દલપત પઢિયારની કવિતા/વિચ્છેદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:21, 1 March 2024

વિચ્છેદ

હે મન!
ઉકેલી નાખો તમારાં
બધાં આવરણ.
ડુંગળીના પડ જેવું બંધાવા માંડ્યા
ત્યારથી જ
આપણો
ભોંયથી વિચ્છેદ શરૂ થયો છે.
હું કદાચ મોટો થઈ ગયો છું
કોઈ મારે કપાળે માટી ભરો,
મને શેઢાની ઊંઘ આવે... ...