કોઈ બ્હાને હવે મારું મન નહીં માને! હવે એને ચહો કે ન ચહો, વાત કોઈ કહો કે ન કહો; હવે એ તો ધરશે ન ધ્યાને! થયું છે શું હુંય તે ન જાણું, એ તો બસ ગાય નિજ ગાણું; રાતદિન રહે નિજ તાને! ૧૯૪૯