ગાતાં ઝરણાં/મારા નિવેદનથી: Difference between revisions
Jump to navigation
Jump to search
મારા નિવેદનથી
(+1) |
(No difference)
|
Latest revision as of 02:12, 13 February 2024
હતી શી આશ મુજ દુર્જનને બીજી આ૫ સજ્જનથી,
મને મારી તમે જીવી રહ્યા છો મારા જીવનથી.
તમે જાઓ તો પગલાં ૫ણ તમારાં ભુંસતાં જાઓ,
જગતને ટેવ છે, પગલાં ભરે છે માર્ગદર્શનથી.
મને બોલાવનાર! બોલ, તારો શો ઇરાદો છે?
ઉરે છે આગ જગ સળગી જશે મારા નિવેદનથી.
પ્રહારે નિત્યના ઝીલી વધી મારી સહનશક્તિ,
ન મિત્રોથી મળે એ લાભ મેં લીધે છે દુશ્મનથી.
બૂઝેલા કૈંકના ઉર-દીપકો સળગી જશે આજે,
હું દીપક રાગ છેડું છું હૃદયના મંજૂ વાદનથી.
તમન્ના છે હૃદયમાં તો સકળ સૃષ્ટિ ચરણમાં છે,
અમારી જિંદગી સમૃદ્ધ છે આ અલ્પ સાધનથી.
‘ગની’, મારી કવિતાઓ જ છે જીવનની સંપત્તિ,
થયાં છે પ્રાપ્ત મરજીવાને મોતી ખૂબ મંથનથી.
૧-૪-૧૯૪૫