ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ગુલાબદાસ બ્રોકર/લતા શું બોલે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|લતા શું બોલે | ગુલાબદાસ બ્રોકર}}
 
{{Heading|ગુલાબદાસ બ્રોકર}}
 
[[File:Gulabdas Broker 16.png|300px|center]]
 
{{dhr}}{{page break|label=}}{{dhr}}
 
{{Heading|લતા શું બોલે ? | ગુલાબદાસ બ્રોકર}}
 
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/f/fa/EKATRA_SHREYA_LATA_SHU_BOLE.mp3
}}
<br>
લતા શું બોલે? • ગુલાબદાસ બ્રોકર • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ   
<br>
&#9724;
</center>
<hr>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
સુરેશ અને નિરંજન બાળપણથી જ મિત્રો હતા. બંને સાથે જ રમ્યા હતા. અને સાથે જ ભણ્યા હતા. કૉલેજમાંથી પણ બંને સાથે પસાર થયા હતા. છતાં એટલાં બધાં વર્ષોનાં સતત પરિચયે પણ તેમની મૈત્રીમાં અવજ્ઞા પેદા નહોતી કરી. બંનેને અનેક સંબંધો બંધાયા હતા, જુદા જુદા વિષયોના રસને લઈને બંને જુદાં જુદાં મંડળોમાં પણ ભળ્યા હતા, પરંતુ તેમનો એકબીજાનો પ્રેમ જરા પણ ઓછો નહોતો થયો.

Line 70: Line 92:
લતાને ખૂબ વિચારો આવવા લાગ્યા. સુરેશ જેવા પતિને દગો દેવાય? તે બિચારો કેટલો ભોળો હતો, કેટલો નિર્દોષ હતો, કેટલો શંકારહિત હતો? અને નિરંજન? નિરંજન પણ શું ધારે? પોતે તેને કેટલી ખરાબ લાગી હશે? પણ એમ તો તેણે પણ પોતાનો હાથ જરા લાંબો વખત રહેવા નહોતો દીધો? તેના હાથમાંથી પણ નવી છતાં સનાતન લાગણીઓનો પ્રવાહ તેના ગાલ ઉપર નહોતો છૂટતો?

ફરી પાછી તેમની મૈત્રી અસ્ખલિત પ્રવાહથી વહેવા લાગી. નિરંજન અને લતા પહેલાં જેટલું બોલતાં, હસતાં, કાવ્યરસનો આસ્વાદ કરતાં, પણ એકબીજાથી સાવચેત જરૂર રહેતાં. એકાંતમાં ન મળાય તેવી રીતે જ વર્તતાં. સમય વીતતો ગયો તેમજૂનો ભય પણ નાશ પામવા લાગ્યો, અને પાછો જૂની રીતે જ ભય કાઢી નાખી બંનેએ મળવા માંડ્યું.
ફરી પાછી તેમની મૈત્રી અસ્ખલિત પ્રવાહથી વહેવા લાગી. નિરંજન અને લતા પહેલાં જેટલું બોલતાં, હસતાં, કાવ્યરસનો આસ્વાદ કરતાં, પણ એકબીજાથી સાવચેત જરૂર રહેતાં. એકાંતમાં ન મળાય તેવી રીતે જ વર્તતાં. સમય વીતતો ગયો તેમ જૂનો ભય પણ નાશ પામવા લાગ્યો, અને પાછો જૂની રીતે જ ભય કાઢી નાખી બંનેએ મળવા માંડ્યું.

બંનેનું આકર્ષણ દબાયું હતું, પણ નાશ તો નહોતું જ પામ્યું. ફરી સમય મળતાં એ જ આકર્ષણે જોર પકડ્યું. નિરંજન હંમેશાં નિશ્ચય કરતો કે હવે મારે સુરેશને ત્યાં ન જવું. ત્યાંથી દૂર રહેવું. પણ નિયત સમયે તે ત્યાં પહોંચી ગયો જ હોય. લતા હંમેશાં નિશ્ચય કરતી કે આકર્ષણને દબાવી દેવું. પણ તેનું બળ અદમ્ય હતું. છતાં બંને એકબીજાને પોતપોતાનાં મનોમંથનોની જામ નહોતાં થવા દેતાં.
બંનેનું આકર્ષણ દબાયું હતું, પણ નાશ તો નહોતું જ પામ્યું. ફરી સમય મળતાં એ જ આકર્ષણે જોર પકડ્યું. નિરંજન હંમેશાં નિશ્ચય કરતો કે હવે મારે સુરેશને ત્યાં ન જવું. ત્યાંથી દૂર રહેવું. પણ નિયત સમયે તે ત્યાં પહોંચી ગયો જ હોય. લતા હંમેશાં નિશ્ચય કરતી કે આકર્ષણને દબાવી દેવું. પણ તેનું બળ અદમ્ય હતું. છતાં બંને એકબીજાને પોતપોતાનાં મનોમંથનોની જાણ નહોતાં થવા દેતાં.

