ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઝવેરચંદ મેઘાણી/વહુ અને ઘોડો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(5 intermediate revisions by 4 users not shown)
Line 1: Line 1:
{{Center|'''વહુ અને ઘોડો'''}}
{{SetTitle}}
----
{{Heading|વહુ અને ઘોડો | ઝવેરચંદ મેઘાણી}}
 
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/e/e1/ANITA_VAHU_AND_GHODO_1.mp3
}}
<br>
વહુ અને ઘોડો • ઝવેરચંદ મેઘાણી • ઑડિયો પઠન: અનિતા પાદરિયા     
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્વામીનાથ નાટક જોવા ગયા છે. હું હજુ નીચે રસોડામાંથી બાળકનું દૂધ ઢાંકીઢૂંબીને મેડી પર ચાલી આવું છું. અહીં અમે બે જ જણ છીએ : એક હું ને બીજો આ દીવો…
સ્વામીનાથ નાટક જોવા ગયા છે. હું હજુ નીચે રસોડામાંથી બાળકનું દૂધ ઢાંકીઢૂંબીને મેડી પર ચાલી આવું છું. અહીં અમે બે જ જણ છીએ : એક હું ને બીજો આ દીવો…
Line 34: Line 48:
જેના ઘરનો ઘોડો આટલો ભાગ્યવંત, તેના ઘરની વહુવારુઓ કેવી રૂમઝૂમતી, ગેલતી અને વસ્ત્રાભૂષણે લચી પડી હશે!
જેના ઘરનો ઘોડો આટલો ભાગ્યવંત, તેના ઘરની વહુવારુઓ કેવી રૂમઝૂમતી, ગેલતી અને વસ્ત્રાભૂષણે લચી પડી હશે!

–એ જોવાની મારી મન-કામના પણ સંતોષાઈ ગઈ. એક દો: અમારા ઘરની પાસે રસ્તો એટલો બધો સાંકડો હતો કે સામસામાં બે ગાડાં-ગાડી નીકળી ન શકે. તે દિવસ બપોરે બાર વાગ્યે એકસામટાં સાત ગાડાંની ઠાંસ એ રસ્તે લાગી પડી હતી. ગાડાં ઉપર રૂનાં ધોકડાં લાદેલાં હતાં. બુકાનીદાર સાતે ગાડા-ખેડુઓનાં મોં પર રસ્તાની ધૂળના થર ચડ્યા હતા. સાતે જણા બળદોનાં પૂછડાં મરોડીને ટુકડેટુકડા કરી નાખતા બજારનો ચડાવ પાર કરવા મથતા હતા. બળદોના કાંધ ઉપરથી છોલાણ થઈને લોહી ચાલ્યાં જતાં હતાં!
–એ જોવાની મારી મન-કામના પણ સંતોષાઈ ગઈ. એક દિ, અમારા ઘરની પાસે રસ્તો એટલો બધો સાંકડો હતો કે સામસામાં બે ગાડાં-ગાડી નીકળી ન શકે. તે દિવસ બપોરે બાર વાગ્યે એકસામટાં સાત ગાડાંની ઠાંસ એ રસ્તે લાગી પડી હતી. ગાડાં ઉપર રૂનાં ધોકડાં લાદેલાં હતાં. બુકાનીદાર સાતે ગાડા-ખેડુઓનાં મોં પર રસ્તાની ધૂળના થર ચડ્યા હતા. સાતે જણા બળદોનાં પૂછડાં મરોડીને ટુકડેટુકડા કરી નાખતા બજારનો ચડાવ પાર કરવા મથતા હતા. બળદોના કાંધ ઉપરથી છોલાણ થઈને લોહી ચાલ્યાં જતાં હતાં!

પડખે એક ગાય ભીંસમાં આવી જવાથી દુકાનદારો એ સાત માંહેલા એક ગાડાવાળાને હેઠો ઘસડી લઈ મોટે ડોળે ગાળોની તડપીટ પાડતા હતા. પરગામના ગાડા-ખેડુઓ આ ધર્મી વેપારીઓની સામે થોડીક વાર ચસકા કરતા, થોડીક લાચારી ગાતા, થોડાક અંદરોઅંદર વઢતા-ઝઘડતા હતા. એ લોકોને ખરી ખબર જ નહોતી કે ગાય ભીંસમાં આવી જવામાં સાચો વાંક કોનો હતો; પણ આ બધી લડાલડી ને ગાળાગાળીથી આનંદ પામતી હું – આઠ વરસની છોકરી – અમારે ઓટે બેઠી હતી, ત્યાં અટકી ગયેલા બે મુસલમાન ખેડૂતો ધીરે અવાજે જે વાતો કરતા હતા તે મારા સાંભળવામાં આવેલી : ‘હદ થઈ છે ને હવે તો? દુકાનના ઓટા લંબાવીને બજારનો મારગ દબાવનારા છે આ વેપારીઓ – ને પીટે છે પરગામના ગાડાવાળાઓને! કોઈ દેખનારો જ ન મળે!’

