જયદેવ શુક્લની કવિતા/મલ્હાર ઢોળાયો...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:02, 29 February 2024

મલ્હાર ઢોળાયો...

રાત આખી
મારા પર
મલ્હાર ઢોળાયો...
રેલાયો...
સવારે ઊઠીને
અરીસામાં જોયું :
આંખ કાન નાક
કેવળ મોગરા મોગરા ને મોગરા!