માંડ માંડ એ બોલી શક્યો: ‘સુખી જ થજે!’ આ સાથે જ બાળકની જેમ તે ડૂસકે ડૂસકે રડી પડ્યો… | ‘કોને પાપે ને કયે ગુને એ તો ભગવાન જાણે, પણ આ ભવ તો… આપણે હવે નહિ… મળી શકીએ! આ પીઠીનું પડીકું મોકલું છું એ ચોળીને… કોક કોક ભાગ્યશાળીનો પનારો – ખોળી લેજે ને… ને તું તો—’ બેસી પડતાં માંડ માંડ એ બોલી શક્યો: ‘સુખી જ થજે!’ આ સાથે જ બાળકની જેમ તે ડૂસકે ડૂસકે રડી પડ્યો… | ||
Line 105: | Line 121: | ||
અલબત્ત હજુ ચુકાદો નહોતો આવ્યો છતાંય આવા અનેક કેસો જોઈ ચૂકેલા જમાદારને મન જાણે કશું જ અછાનું ન હતું. અને એટલે જ આ જુવાનને આશા ન બંધાવતાં ચુકાદો આવી ચૂક્યો હોય એ રીતે જ દિલાસો દઈ રહ્યો: ‘બહોત હુઆ દોસ્ત! અબ તો ઊઠ ઔર હિંમત રખ. રાજા હોતા તો ઉસકે પેર પડતે, લેકિન ઇસ લોકશાહી મેં – હમ સબકુછ જાનતે હૈં પ્યારે! લેકિન અગર ખુદા હોતા તો ભી તેરે બજાય મેં હી પૂછતા: ‘બતાઓ ભલા, ઉસ રાજ સે ઇસ રાજમેં ઇતના સારા કમ ભાવ રખના યહ કસૂર હૈ યા અપની મજૂરી કા ન્યાયી ભાવ ખાના વો?…’ દોસ્ત! તેરા કમાયા હુઆ અનાજ ઔર તું હી ચોર ઑર તેરી હી બરબાદી!… હમકો સબ કુછ માલૂમ હૈ પ્યારે, લેકિન-‘ | અલબત્ત હજુ ચુકાદો નહોતો આવ્યો છતાંય આવા અનેક કેસો જોઈ ચૂકેલા જમાદારને મન જાણે કશું જ અછાનું ન હતું. અને એટલે જ આ જુવાનને આશા ન બંધાવતાં ચુકાદો આવી ચૂક્યો હોય એ રીતે જ દિલાસો દઈ રહ્યો: ‘બહોત હુઆ દોસ્ત! અબ તો ઊઠ ઔર હિંમત રખ. રાજા હોતા તો ઉસકે પેર પડતે, લેકિન ઇસ લોકશાહી મેં – હમ સબકુછ જાનતે હૈં પ્યારે! લેકિન અગર ખુદા હોતા તો ભી તેરે બજાય મેં હી પૂછતા: ‘બતાઓ ભલા, ઉસ રાજ સે ઇસ રાજમેં ઇતના સારા કમ ભાવ રખના યહ કસૂર હૈ યા અપની મજૂરી કા ન્યાયી ભાવ ખાના વો?…’ દોસ્ત! તેરા કમાયા હુઆ અનાજ ઔર તું હી ચોર ઑર તેરી હી બરબાદી!… હમકો સબ કુછ માલૂમ હૈ પ્યારે, લેકિન-‘ | ||
અને, અશક્ત-બીમાર માણસની જેમ એ જુવાનને દમ ભરતો ને ઢીંચણે હાથ દઈ ઊભો થતો જોઈ એનાથી સ્વગત જેમ બોલી પડાયું: ‘ક્યા થા, ક્યા બનના થા ઔર કયા બન બેઠા! ક્યા સોને સી જિંદગી–’ અને એને ભળતે | અને, અશક્ત-બીમાર માણસની જેમ એ જુવાનને દમ ભરતો ને ઢીંચણે હાથ દઈ ઊભો થતો જોઈ એનાથી સ્વગત જેમ બોલી પડાયું: ‘ક્યા થા, ક્યા બનના થા ઔર કયા બન બેઠા! ક્યા સોને સી જિંદગી–’ અને એને ભળતે દરવાજે વળતો જોઈને ભાનમાં આણ્યો: ‘ઇસ નહિ, ઉસ દરવર્ક્સ મેરે દોસ્ત… અબ તો ભૂલ હી જા. સબ કુછ ભૂલ જા પ્યારે. વો નદી ભૂલ જા, કમનસીબ ઉસ લડકી કુ ભૂલ જા, દીયા હુઆ વચન ભૂલ જા, ઔર પીઠી કે ઉસ પુડીકો ભી – ઔર મેં કહું ભી ક્યા મેરે દોસ્ત – સબ કુછ ભૂલ જા!’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્નાલાલ પટેલ/સુખદુઃખનાં સાથી|સુખદુઃખનાં સાથી]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્નાલાલ પટેલ/મોરલીના મૂંગા સૂર|મોરલીના મૂંગા સૂર]] | |||
}} |