યોગેશ જોષીની કવિતા/રા.-ના.-પી.-લી.-વા.-ની.-જા: Difference between revisions
Jump to navigation
Jump to search
રા.-ના.-પી.-લી.-વા.-ની.-જા
(+1) |
(No difference)
|
Latest revision as of 23:55, 19 February 2024
પહાડના
ઢોળાવ પરથી
ઊતરતો
ઠંડો-તીણો
પવન અડતાં જ
મેપલ–વનનાં
પાનેપાન
પ્રગટાવવા લાગ્યાં
કેટકેટલા રંગો?!
(રા.-ના.-પી.-લી.-વા.-ની.-જા.)....
ખર્ ખર્
ખર્ ખર્
ખર્ ખર્ ખર્
ખરી
જવા માટેય
આટઆટલો
ઉમળકો?!