નારીસંપદાઃ વિવેચન/સાહિત્ય અને પત્રકારત્વ: Difference between revisions

+1
(Created page with "{{SetTitle}} <big><big>'''૨૭'''</big></big> <center><big><big>'''સાહિત્ય અને પત્રકારત્વ'''</big><br> પ્રીતિ શાહ</big></center> {{Poem2Open}} એક અસરકારક સમૂહ-માધ્યમ તરીકે પત્રકારત્વે સાહિત્ય પર પ્રબળ પ્રભાવ પાડ્યો છે. માત્ર ગુજરાતી સાહિત્યમા...")
 
(+1)
 
Line 10: Line 10:
સાહિત્ય અને પત્રકારત્વ એ બંને ક્ષેત્રો ભિન્ન હોવા છતાં ઘણાં નજીક છે. ક્યારેક તો એ બંને વચ્ચેની ભેદરેખા લોપાઈ જાય એવી અભિન્નતા પ્રવર્તતી દેખાય છે. બંનેમાં માનવઅનુભૂતિનું આલેખન હોવાથી એમની વિષયસામગ્રી ઘણી વાર સમાન હોય છે. બંનેમાં ભાષાના માધ્યમ દ્વારા અભિવ્યક્તિ થયેલી હોય છે અને બંનેનો હેતુ સામે છેડે રહેલા વાચક કે ભાવક સુધી પહોંચવાનો હોય છે, આમ છતાં સાહિત્ય અને પત્રકારત્વમાં મૂળગત તફાવત છે.

સાહિત્યકાર માનવચિત્તનાં ઊંડાણોને તાગવાનો પ્રયાસ કરતો હોય છે, જ્યારે પત્રકારની નજર બનાવની આસપાસ ઘૂમતી હોય છે. આ બનાવ કોઈક સ્વરૂપે સાહિત્યમાં પ્રગટ થાય છે, પણ તેનું પ્રાગટ્ય તદ્દન જુદું જ હોય છે. આપણા પ્રસિદ્ધ સાક્ષર શ્રી રામનારાયણ વિ. પાઠક આગળ કેટલાકે ફરિયાદ કરી કે અમારા છોકરાઓ શહેરમાં ગયા પછી નાણાનો ધુમાડો કરે છે અને તેના પરથી ‘મુકુન્દરાય' જેવી ગુજરાતી નવલિકાસાહિત્યની એક મનભર કૃતિનું સર્જન થયું. શ્રી રામનારાયણ પાઠક 'દ્વિરેફ'  ‘મારી વાર્તાનું ઘડતર' એ લેખમાં આ નવલિકાના પ્રાદુર્ભાવ વિશે કહે છે :

“એક વાર કોઈ માણસે મને વાત કરી કે અમુક વિદ્યાર્થી ઘેર જઈને મા-બાપને પજવે છે – એ સાંભળીને મને દુઃખ થયું. તે પછી એ રહસ્યની આસપાસ વસ્તુઓ વીંટાવા માંડી અને તેમાંથી 'મુકુન્દરાય'ની વાર્તા લખાઈ. એક નવાઈની વાત એ છે કે જે વિદ્યાર્થી વિશે મેં એ સાંભળેલું તેણે જ મને વાર્તા પ્રસિદ્ધ થયા પછી એક વાર કહ્યું કે પોતે મુકુંદરાયની પેઠે જ ઘરમાં વર્તતો હતો. એ પછી તો મને બીજા પણ કેટલાક વિદ્યાર્થીઓએ આ કબૂલાત આપી છે."૧<ref>૧. ‘સાહિત્યવિર્મશ', લે. રા. વિ. પાઠક, પૃ. ૧૨૮</ref> આમ, સ્થૂળ કે સામાન્ય ઘટનામાંથી સર્જક 'દ્વિરેફે’ ‘મુકુન્દરાય' જેવી ઉત્તમ નવલિકાનું સર્જન કર્યું. એ નવલિકા વાંચીએ ત્યારે મૂળ ઘટનાનો કોઈ ખ્યાલ આવતો નથી. ક્રૌંચપક્ષીનો વધ થવાથી સ્થૂળ ઘટનાનો શોક શ્લોકમાં પલટાઈ ગયો અને એ રામાયણ જેવી અમર કલાકૃતિનું ઉદ્ભવસ્થાન હશે એવો ખ્યાલ આવે ખરો ? આમ પત્રકારત્વમાં બનાવની જેટલી મહત્તા છે, એટલી મહત્તા સાહિત્યમાં નથી.

પત્રકાર બનાવના તથ્ય (fact) પર નજર રાખે છે. એ તથ્ય વાચકને બરાબર પહોંચે તેમાં જ તેના કર્તવ્યની ઇતિશ્રી માને છે. જ્યારે સાહિત્યકાર બનાવની વિગતો પહોંચાડવાને બદલે ભાવકને સ્વાનુભૂતિ પહોંચાડવા માગે છે, આથી સાહિત્યમાં ઘટના સર્જકપ્રતિભાથી રસાઈને આવતી હોય છે. એમાં પણ એક સમયે ગુજરાતી નવલિકા તો છેક ઘટનાલોપ સુધી પહોંચી ગઈ હતી.

