ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વિજય સોની/સાંકડી ગલીમાં ઘર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સાંકડી ગલીમાં ઘર | વિજય સોની}}
{{Heading|સાંકડી ગલીમાં ઘર | વિજય સોની}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/e/e0/ANITA_SANKDI_GALI_MA_GHAR.mp3
}}
<br>
સાંકડી ગલીમાં ઘર • વિજય સોની • ઑડિયો પઠન: અનિતા પાદરિયા
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
અમીનાએ આંખ ખોલી, હજી અંધારું હતું. અઝાનનો અવાજ ઠંડી ચીરીને આવતો હતો. અધખૂલી રહેતી ઝૂંપડીના દરવાજામાંથી તીરની જેમ ઠંડી ધસી આવતી હતી. થોડે દૂર મસ્જિદના મિનાર પર કબૂતરોનો ફફડાટ સાંભળી શકાતો હતો. પણ આંખ વહેલી ખૂલી ગઈ એ ગમ્યું નહીં. આંખો બંધ રાખીને સૂઈ રહેવા મથામણ કરી. પેટ્રોલિંગ કરતી પોલીસવાનો શાંત પડી ગઈ હતી. આંખોમાં ઉજાગરાનો થાક જણાતો હતો. એણે ચારેતરફ ઘરમાં નજર ફેરવી. રાત્રે વિચારો જયાંથી તૂટી ગયા હતા ત્યાંથી ફરી જોડાઈ ગયા, જાણે ઊંઘ આવી જ ન હતી.

Line 30: Line 45:
– જાને ભડવા, તારા જેવા મફતિયાને ઘૂસવા આ બખોલ નથી. સાંભળી પોલીસ ભાગી જતો. રૂખીની હાજરીમાં અમીના પોતાને સલામત સમજતી. બન્ને સુખ-દુઃખની બધી વાતો કરતાંઃ
– જાને ભડવા, તારા જેવા મફતિયાને ઘૂસવા આ બખોલ નથી. સાંભળી પોલીસ ભાગી જતો. રૂખીની હાજરીમાં અમીના પોતાને સલામત સમજતી. બન્ને સુખ-દુઃખની બધી વાતો કરતાંઃ

રૂખીની સાસુએ એને કપાળમાં ધોકો ઠોકી દીધો ત્યારે રૂખી એટલા પર ચત્તોપાટ પડીને રોઈ હતી. ત્યારે અમીનાએ જ એને સમજાવી-પટાવી ઘરે મોકલી હતી. બીજે દિવસે રૂખીએ રાતે ધણી સાથે શું શું કર્યું તેની વિગતે વાતો કરી તો અમીના સાંભળતાંય લજવાઈ ગઈ હતી.
રૂખીની સાસુએ એને કપાળમાં ધોકો ઠોકી દીધો ત્યારે રૂખી ઓટલા પર ચત્તીપાટ પડીને રોઈ હતી. ત્યારે અમીનાએ જ એને સમજાવી-પટાવી ઘરે મોકલી હતી. બીજે દિવસે રૂખીએ રાતે ધણી સાથે શું શું કર્યું તેની વિગતે વાતો કરી તો અમીના સાંભળતાંય લજવાઈ ગઈ હતી.

સલીમના ભાગી ગયા પછી ત્રણ દિવસ સુધી અમીના ઓટલા પર ન આવી. રૂખી એની ખબર પૂછવા વસ્તીમાં ગઈ હતી. રૂખીને જોતાંવેત અમીના એને વળગી મનભરી રડી હતી. રૂખી એના વાંસે હાથ ફેરવતી રહી હતી. અમીના બીજા દિવસથી ઓટલા પર આવતી થઈ ગઈ.

