પુનશ્ચ/ગમતું નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:21, 29 March 2024

ગમતું નથી

તમને ક્યાંય ગમતું નથી,
તમારું મન તમારા મનમાંય તે રમતું નથી.

કાલની સ્મૃતિઓ શું ડંખે છે ?
તમારું મન કશું ઝંખે છે ?
તમારું મન હવે શું તમનેય તે નમતું નથી ?

તમારે શું ક્યાંય જવું નથી ?
જ્યાં છો ત્યાંથી દૂર થવું નથી ?
તમારું મન હવે શું શૂન્યમાંય તે શમતું નથી ?

૨૦૦૫