Line 48: Line 62:
– અને એ પાંચ છોકરાંનાં અંગો ઉપર શોભાના શા શા રંગો! ‘શેઠનાં ઘરનાં વહુવારુઓ છે, વેવાઈ-ઘેર આજ જમવા જાય છે : બચારાંને માથે કેવી કરી આ સાળા ગાડાવાળાઓએ!’
– અને એ પાંચ છોકરાંનાં અંગો ઉપર શોભાના શા શા રંગો! ‘શેઠનાં ઘરનાં વહુવારુઓ છે, વેવાઈ-ઘેર આજ જમવા જાય છે : બચારાંને માથે કેવી કરી આ સાળા ગાડાવાળાઓએ!’

એવા ઉદ્ગારો લાકો કાઢવા લાગ્યા, ત્યાં તો કોચમૅને એ રસ્તો રૂંધનાર ગાડાવાળાઓને બે-ચાર ગાળો દઈ ગાડીને પાછી લઈ લીધી. એક ખાંચામાં વાળીને પછી ગામ-બહારને લાંબે રસ્તેથી એણે શેઠ-ઘરનાં વહુવારુઓને વેવાઈ-ઘેર પહોંચાડી દીધાં.

એ લોકો જ્યાં જમવા આવ્યાં તે ઘર અમારી નજીકમાં જ હતું. બાને જાણ ન થાય તે રીતે છાનીમાની હું એ ઘેર ગઈ. મને એ સોનાસળીના સાળુની અંદર ઢંકાયેલાં મોં જોવાનું ઘણું મન હતું. પણ એ મોટા ઘરના કોણ જાણે કયા ખંડમાં ભાગ્યવંતીઓ પેસી ગઈ! મને ત્યાં કોણ ભાળ આપવા નવરું હોય! જમવા-જમાડવાની એવી ધમાલ ત્યાં જામી પડી હતી અને અવાજ પાડી પાડી ભરડાઈ ગયેલાં ગળાં એકબીજાંની સાથે એવી બૂમાબૂમોથી કામ લઈ રહેલ હતાં કે ત્યાં કાંઈક મોટો કજિયો મચી જશે, એવી બીકે હું પાછી ઘેર નાસી આવી. બાને ખબર પડી કે હું ત્યાં જમણ-દિને ગઈ હતી, એટલે બાએ મારા ગાલ સારી પેઠે ખચકાવ્યા.

Line 60: Line 74:
પણ મને ચોક્કસ ખબર નથી રહી કે એ ચાર એ-નાં એ જ હતાં – કે એમાં કોઈની અદલાબદલી થઈ હતી. છતાં એટલું તો મને યાદ રહી ગયું છે કે કોણી સુધી બહાર દેખાતા એ આઠ હાથની કળાઈઓમાં મને વારંવાર વધતી-ઓછી જાડાઈ-પાતળાઈની અને લાલચોળ જોબન તથા નિસ્તેજ રોગિયલપણાની જૂજવી ભાતો લાગી હતી.

આવા ફેરફાર મને તે દિવસે બરાબર સમજાતા નહોતા; પણ મોટી ઉંમરે મારા અંતરમાં એ વાતની કડી બેસવા લાગી હતી : કેટલીક વાર રાતના બે વાગ્યે ને કેટલીક વાર પરો{fયે અમારે ઘેર પાડોશણો લૂગડાંની પોટલીઓ લઈને આવતી, અને ખબર દેતી કે – શેઠના વચેટ, નાના કે મોટા દીકરાની રાજકોટવાળી, વઢવાણવાળી, હડમતિયાવાળી કે ખીજડિયાવાળી વહુ હવે અંતકાળ છે. મારી બા પણ એક નાની પોટલીમાં સાડલો, કાપડું ને ચણિયો વીંટાળી સહુની સાથે ચાલી નીકળતી.
આવા ફેરફાર મને તે દિવસે બરાબર સમજાતા નહોતા; પણ મોટી ઉંમરે મારા અંતરમાં એ વાતની કડી બેસવા લાગી હતી : કેટલીક વાર રાતના બે વાગ્યે ને કેટલીક વાર પરોઢિયે અમારે ઘેર પાડોશણો લૂગડાંની પોટલીઓ લઈને આવતી, અને ખબર દેતી કે – શેઠના વચેટ, નાના કે મોટા દીકરાની રાજકોટવાળી, વઢવાણવાળી, હડમતિયાવાળી કે ખીજડિયાવાળી વહુનો હવે અંતકાળ છે. મારી બા પણ એક નાની પોટલીમાં સાડલો, કાપડું ને ચણિયો વીંટાળી સહુની સાથે ચાલી નીકળતી.

