હરીશ મીનાશ્રુની કવિતા/જન્મારો: Difference between revisions
Jump to navigation
Jump to search
જન્મારો
(+1) |
(No difference)
|
Latest revision as of 23:56, 26 February 2024
ઘરમાં હુવાવડીનો ખાટલો ને
જીવ મારો ચીઠાં લખે છ ચબૂતરે
ફળિયે શરાધિયાના દા’ડા ફરે ક
મારી ઢોચકીમાં તૈડ પડી તૈડ
પોદળો યે છૉણું થૈ ભડભડ ચેત્યો ક
મનખાની મેલ બધી પૈડ
ભૂખે મરે છ ભાંજઘડિયાનાં છોકરાં
ને ગડભાંજે ગોદડીમાં મૂતરે
લેમડાની હળી જેવી ઘૈડિયાંની જાત
એની ચેટલીક કરવાની ઠાઠો
હાહ જરી અધરાતે હેઠો બેઠો ક
તૈં ઠૂંઠવો મેલીને ચિયો નાઠો
કોણ મારાં ખાહડાં પે’રીને ટૈણપો
પાદરની પેલી પા ઊતરે?