એક દિવસ ત્રણે જણાં બેઠાં હતાં. નિરંજન ઓચિંતો ઊભો થયો અને ઓરડામાં આંટા મારવા માંડ્યો. ટેબલ ઉપર શેલીનાં કાવ્યોનું પુસ્તક પડ્યું હતું. તેણે તે ઉઘાડ્યું અને જે લીટી નજરે પડી તે મોટેથી તે વાંચવા લાગ્યોઃ
એક દિવસ ત્રણે જણાં બેઠાં હતાં. નિરંજન ઓચિંતો ઊભો થયો અને ઓરડામાં આંટા મારવા માંડ્યો. ટેબલ ઉપર શેલીનાં કાવ્યોનું પુસ્તક પડ્યું હતું. તેણે તે ઉઘાડ્યું અને જે લીટી નજરે પડી તે મોટેથી તે વાંચવા લાગ્યોઃ
Line 108: Line 130:
કલાક પછી તે ઘેર ગયો. સામાન બાંધ્યો અને સાંજની જ ગાડીમાં તે ગામ છોડી હંમેશને માટે ચાલી નીકળ્યો. મિત્રને તે દગો દઈ ચૂક્યો હતો. તેની સામે જ હરહંમેશ તેને દગો દેવાની તેનામાં હિંમત નહોતી, અને ત્યાં રહે તો વારંવાર તેની સામે દગો દીધા વિના પોતે રહી શકવાનો નથી તે પણ તે જાણતો જ હતો.

સુરેશે તેની બેત્રણ દિવસ સુધી ઘેર રાહ જોઈ, પણ તે તો આવ્યો જ નહિ. સુરેશ વિચારમાં પડ્યો. શું થયું હશે? કંઈ માંદગી તો નહિ આવી હોય? ત્રીજે દિવસે લતાને સાથે લઈ તે નિરંજનને ઘેર ગયો. તેના ઘરના દરવાજે તાળું માર્યું હતું. આજુબાજુ તપાસ કરતાં ખબર મળી કે નિરંજન તો બેત્રણ દિવસતી ઘર ખાલી કરી ક્યાંય બહારગામ ચાલ્યો ગયો હતો.
સુરેશે તેની બેત્રણ દિવસ સુધી ઘેર રાહ જોઈ, પણ તે તો આવ્યો જ નહિ. સુરેશ વિચારમાં પડ્યો. શું થયું હશે? કંઈ માંદગી તો નહિ આવી હોય? ત્રીજે દિવસે લતાને સાથે લઈ તે નિરંજનને ઘેર ગયો. તેના ઘરના દરવાજે તાળું માર્યું હતું. આજુબાજુ તપાસ કરતાં ખબર મળી કે નિરંજન તો બેત્રણ દિવસથી ઘર ખાલી કરી ક્યાંય બહારગામ ચાલ્યો ગયો હતો.

સુરેશને કંઈ સમજ ન પડી. કેમ ચાલ્યો ગયો હશે? ક્યાં ચાલ્યો ગયો હશે? વગેરે પ્રશ્નો અણઊકલ્યા જ રહી ગયા. તેણે લતા સામે જોયું અને પૂછ્યુંઃ
સુરેશને કંઈ સમજ ન પડી. કેમ ચાલ્યો ગયો હશે? ક્યાં ચાલ્યો ગયો હશે? વગેરે પ્રશ્નો અણઊકલ્યા જ રહી ગયા. તેણે લતા સામે જોયું અને પૂછ્યુંઃ

Navigation menu