એક વાર તો જતાં જતાં બા એમ પણ બોલેલી હોવાનું મને યાદ છે કે, ‘ભાગ્ય એટલાં મોળાં ને, બાઈ, કે આ મારી તારા હજુ ત્રણ વરસ નાની કહેવાય. છોડી તેર વરસની હોત તોય આજ હું એને સુખમાં નાખી દેત. પણ આ તો દસ જ વરસની – ને પાછું રાંડને ડિલમાં ગજું મુદ્દલ જ ન મળે ને! દસ વરસનીને પંદરમાં ખપાવાય શી રીતે?’

Line 66: Line 80:
હું તે વેળા તો બહુ સમજી નહોતી. અત્યારે ચોખવટ થાય છે કે શેઠના ઘોડાના રંગો આટલા આટલા બદલાતા, ને એ ઘોડાગાડીઓમાં બેસી જમવા જનારા આઠ-આઠ હાથની કળાઈઓ આવાં રૂપાન્તર પામતી, તેનો અર્થ એ હોત કે ઘોડા ને વહુઓ ઘણી વાર મરણ પામતાં – ને તેને બદલે નવા ઘોડા ને નવી વહુઓ તાબડતોબ આવી જતાં.

અગિયાર… બાર – અને તેર વર્ષનું વહાણું વાયું ત્યાં તો મારા માવતરના જીવનમાં મારી ચિંતા ઠાંસોઠાંસ થઈ પડી. તે દિવસે અમારા ઘર પાસેની સાંકડી બજારમાં જે ગાડાં-ગાડીની રૂંધામણ થઈ હતી, તેવી જ સંકડામણ માતા-પિતાના સાંકડા સંસાર-પથમાં લાગી પડી. કોણ જાણે શું થયું કે મારા શરીરનું ગજું ઓચિંતાનું નીકળવા માંડ્યું : કોણ જાણે કેવીયે ગુપ્ત સરવાણીઓ મારા રોમરોમમાં ફૂટી નીકળી. મારી મા પિતાજી કને વારંવાર કહેવા લાગી કે, ‘રાંડને ગજું કરવાની જે દી ખરી જરૂર હતી તે દી તો છપ્પનિયાના રાંકા જેવી રહી – ને આજ હવે માંડી ડિલ ઘાલવા કરમફૂટી! ક્યાં નાખશું દીકરી જેવી દીકરીની દેઈને!’
અગિયાર… બાર – અને તેર વર્ષનું વહાણું વાયું ત્યાં તો મારા માવતરના જીવનમાં મારી ચિંતા ઠાંસોઠાંસ થઈ પડી. તે દિવસે અમારા ઘર પાસેની સાંકડી બજારમાં જે ગાડાં-ગાડીની રૂંધામણ થઈ હતી, તેવી જ સંકડામણ માતા-પિતાના સાંકડા સંસાર-પથમાં લાગી પડી. કોણ જાણે શું થયું કે મારા શરીરનું ગજું ઓચિંતાનું નીકળવા માંડ્યું : કોણ જાણે કેવીયે ગુપ્ત સરવાણીઓ મારા રોમરોમમાં ફૂટી નીકળી. મારી મા પિતાજી કને વારંવાર કહેવા લાગી કે, ‘રાંડને ગજું કરવાની જે દિ ખરી જરૂર હતી તે દિ તો છપ્પનિયાના રાંકા જેવી રહી – ને આજ હવે માંડી ડિલ ઘાલવા કરમફૂટી! ક્યાં નાખશું દીકરી જેવી દીકરીની દેઈને!’

