ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંત ખત્રી/લોહીનું ટીપું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} બે દિવસ અષાઢનો મેઘ વરસી ગયા પછી આકાશ ખૂલ્યું નહોતું, તોય બહુ ઘ...")
 
No edit summary
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|લોહીનું ટીપું| જયંત ખત્રી}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/2/23/SHREYA_LOHI_NU_TIPU.mp3
}}
<br>
લોહીનું ટીપું • જયંત ખત્રી • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ   
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
બે દિવસ અષાઢનો મેઘ વરસી ગયા પછી આકાશ ખૂલ્યું નહોતું, તોય બહુ ઘેરાયેલુંય નહોતું. પૂનમની અરધી રાત હતી. ક્યારેક કાળાં વાદળાં ચંદ્રને આવરી લેતાં, ક્યારેક આંખે આંસુઓ ઊભરાય એમ ધુમ્મસ જેવાં વાદળ ચંદ્ર આડે ફરી વળી એને – દૂભવી દેતાં.

Line 24: Line 41:
બેચરની આંખોની ભઠ્ઠીમાં ભડકા બળવા લાગ્યા. પણ અસલ તો એયે ધાડપાડુઓની જમાતનો હતો. એ જમાતની નીતિ અને ધર્મ માન્ય રાખી એણે એના જોડીદારને ફસાવ્યો નહિ, પણ કોરટમાંથી બહાર નીકળતાં બેચરે એને સંભળાવી દીધું:

‘હું બહાર નીકળે ત્યાં સુધી ભગવાન તને જીવતો રાખે – તારો હિસાબ હું ચૂકવી દઈશ અચૂક!!’
‘હું બહાર નીકળું ત્યાં સુધી ભગવાન તને જીવતો રાખે – તારો હિસાબ હું ચૂકવી દઈશ અચૂક!!’

એ આંખો જેલના દરવાજા સુધી લાલ રહી. ત્યાં દરવાજા આગળ આઠ ગાઉ ચાલીને આવેલી સ્થિર અને શાંત ઊભેલી એક વ્યક્તિને જોઈ એની આંખોના અંગારા ઠરી ગયા. એના તંગ સ્નાયુઓ શિથિલ થઈ જઈ, એના હાથ એની બાજુમાં અને માથું છાતીમાં નમી પડ્યાં. એ એની પત્ની હતી. એને એમ હતું કે એ ઠપકો દેશે અને કહેશે : ‘આખરે તમે કોઈનું માન્યું નહિ – રતન જેવા છોકરાના સોગન કયા મોઢે ખાધા હતા?’

Line 172: Line 189:
વાતાવરણ ભાવનાની અતિશયતાની સુસ્તીથી ભર્યું હતું. અને એ નજર પાછી હલિમા પર ફરી ગઈ ત્યારે એના આખા શરીરે ઝણઝણાટી ફરી વળી. એની નજરનો એ ગુલામ બની ગયો.

પથ્થરના ઓશીકા પરથી હલિમાનું બદન પાણીના રેલા જેવું વહેતું પડ્યું હતું – એ બિડાયેલી કુમળી આંખો – એ રંગીલા હોઠ અને એ… બેચરની રાક્ષસી કાયા તંગ બની ને એની વટ તોળાઈ રહી.
પથ્થરના ઓશીકા પરથી હલિમાનું બદન પાણીના રેલા જેવું વહેતું પડ્યું હતું – એ બિડાયેલી કુમળી આંખો – એ રંગીલા હોઠ અને એ… બેચરની રાક્ષસી કાયા તંગ બની ને એની પર તોળાઈ રહી.

બેચરના સ્વભાવમાં મૂળથી જ ચોરની કાર્યદક્ષતા અને ધાડપાડુની દૃઢતા હતાં. એ ક્યારેય અચકાઈને પાછો ફરતો નહિ.

Line 208: Line 225:
‘તમે શું કરો છો અહીં?’
‘તમે શું કરો છો અહીં?’

‘મને ઊંઘ આવી નહિ એટલે બહાર નીકળ્યો અને તેને આમ આવી રીતે…’ કહેતાં બેચર પાછો મૂંઝાયો.
‘મને ઊંઘ આવી નહિ એટલે બહાર નીકળ્યો અને તને આમ આવી રીતે…’ કહેતાં બેચર પાછો મૂંઝાયો.

‘હવે જાઓને!’ કહેતાં હલિમા પગથિયાંની પાળને અઢેલીને ઊભી – થોડુંક હસી પણ ખરી!

Line 240: Line 257:
બેચર મોડો જાગ્યો. અને ઊઠીને બેઠા થતાંવેંત એને હલિમાનો વિચાર આવ્યો. એણે ઝડપથી પાઘડી બાંધી અને બહાર પડ્યો. મુસાફરોનાં ગાડાં એણે દૂર જતાં જોયાં. પણ હલિમા ક્યાંય દેખાઈ નહિ.

વાવની કુંડીએ એણે હાથમાં ધોયાં ત્યારે દૂર ધોરીઆને લાંબે છેડે લૂગડાં ધોતી હલિમા પર એની નજર પડી. બેચર સફાળો ત્યાં પહોંચી ગયો અને હસતાં હસતાં પૂછ્યું :
વાવની કુંડીએ એણે હાથમોં ધોયાં ત્યારે દૂર ધોરીઆને લાંબે છેડે લૂગડાં ધોતી હલિમા પર એની નજર પડી. બેચર સફાળો ત્યાં પહોંચી ગયો અને હસતાં હસતાં પૂછ્યું :

‘છો તો અક્કલની માઠી! અહીં આવી તે વાવની કૂંડીએ કપડાં ધોતાં શું થતું હતું?’

Line 352: Line 369:
‘સાડા પાંચ વરસે પાછા ફર્યા અને–’ એની ઘરવાળીની આંખમાંથી આંસુના રેલા વહી નીકળ્યા, એનો અવાજ બેસી ગયો. ‘અને આ રતન જેવા છોકરાને.’

રતને જેવો?’ બેચર ત્રાડૂક્યો.
‘રતન જેવો?’ બેચર ત્રાડૂક્યો.

‘આ આને જો – આ ફૂલની કળી જેવી છોકરીની લાજ લૂંટનાર – એ – એ લંપટ કોનો છોકરો છે? કહે તો ખરી એ કોના લોહીનું ટીપું છે?’

Line 365: Line 382:

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંત ખત્રી/તેજ, ગતિ અને ધ્વનિ|તેજ, ગતિ અને ધ્વનિ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંત ખત્રી/ધાડ|ધાડ]]
}}

Navigation menu