હરીશ મીનાશ્રુની કવિતા/પ્રેમસૂક્ત : ૨૦: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 23:55, 26 February 2024

પ્રેમસૂક્ત : ૨૦

ત્વચા ઉપર તો નિરંતર તમારો સ્પર્શ મળે
ને દૂરતામાં કેટલાં પ્રકાશવર્ષ મળે
ઘડે છે વ્યૂહ પ્રેમનો આ સુખડની કાયા
તમારી સાથે હવે નિત્યનો સંઘર્ષ મળે