બાપુ જવાબ દેતા : ‘આપણે બીજું શું કરીએ! શેઠના ઘરમાં કોઈ વહુ અત્યારે આપણી દીકરી સારુ થઈને થોડી માંદી પડી શકે છે…!’
બાપુ જવાબ દેતા : ‘આપણે બીજું શું કરીએ! શેઠના ઘરમાં કોઈ વહુ અત્યારે આપણી દીકરી સારુ થઈને થોડી માંદી પડી શકે છે…!’
Line 94: Line 108:
એમ કહીને બાપાએ પાણીનો પ્યાલો લાવી બાનું મોં ધોઈ નાખ્યું. બા રડતાં રડતાં હસી પડ્યાં.
એમ કહીને બાપાએ પાણીનો પ્યાલો લાવી બાનું મોં ધોઈ નાખ્યું. બા રડતાં રડતાં હસી પડ્યાં.

હું – તેર વરસની તારા – છાનીમાની લપાઈને ઓરડાના કમાડની ચિરાડમાંથી આ જોતી હતી. છાપાવાળા સ્ટેશનના ફેરિયા રસિકલાલનું નામ સાંભળીને મારા શ્વાસ પણ ફફડી ઊઠ્યા હતા. કોઈ કોઈ વાર એ અમારે ઘેર છાપું વેચવા આવતો. મારા બાપા પૈસા ખરચીને છાપું લેવાના એટલા બધા કાયર, તે છતાં એ રસિકની પટુતામાં લપસી જઈ ‘સમાચાર’ના બે પૈસા ખરચી નાખતા. સાંજ પડતાં તો ચાર છાપાં વીસ ઠેકાણે વંચાવી લઈને રસિક દસ આના ઉઘરાવી લેતો. રોજ વીસ ઠેકાણે પાટકવા માટે મોટી મોટી ડાંફો ભરનાર એના પગની પિંડીઓ ઉપર હું તાકી રહેતી. કોણ જાણે – મારી દૃષ્ટિ એના દેહના બીજા કોઈ અંગ પર નહીં ને આ પગની પેશીદાર પિંડીઓ ઉપર જ ચોંટી રહેતી : જાણે કે એ દૃષ્ટિ વાટે હું રસિકની પિંડીઓ ઉપર મારાં આંગળાં દાબતી! અને ઓ મારા બાપ! મને થતું કે કર્ણને જેમ સૂર્યદેવે વજ્રનો દેહ કરી દીધો હતો, તેમ આ રસિકને પણ શ્રમદેવતાએ લોખંડી પગનું વરદાન દીધું હતું.
હું – તેર વરસની તારા – છાનીમાની લપાઈને ઓરડાના કમાડની ચિરાડમાંથી આ જોતી હતી. છાપાવાળા સ્ટેશનના ફેરિયા રસિકલાલનું નામ સાંભળીને મારા શ્વાસ પણ ફફડી ઊઠ્યા હતા. કોઈ કોઈ વાર એ અમારે ઘેર છાપું વેચવા આવતો. મારા બાપા પૈસા ખરચીને છાપું લેવાના એટલા બધા કાયર, તે છતાં એ રસિકની પટુતામાં લપસી જઈ ‘સમાચાર’ના બે પૈસા ખરચી નાખતા. સાંજ પડતાં તો ચાર છાપાં વીસ ઠેકાણે વંચાવી લઈને રસિક દસ આના ઉઘરાવી લેતો. રોજ વીસ ઠેકાણે ભાટકવા માટે મોટી મોટી ડાંફો ભરનાર એના પગની પિંડીઓ ઉપર હું તાકી રહેતી. કોણ જાણે – મારી દૃષ્ટિ એના દેહના બીજા કોઈ અંગ પર નહીં ને આ પગની પેશીદાર પિંડીઓ ઉપર જ ચોંટી રહેતી : જાણે કે એ દૃષ્ટિ વાટે હું રસિકની પિંડીઓ ઉપર મારાં આંગળાં દાબતી! અને ઓ મારા બાપ! મને થતું કે કર્ણને જેમ સૂર્યદેવે વજ્રનો દેહ કરી દીધો હતો, તેમ આ રસિકને પણ શ્રમદેવતાએ લોખંડી પગનું વરદાન દીધું હતું.

