વિનોદ જોશીનાં કાવ્યો/તને ગમે તે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:30, 21 February 2024

તને ગમે તે

તને ગમે તે મને ગમે પણ મને ગમે તે કોને?
એક વાર તું મને ગમે તે મને જ પૂછી જોને!

તું ઝાકળનાં ટીપાં વચ્ચે
         પરોઢ થઈ શરમાતી,
હૂં કૂંપળથી અડું તને
         તું પરપોટો થઈ જાતી;

તને કહું કંઈ તે પહેલાં તો તું કહી દેતી : ‘છૉને!’
તને ગમે તે મને ગમે પણ મને ગમે તે કોને?

તારા મખમલ હોઠ ઉપર
         એક ચોમાસું જઈ બેઠું,
ઝળઝળિયાં પહેરાવી
         એક શમણું ફોગટ વેઠું;

તું વરસે તો હું વરસું પણ તું વરસાવે તોને!
એક વાર તું મને ગમે તે મને જ પૂછી જોને!