Line 56: Line 71:
હેબતાઈ ગયેલો મામદ વધુ બબાલ થાય, પોલીસનું લફરું થાય તે પહેલાં સરકી ગયો. અમીના માથું પકડીને બેસી ગઈ. અંદર ભય અને નફરત બન્નેથી સણકા ઊઠતા હતા. બન્ને બચ્ચાં એને જોતાં હતાં.
હેબતાઈ ગયેલો મામદ વધુ બબાલ થાય, પોલીસનું લફરું થાય તે પહેલાં સરકી ગયો. અમીના માથું પકડીને બેસી ગઈ. અંદર ભય અને નફરત બન્નેથી સણકા ઊઠતા હતા. બન્ને બચ્ચાં એને જોતાં હતાં.

આખો દિવસ પોલીસની જીપો અને વસ્તીનાં છોકરાં વચ્ચે ભાગા-દોડી ચાલતી રહી. છોકરાં પથ્થરો ફેંકતા, ગાળો બોલતા, પોલીસ આવતી, હાથમાં લોખંડની જાળીઓ લઈને પાછળ ભાગતી. દંડા પછાડીને ગાળો બોલતી, બેચાર ટીયરગેસના સેલ છોડીને ભાગી જતી. આંખો બળતી, પાણી નીકળતાં, બચ્ચાં અને બુઢા અધમૂઆ થઈ જતા. નાનુ રડ્યે જતો હતો. અમીના પ્યારથી એને સમજાવતી હતી. બરાબર એ જ વખતે બહાર વસ્તીમાં શોર-બકોર થવા લાગ્યો. સ્ત્રીઓ આમતેમ ઉછળાટ કરતી શોર મચાવતી ભાગતી હતી. ફકીરચંદ મારવાડીની કેરોસીનની દુકાન વસ્તીનાં છોકરાંઓએ શટર તોડીને ખોલી નાખી હતી. વસ્તીની સ્ત્રીઓ કેડે છોકરાં દબાવી હાથમાં ડબ્બા-ટીન-પ્લાસ્ટિકના કેરબા – જે હાથમાં આવ્યું તે લઈ ફકીરચંદની દુકાન તરફ ભાગતી હતી. અમીનાએ ક્યાંક ખૂણામાંથી પતરાનો ડબ્બો કાઢ્યો. નાનુને કેડે દબાવીને ભાગી. દુકાન પાસે સ્ત્રીઓનું મોટું ટોળું જમા થઈ ગયું હતું. રોજ લડતા-ઝઘડતી સ્ત્રીઓ અત્યારે એક થઈ ગઈ હતી. કેરોસીનની વાસથી આખો મહોલ્લો ગંધાઈ ઊઠ્યો હતો. પોલીસના ફફડાટથી સ્ત્રીઓની નજર ચારે તરફ બેબાકળી ફરતી હતી. ક્યારે મામદ અને એના દોસ્તો નજીક આવી ગયા એની અમીનાને ખબર ન રહી.
આખો દિવસ પોલીસની જીપો અને વસ્તીનાં છોકરાં વચ્ચે ભાગા-દોડી ચાલતી રહી. છોકરાં પથ્થરો ફેંકતા, ગાળો બોલતા, પોલીસ આવતી, હાથમાં લોખંડની જાળીઓ લઈને પાછળ ભાગતી. દંડા પછાડીને ગાળો બોલતી, બેચાર ટીયરગેસના સેલ છોડીને ભાગી જતી. આંખો બળતી, પાણી નીકળતાં, બચ્ચાં અને બુઢા અધમૂઆ થઈ જતા. નાનુ રડ્યે જતો હતો. અમીના પ્યારથી એને સમજાવતી હતી. બરાબર એ જ વખતે બહાર વસ્તીમાં શોર-બકોર થવા લાગ્યો. સ્ત્રીઓ આમતેમ ઉછળાટ કરતી શોર મચાવતી ભાગતી હતી. ફકીરચંદ મારવાડીની કેરોસીનની દુકાન વસ્તીનાં છોકરાંઓએ શટર તોડીને ખોલી નાખી હતી. વસ્તીની સ્ત્રીઓ કેડે છોકરાં દબાવી હાથમાં ડબ્બા-ટીન-પ્લાસ્ટિકના કેરબા – જે હાથમાં આવ્યું તે લઈ ફકીરચંદની દુકાન તરફ ભાગતી હતી. અમીનાએ ક્યાંક ખૂણામાંથી પતરાનો ડબ્બો કાઢ્યો. નાનુને કેડે દબાવીને ભાગી. દુકાન પાસે સ્ત્રીઓનું મોટું ટોળું જમા થઈ ગયું હતું. રોજ લડતી-ઝઘડતી સ્ત્રીઓ અત્યારે એક થઈ ગઈ હતી. કેરોસીનની વાસથી આખો મહોલ્લો ગંધાઈ ઊઠ્યો હતો. પોલીસના ફફડાટથી સ્ત્રીઓની નજર ચારે તરફ બેબાકળી ફરતી હતી. ક્યારે મામદ અને એના દોસ્તો નજીક આવી ગયા એની અમીનાને ખબર ન રહી.