હાય રે : આવા ડાઘા ડાઘા પગવાળા ફેરિયા વેરે મને પરણાવવાની વાત! હું થરથરી ઊઠતી. હું, તેર વરસની તારા, હવે ઘરની ડેલી બહાર નીકળવાની મનાઈ પામેલી. કોઈ આવે-જાય તેની નજરેય પડવાની મને બંધી કરી હતી બાએ; એટલે મારા સંસારમાં તે દિવસે એક માનવી હતો આ રસિક છાપાવાળો અને બીજા હતા બાપાજી. મારી કલ્પના રમતી હતી પેલા શેઠ-ઘરની સુંદર ઘોડાગાડીની અંદર, ચાર વહુવારુઓની વચ્ચેના કોઈ સ્થાનમાં. મારો સંકલ્પ જાણે કે એ ગાડીમાં ચઢી બેસી એ ચાર માંહેલી એકાદને ધક્કો દઈ ખેસવી રહ્યો હતો. હું જાણે એ સહુથી નાના શેઠ-પુત્રની બીજા વારની ધ્રાંગધ્રાવાળી વહુને ભવાં ચડાવીને કહી રહી હતી કે, ‘ઊઠની હવે! ત્રણ વરસ તો તને થઈ ગયાં. ઉધરસ તો તને લાગુ પડી ગઈ છે; ઝીણો તાવ પણ તને રાતમાં આવી રહેલ છે. તો પછી હવે, ભલી થઈને, ઊઠ – મારે માટે જગ્યા કરી દે. મારે એ ડાઘા પગવાળા રસિકડાને નથી પરણવું.’ એ રસિકડો કોઈ કોઈ વાર એની ઘરડી, આંધળી, વિધવા માને દોરીને દવાખાને લઈ જતો હોય, ત્યારે હું (દસ વર્ષની હતી ત્યાં સુધી) ખડકી બંધ કરીને અંદર પેસી જતી. માડી રે! – એટલી તો મને બીક લાગતી! ‘મારે એને ઘેર રોટલા ટીપવા નથી જવું.’
હાય રે : આવા ડાઘા ડાઘા પગવાળા ફેરિયા વેરે મને પરણાવવાની વાત! હું થરથરી ઊઠતી. હું, તેર વરસની તારા, હવે ઘરની ડેલી બહાર નીકળવાની મનાઈ પામેલી. કોઈ આવે-જાય તેની નજરેય પડવાની મને બંધી કરી હતી બાએ; એટલે મારા સંસારમાં તે દિવસે એક માનવી હતો આ રસિક છાપાવાળો અને બીજા હતા બાપાજી. મારી કલ્પના રમતી હતી પેલા શેઠ-ઘરની સુંદર ઘોડાગાડીની અંદર, ચાર વહુવારુઓની વચ્ચેના કોઈ સ્થાનમાં. મારો સંકલ્પ જાણે કે એ ગાડીમાં ચઢી બેસી એ ચાર માંહેલી એકાદને ધક્કો દઈ ખેસવી રહ્યો હતો. હું જાણે એ સહુથી નાના શેઠ-પુત્રની બીજી વારની ધ્રાંગધ્રાવાળી વહુને ભવાં ચડાવીને કહી રહી હતી કે, ‘ઊઠની હવે! ત્રણ વરસ તો તને થઈ ગયાં. ઉધરસ તો તને લાગુ પડી ગઈ છે; ઝીણો તાવ પણ તને રાતમાં આવી રહેલ છે. તો પછી હવે, ભલી થઈને, ઊઠ – મારે માટે જગ્યા કરી દે. મારે એ ડાઘા પગવાળા રસિકડાને નથી પરણવું.’ એ રસિકડો કોઈ કોઈ વાર એની ઘરડી, આંધળી, વિધવા માને દોરીને દવાખાને લઈ જતો હોય, ત્યારે હું (દસ વર્ષની હતી ત્યાં સુધી) ખડકી બંધ કરીને અંદર પેસી જતી. માડી રે! – એટલી તો મને બીક લાગતી! ‘મારે એને ઘેર રોટલા ટીપવા નથી જવું.’

બે’ક વર્ષો બીજાં ગયાં. હું પંદરમા વર્ષમાં પહોંચીને ઘરની સંપૂર્ણ બંદિની બની ગઈ હતી. તે અરસામાં તો મારી અને બાની – કદાચ બાપાજીની પણ – સંયુક્ત પ્રાર્થનાને જોરે શેઠ-ઘરમાં આટકોટવાળી વહુનો ખાટલો ઢળાયો.
બે’ક વર્ષો બીજાં ગયાં. હું પંદરમા વર્ષમાં પહોંચીને ઘરની સંપૂર્ણ બંદિની બની ગઈ હતી. તે અરસામાં તો મારી અને બાની – કદાચ બાપાજીની પણ – સંયુક્ત પ્રાર્થનાને જોરે શેઠ-ઘરમાં આટકોટવાળી વહુનો ખાટલો ઢળાયો.
Line 182: Line 196:
એ બધાં તો બબડવા લાગ્યાં કે, ‘તમે આવ્યે અમારાં રાંધણાંના ઘસડબોળા કંઈક ઓછા થશે, એમ આશા રાખેલ – ત્યાં તો તમેય બાપને ઘેર પૂરું ધાન ન ખાધું હોય એવાં જડ્યાં અમારે કપાળે!’
એ બધાં તો બબડવા લાગ્યાં કે, ‘તમે આવ્યે અમારાં રાંધણાંના ઘસડબોળા કંઈક ઓછા થશે, એમ આશા રાખેલ – ત્યાં તો તમેય બાપને ઘેર પૂરું ધાન ન ખાધું હોય એવાં જડ્યાં અમારે કપાળે!’

