વિનોદ જોશીનાં કાવ્યો/રે વણઝારા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:22, 21 February 2024

રે વણઝારા

રે વણઝારા!
તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ
મને બદલામાં વેણી લઈ આપ.

પાથરણાં આપું તને આપું પરવાળાં;
પૂનમ ઘોળીને પછી આપું અજવાળાં;

રે વણઝારા!
તારી મોજડીએ તોડી મારી મોતીની પાળ,
મને બદલામાં દરિયો લઈ આપ.

રાજપાટ આપું તને આપું ધબકારા,
પાંપણની પાંદડીના આપું પલકારા;

રે વણઝારા!
તારાં ટેરવે તણાયા મારા કમખાના ઢાળ,
મને બદલામાં ટહુકો લઈ આપ.