કમલ વોરાનાં કાવ્યો/12 વૃદ્ધો: Difference between revisions
Jump to navigation
Jump to search
વૃદ્ધો
(+1) |
(No difference)
|
Latest revision as of 15:57, 7 February 2024
વૃદ્ધો
દોડી નથી શકતા
એટલે ચાલે છે
ચાલી નથી શકતા
એટલે બેસી રહે છે
બેસી નથી શકતા
એટલે લંબાવવા મથે છે
સૂઈ નથી શકતા
એટલે સપનાં જુએ છે
સપનાંમાં
ઝબકી જાય છે.
જાગીને જુએ તો
શરીર દીસે નહિ
દોડતા
ચાલતા, બેસી-સૂઈ રહેતા
સપનાં જોતા
શરીર વિનાના વૃદ્ધોને
વૃદ્ધો
જોઈ રહે છે