દેરાણી કહે : ‘મારે ચીકાને આખી રાત ધાવણ આવતું નથી, કેમ કે હું દી-રાત એકલી તૂટી મરું છું. આંહીં શું મારી એકલીના જ બાપની આબરૂ સાચવવાની છે – તે મારે એકલીને જ ભીંસાઈ મરવું?’
દેરાણી કહે : ‘મારે ચીકાને આખી રાત ધાવણ આવતું નથી, કેમ કે હું દિ-રાત એકલી તૂટી મરું છું. આંહીં શું મારી એકલીના જ બાપની આબરૂ સાચવવાની છે – તે મારે એકલીને જ ભીંસાઈ મરવું?’

નાનાં ભાભીજી પણ મારા હાથમાંથી પાણીનું તપેલું ઝૂંટવી લઈને બોલ્યાં : ‘લાવો, ભા; તમારાથી નહીં ઊપડે. તમને એટલીયે ભાન છે કે મહેમાન સારુ પહેલાં દાતણ કરવાનું પાણી મૂકીને પછી ઝટ ઝટ ચા કરવી છે? બાપને ઘેર પાંચ પરોણા આવતા હશે ત્યાં તો મૂંઝાઈને…’

Line 198: Line 212:
‘કાલ્ય દહીં-ચટણીમાં કોથમીર કેમ નો’તી નાખી? કોઈ જુઓ છો કે નહીં? મારાં સાળાં આંધળાં…’
‘કાલ્ય દહીં-ચટણીમાં કોથમીર કેમ નો’તી નાખી? કોઈ જુઓ છો કે નહીં? મારાં સાળાં આંધળાં…’

આવા અનેક અવાજો પુરુષોના મોંમાંથી ઉપરાઉપરી છૂટતા હતા. તરત મને ભાભીજીએ યાદ કરી દીધું કે, ‘તારાવહુ, દહીં-ચટણી તો કાલે તમે જ કરી હતી. એટલુંય ભાન ન રાખીએ? – કોથમીર જેવી ચીજ ભુલાઈ જાય! ભાયડાનો સ્વભાવ કેવો છે, એ તો તમે જાણો છો ને? – કે બાપને ઘેર દહીં-ચટણી કોઈ દી…’
આવા અનેક અવાજો પુરુષોના મોંમાંથી ઉપરાઉપરી છૂટતા હતા. તરત મને ભાભીજીએ યાદ કરી દીધું કે, ‘તારાવહુ, દહીં-ચટણી તો કાલે તમે જ કરી હતી. એટલુંય ભાન ન રાખીએ? – કોથમીર જેવી ચીજ ભુલાઈ જાય! ભાયડાનો સ્વભાવ કેવો છે, એ તો તમે જાણો છો ને? – કે બાપને ઘેર દહીં-ચટણી કોઈ દિ…’

‘તમારે પગે લાગું, ભાભીજી!’ મારાથી કહેવાઈ ગયું : ‘તમે મારા ઉપર સૂઝે એટલું કહો, પણ મારા બાપને બચાડાને શા સારુ વારે ને ઘડીએ વાતવાતમાં વચ્ચે નાખો છો? એણે શું બગાડ્યું છે તમારું કોઈનું? જેવા સહુના બાપ, એવો જ મારો બાપ…’

Line 224: Line 238:
મને પણ એમ જ થયું કે, આટલા ખાતર પણ હું જીવતી રહી એ સારું થયું. બીજું કંઈ નહીં, પણ મારા પતિને અને ગામને ફોજદારને કંઈક આડવેર હોવાથી (લોકો મૂઆ એ આડવેરની કંઈ કંઈ વાતો કરે છે!) પોલીસ એને ખૂબ હેરાન કરત.
મને પણ એમ જ થયું કે, આટલા ખાતર પણ હું જીવતી રહી એ સારું થયું. બીજું કંઈ નહીં, પણ મારા પતિને અને ગામને ફોજદારને કંઈક આડવેર હોવાથી (લોકો મૂઆ એ આડવેરની કંઈ કંઈ વાતો કરે છે!) પોલીસ એને ખૂબ હેરાન કરત.

