કિન્નરી ૧૯૫૦/ફૂલ હો!: Difference between revisions
Jump to navigation
Jump to search
ફૂલ હો!
(+1) |
(No difference)
|
Latest revision as of 01:23, 23 March 2024
ફૂલ હો!
તારાં કેમ કરું રે મૂલ?
કોઈ ધરે પ્રભુચરણે,
તુજને કોઈ ધરે નિજ કરણે;
એમાં કોન ક્હેવી ભૂલ?
સુગંધ કેવી વેરે,
તું તો અંગ ને અંતર ઘેરે;
તારી રંગરંગની ઝૂલ!
૧૯૫૦