જયદેવ શુક્લની કવિતા/૨૬ જુલાઈ ૨૦૦૮: Difference between revisions
Jump to navigation
Jump to search
૨૬ જુલાઈ ૨૦૦૮
(+1) |
(No difference)
|
Latest revision as of 01:10, 29 February 2024
૧
બ્લાસ્ટમાં
વધેરાઈ ગયેલાં
ને
ઘવાયેલાં
સ્ક્રીન પર.
જખ્મી બાળકના
લોહિયાળ પગ પર
લીલી, ભૂખરી, કાળી માખીઓ
બણબણે છે.
બણબણતી માખીઓ
ઉડાડવા
મારો ઉદાસ હાથ
ફાંફા મારે છે,
ને ભીંત સાથે
અથડાય છે
ધડામ્.