જેમ જેમ માણસો ઘેર આવતા ગયા તેમ તેમજેઠજી સહુને જાણ કરતા ગયા કે, ‘કાલે તો, ભઈ, તારાવહુની જમણા લમણાની લટ બળી ગઈ ચૂલે.’ સહુને ખબર પડી કે મને ઝોલું આવી જવાથી આ બન્યું. સહુનું કહેવું એમ થયું કે, આવું ઊંઘણશીપણું તો આજ નવીનવાઈનું સાંભળ્યું. તો કોઈ ટીખળી હતા તેઓએ વળી મારા પતિને વ્યંગ કર્યો કે, ‘ભાઈ, હજુ ક્યાં જુવાની નાસી જવાની બીક છે – તે આમ જાગરણો ખેંચાવો છો! શું વાંચી નાખો છો એવડું બધું! પરણ્યાં વરસ વીત્યું તોયે વાતો નથી ખૂટી શુ્ં!’ વગેરે વગેરે.
જેમ જેમ માણસો ઘેર આવતા ગયા તેમ તેમ જેઠજી સહુને જાણ કરતા ગયા કે, ‘કાલે તો, ભઈ, તારાવહુની જમણા લમણાની લટ બળી ગઈ ચૂલે.’ સહુને ખબર પડી કે મને ઝોલું આવી જવાથી આ બન્યું. સહુનું કહેવું એમ થયું કે, આવું ઊંઘણશીપણું તો આજ નવીનવાઈનું સાંભળ્યું. તો કોઈ ટીખળી હતા તેઓએ વળી મારા પતિને વ્યંગ કર્યો કે, ‘ભાઈ, હજુ ક્યાં જુવાની નાસી જવાની બીક છે – તે આમ જાગરણો ખેંચાવો છો! શું વાંચી નાખો છો એવડું બધું! પરણ્યાં વરસ વીત્યું તોયે વાતો નથી ખૂટી શું!’ વગેરે વગેરે.

એ તો ઠીક, પણ એકેએક જીભને ટેરવે એક બોલ તો રમતો રહ્યો કે, ‘ઘરનાં મોટાં પુણ્ય, ભાઈ, કે વહુ બચી ગયાં! આ ખોરડું તો ધરમનો થાંભલો છે.’
એ તો ઠીક, પણ એકેએક જીભને ટેરવે એક બોલ તો રમતો રહ્યો કે, ‘ઘરનાં મોટાં પુણ્ય, ભાઈ, કે વહુ બચી ગયાં! આ ખોરડું તો ધરમનો થાંભલો છે.’
Line 230: Line 244:
મને થતું હતું કે, મારા બાપુનાં કે મારાં પોતાનાં પુણ્ય કશાં હશે જ નહીં શું?
મને થતું હતું કે, મારા બાપુનાં કે મારાં પોતાનાં પુણ્ય કશાં હશે જ નહીં શું?

વળતે દહાડે મારા જેઠજીએ કૂતરાંને એક મણ લોટના રોટલા, પારેવાંને એક ગૂણી જુવાર અને બોકડાને દશ શેર દૂધ વગેરે ધર્માદો જાહેર કરી કામમાં જેજેકાર વર્તાવ્યો.
વળતે દહાડે મારા જેઠજીએ કૂતરાંને એક મણ લોટના રોટલા, પારેવાંને એક ગૂણી જુવાર અને બોકડાને દશ શેર દૂધ વગેરે ધર્માદો જાહેર કરી ગામમાં જેજેકાર વર્તાવ્યો.