– કેરોસીન ચાહિયે? મામદે પૂછ્યું.
– કેરોસીન ચાહિયે? મામદે પૂછ્યું.
Line 62: Line 77:
અમીનાએ માથું જમીનમાં દાટી દેવાનું હોય તેમ ઝુકાવ્યું. મામદે આજુબાજુ આંખ ફેરવી તો સ્ત્રીઓ થંભી ગઈ. કોલાહલ શાંત થયો. મામદે આગળ વધીને દુકાનનું શટર પાડી દીધુંઃ
અમીનાએ માથું જમીનમાં દાટી દેવાનું હોય તેમ ઝુકાવ્યું. મામદે આજુબાજુ આંખ ફેરવી તો સ્ત્રીઓ થંભી ગઈ. કોલાહલ શાંત થયો. મામદે આગળ વધીને દુકાનનું શટર પાડી દીધુંઃ

– કિસીકો કેરોસીન નહીં મિલેગા. આજ હમે ઇસકી સમ્ર જરૂરત હૈ. એક કામ ખતમ કરનેકા હૈ. મામદની આંખના ડારાથી વસ્તીની સ્ત્રીઓ વિખરાઈ. ખાલી પીપમાં કેરોસીન પાછું ઠાલવવા લાગી. ગુસપુસ કરતી એકબીજા સામું જોવા લાગી. માથામાં ફટકો લાગે ને લોહી ગંઠાઈ જાય એમ લોકો કંઈક નક્કર સમજી ચૂક્યા હતા. અમીનાનો ચહેરો લેવાઈ ગયો. આંખોમાં ફડક બેસી ગઈ. હૃદય હથોડાની જેમ ટિપાવા લાગ્યું. એ રસ્તો ક્રોસ કરતી આગળ વધી. મામદ બીપી ગયેલી બકરીને જોતો હોય એમ હસતો હતો. નાનુને ઝૂંપડીમાં અઝીમને ભળાવી અમીના ઊભી વાટે ગાંડાની જેમ ભાગી.
– કિસીકો કેરોસીન નહીં મિલેગા. આજ હમે ઇસકી સમ્ર જરૂરત હૈ. એક કામ ખતમ કરનેકા હૈ. મામદની આંખના ડારાથી વસ્તીની સ્ત્રીઓ વિખરાઈ. ખાલી પીપમાં કેરોસીન પાછું ઠાલવવા લાગી. ગુસપુસ કરતી એકબીજા સામું જોવા લાગી. માથામાં ફટકો લાગે ને લોહી ગંઠાઈ જાય એમ લોકો કંઈક નક્કર સમજી ચૂક્યા હતા. અમીનાનો ચહેરો લેવાઈ ગયો. આંખોમાં ફડક બેસી ગઈ. હૃદય હથોડાની જેમ ટિપાવા લાગ્યું. એ રસ્તો ક્રોસ કરતી આગળ વધી. મામદ બી ગયેલી બકરીને જોતો હોય એમ હસતો હતો. નાનુને ઝૂંપડીમાં અઝીમને ભળાવી અમીના ઊભી વાટે ગાંડાની જેમ ભાગી.