સાહિત્યકાર ઘટનાને સર્વસામાન્ય માનવ-અનુભવ કે સંવેદનનું રૂપ આપે છે. કલામાત્રનું લક્ષણ સર્વજનીનતા (universality) છે એટલે સાહિત્યકાર વસ્તુસામગ્રીનું એ સર્વજનીન (universal) અનુભૂતિમાં રૂપાંતર કરે ત્યારે તેનું કલાસ્વરૂપ સિદ્ધ થયું ગણાય. સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે આ મહત્ત્વનો ભેદ છે. એ દૃષ્ટિએ પત્રકાર સામગ્રી પીરસે છે ને સાહિત્યકાર તેનું કળામાં રૂપાન્તર કરે છે. પત્રકાર સમર્થ સર્જક પણ હોય તો તે મેઘાણીની જેમ નજરે જોયેલી ચિત્તપ્રભાવક ઘટનાને 'ચારણકન્યા' જેવી કાવ્યકૃતિ રૂપે ઢાળી શકે છે.

Line 48: Line 48:
“તું વાઙ્મય સર્જે છે ?"
“તું વાઙ્મય સર્જે છે ?"
“એ તો નથી જાણતો હું. પણ રોજેરોજ, પળે પળે, વિશ્વના નવવિચારો ને નવઆંદોલનોના મારા મેજ પર ખડકાતા ઢગલાને ગુજરાતી ભાષામાં ઉતારવા જતાં મારા માથાની ખોપરી ફાટતી મેં અનુભવી છે. રસ્તે ચાલતું માનવી ઝટ ઝટ સમજીને વાંચી લ્યે એવું ભાષા-ઘડતર કરતાં કરતાં મારા પેટમાં લાખો બીડીઓ ને હજારો ચાહના પ્યાલા રેડાયા છે. કોઈ કોઈ વાર ઉજાગરે બળતા આ ક્લેવરને ટકાવવા મેં પ્યાલી બે પ્યાલી-"

“વારુ ! વારુ !” મેં સુગાઈને વચ્ચે પૂછ્યું : “તેં આટલું બધું ક્ષણજીવી જ શા માટે લખ્યા કર્યું ?”

“જગતના ચિરંજીવી પ્રવાહને વહેતો રાખવા માટે."

“વાહ! આવું સૂત્રમય વાક્ય તું બોલી શકે છે !” મને વિસ્મય થયું. "તારું નામ ?”  

Line 90: Line 90:
વર્તમાનપત્રોની ભાષા વિશે એક બાબત ખટકે છે કે ઘણાં ગુજરાતી વર્તમાનપત્રો ભાષા અંગે પૂરતી ચીવટ રાખતાં નથી. ભાષાની ચીવટની આ તાલીમ એમને સાહિત્યમાંથી મળી શકે ખરી. આ અંગે શ્રી મહેન્દ્ર ન. પંડયાએ યોગ્ય જ ટકોર કરી હતી, “આપણી ભાષાનાં વર્તમાનપત્રો વિશે બોલતાં એમ પણ કહેવાનું મન થાય છે કે તેઓ ભાષાશુદ્ધિ પર ધ્યાન આપે; દીર્ઘ હૃસ્વ પર દૃષ્ટિ ફેરવે, પરભાષાના શબ્દોના ઉચ્ચારો બરાબર ગ્રહણ કરે અને ક્રમશઃ અક્ષરશઃ ભાષાંતર ન કરતાં, ભાવ અને અર્થ સમજાય એવાં જ ભાષાંતર કરે... જેમ ઉદ્યાનમાં વધુ પુષ્પો અને વનમાં વધુ વૃક્ષો શોભામાં અભિવૃદ્ધિ કરે છે, તેમ જ ભાષામાં વિવિધ શબ્દો અને શબ્દપ્રયોગોથી સૌંદર્ય વધે છે. વર્તમાનપત્રો ભાષાને વિકસાવવામાં સારો ફાળો આપી શકે છે.”૧૫<ref>૧૫. ‘પત્રકારત્વ : તેના આદર્શો અને કર્તવ્યો', લે. મહેન્દ્ર ન. પંડ્યા, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૮મું સંમેલન</ref>

પત્રકારત્વ અને સાહિત્ય બંને પરસ્પર સહાયરૂપ કે પૂરક બની શકે તેમ છે. દૈનિક પત્રકારત્વમાં પણ સાહિત્યનો સંસ્પર્શ પ્રગટાવી શકાય. સાહિત્યનું સેવન પત્રકારને સંવેદનશીલ અને વિચારવંત રાખી શકે છે તથા એનાં લખાણોને અભિવ્યક્તિ અને ભાષાશૈલી પરત્વે વધુ સમૃદ્ધ બનાવે છે. પત્રકારત્વ સાહિત્યકારને શિસ્ત, સંક્ષિપ્તતા, સોંસરવાપણું અને વિષય-વ્યાપ આપી શકે છે. આમ સાહિત્ય અને પત્રકારત્વ- બંને પરસ્પર ક્યાંક પૂરક બનાવની સાથોસાથ ક્યાંક પરસ્પર અસર કરનારાં પ્રભાવક પરિબળ બન્યાં છે.

'''સંદર્ભસૂચિ'''

'''સમૂહ-માધ્યમો અને સાહિત્ય, પૃ.૭૦-૮૯, ત્રી. આ. ૨૦૧'''

{{Poem2Close}}
<hr>
'''સંદર્ભસૂચિ'''
{{reflist}}

'''સમૂહ-માધ્યમો અને સાહિત્ય, પૃ.૭૦-૮૯, ત્રી. આ. ૨૦૧'''
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પારસી કવિઓ
|previous = ગુજરાતી સ્ત્રી સામયિકો
|next = નારીવાદી સાહિત્ય અને સાહિત્યમાં નારી
|next = રૂપરચના અને તત્ત્વસંદર્ભે ગુજરાતી વિવેચન
}}
}}