તમે જાણો નહિ, પ્રિયે ! પણ તમે વિચિત્ર છો. તમે કેટકેટલાની મૈત્રી ઝંખો, ને જે મિત્ર થાય એને ડંખો; વિચિત્ર જ નહિ, પણ તમે અતિવિચિત્ર છો. તમે નવું નવું મહોરું પહેરો, ને અસલ જે ચહેરો તેને ચેરો; હવે તમે જ કહો, તમે કોઈનાય મિત્ર છો ? ૨૦૦૫