વસ્તીથી દૂર નદીના પટમાં એક મોટો ખાડો હતો. ખાડામાં પંદર-વીસ ઝૂંપડાં બિલાડીના ટોપની જેમ ફેલાયેલાં હતાં. પોલીસ અહીં સુધી ભાગ્યે જ પેટ્રોલિંગ કરવા આવતી. ઝુંપડાંમાં ફાનસના અજવાળે લોકો અંધારું અને ફફડાટ બન્ને કાપતા હતા. એક ઝૂંપડીમાં રૂખી અને પતિ અને બે બચ્ચાં.

Line 114: Line 129:
– ઐસી ઔરત કો સજા કરની હી ચાહીયે. ફિરસે ઐસી કોઈ હિંમત ના કરે!
– ઐસી ઔરત કો સજા કરની હી ચાહીયે. ફિરસે ઐસી કોઈ હિંમત ના કરે!

કીડીઓની જેમ ટોળું મોટું થતું જતું હતું. મોટા રસ્તા પરથી લોકો આવીને ભળી જતાં હતાં. અમીનાની આંખો ફાટી રહી હતી. ચહેરો રડું રડું થઈ રહ્યો. લાચાર આંખો ચારેતરફ ફરી વળી પણ હાથ લંબાવીને રૂખીની જેમ બાથમાં ઘાલીને લઈ જાય તેવું કોઈ નહોતું. મામદનો અવાજ તાજિયાના ઢોલની જેમ ધડામ-ધડામ પડઘાતો હતો. કેટલાક જુવાનિયા મશ્કરીએ ચઢ્યાં હતાં. મામદના હાથમાંથી બળ કરીને અમીનાએ છૂટવા કર્યું ત્યારે ખબર પડી, કાચની ચૂડી તૂટવાથી કાંડા પર લોહી વહેતું હતું. મામદ તો અમીનાનું કાંડું પકડીને મદારી જેમ ગોળ ફરતો એલફેલ બોલી રહ્યો હતો. અમીનાએ આંખો બંધ કરી.
કીડીઓની જેમ ટોળું મોટું થતું જતું હતું. મોટા રસ્તા પરથી લોકો આવીને ભળી જતાં હતાં. અમીનાની આંખો ફાટી રહી હતી. ચહેરો રડું રડું થઈ રહ્યો. લાચાર આંખો ચારેતરફ ફરી વળી પણ હાથ લંબાવીને રૂખીની જેમ બાથમાં ઘાલીને લઈ જાય તેવું કોઈ નહોતું. મામદનો અવાજ તાજિયાના ઢોલની જેમ ધડામ-ધડામ પડઘાતો હતો. કેટલાક જુવાનિયા મશ્કરીએ ચઢ્યા હતા. મામદના હાથમાંથી બળ કરીને અમીનાએ છૂટવા કર્યું ત્યારે ખબર પડી, કાચની ચૂડી તૂટવાથી કાંડા પર લોહી વહેતું હતું. મામદ તો અમીનાનું કાંડું પકડીને મદારી જેમ ગોળ ફરતો એલફેલ બોલી રહ્યો હતો. અમીનાએ આંખો બંધ કરી.

કોઈ એનાં કપડાં ખેંચી રહ્યું હોય એવું લાગ્યું. મામદ મોટું ટોળું જોઈ તાનમાં આવી ગયો હતો. અમીના મોતના કૂવામાં સનસનાતી ગોળ ફરતી હતી. કાતિલ ઠંડી અને માણસોના કોલાહલ વચ્ચે એને વહેલી સવારે અઝાન વખતે ફફડતું કાબાના પથ્થરવાળું કૅલેન્ડર યાદ આવ્યું. આંખો જોરથી મીંચી દીધી.

Line 123: Line 138:
{{Right|''(૨૦૦૫)''}}
{{Right|''(૨૦૦૫)''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અજય સોની/તરસ|તરસ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વિજય સોની/મમ સત્યમ|મમ સત્યમ]]
}}

Navigation menu