મારા લમણાના બળેલ ભાગ ઉપર ફરફોલો ઊપડેલો તે રાતમાં, પતિની સરત ન હોવાથી, ફૂટ્યો. મને કાળી વેદના ઊપડી. પણ દવાખાને જવા માટે સવારે ઘોડાગાડી નવરી નહોતી – ક્યાંક વરદીમાં ગઈ હતી.
મારા લમણાના બળેલ ભાગ ઉપર ફરફોલો ઊપડેલો તે રાતમાં, પતિની સરત ન હોવાથી, ફૂટ્યો. મને કાળી વેદના ઊપડી. પણ દવાખાને જવા માટે સવારે ઘોડાગાડી નવરી નહોતી – ક્યાંક વરદીમાં ગઈ હતી.
Line 258: Line 272:
સાઈસ આવ્યો : ‘ચાલોને હવે! મોડું થાય છે. મારે હજી ગાડીને બીજી વરદીમાં લઈ જવી છે – દલ્લાશેઠને ઘેર વરઘોડામાં. મોટા ભાઈ ખીજે બળશે.’
સાઈસ આવ્યો : ‘ચાલોને હવે! મોડું થાય છે. મારે હજી ગાડીને બીજી વરદીમાં લઈ જવી છે – દલ્લાશેઠને ઘેર વરઘોડામાં. મોટા ભાઈ ખીજે બળશે.’

જતાં જતાં મેં મારી પાછળ એક ઊંડો નિ:શ્વાસ સાંભળ્યો. દાક્તરને એ નિ:શ્વાસ દરદીઓનાં એક પછી એક નામ પોકારનાર કમ્પાઉન્ડરના બુલંદ સાદમાં દટાઈ ગયો. મેં ગાડીમાં ચડતાં ચડતાં પાછળ જોયું : દાક્તર હજુ ઓસરીમાં ઊભા હતા; દરદીઓ એના મોં સામે તાકીને કશુંક કૌતુક થયું હોય તેમજોતાં હતાં.
જતાં જતાં મેં મારી પાછળ એક ઊંડો નિ:શ્વાસ સાંભળ્યો. દાક્તરને એ નિ:શ્વાસ દરદીઓનાં એક પછી એક નામ પોકારનાર કમ્પાઉન્ડરના બુલંદ સાદમાં દટાઈ ગયો. મેં ગાડીમાં ચડતાં ચડતાં પાછળ જોયું : દાક્તર હજુ ઓસરીમાં ઊભા હતા; દરદીઓ એના મોં સામે તાકીને કશુંક કૌતુક થયું હોય તેમ જોતાં હતાં.

આ રીતે ગાડીમાં બેસીને હું બરાબર એ જ ઠેકાણે નીકળી કે જ્યાંથી મેં, નાનકડી તારાએ, આ ઘોડાનું ને ચાર વહુઓનું સદ્ભાગ્ય વારે વારે જોયું હતું – ઝંખ્યું હતું. આજ અત્યારે ફરી વાર જાણે મારો જીવ મારા ખોળિયામાંથી છલાંગ મારીને એ ઓટા ઉપર બેસી ગયો. ફક્ત ચણિયો અને ચોળી પહેરેલ નાની તારા એ પથ્થર ઉપર નવકૂંકરીના લીંટા કાઢવા લાગી; ને નાની તારા મને, મોટી તારાને, પૂછવા લાગી : ‘મોટી તારા! તારાં કોણી લગીનાં ઘરેણાં કેમ હવે લબડી પડ્યાં છે! તારી ચપોચપ બંગડીઓ કાં ઊતરી ગઈ! તારા બાજુબંધની સાંકળી બે તસુ જેટલી કેમ બાંધી લેવી પડી! મોટી તારા, ઘૂમટો ખોલ!’

Line 326: Line 340:
તે વખતે છાપાંનો ફેરિયો રસિકલાલ મોટી ડાંફો ભરતો ચાલ્યો આવતો હતો. ઘડીભર તો મને એમ જ થયું કે, મને પણ કાઢી નાખી હશે, ને મને દોરી જવા માટે જ રસિક આવ્યો હશે.
તે વખતે છાપાંનો ફેરિયો રસિકલાલ મોટી ડાંફો ભરતો ચાલ્યો આવતો હતો. ઘડીભર તો મને એમ જ થયું કે, મને પણ કાઢી નાખી હશે, ને મને દોરી જવા માટે જ રસિક આવ્યો હશે.

— હાય! છાપું ફેંકીને એ તો ચાલ્યો ગયો. મારી આંખો એના પગની પથ્થર-શી પિંડીઓને ચોંટી પડીને ટંગાતી ટંગાતી ક્યાં લગી ચાલી ગઈ!
— હાય! છાપું ફેંકીને એ તો ચાલ્યો ગયો. મારી આંખો એના પગની પથ્થર-શી પિંડીઓને ચોંટી પડીને ટીંગાતી ટીંગાતી ક્યાં લગી ચાલી ગઈ!
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઝવેરચંદ મેઘાણી/સદાશિવ ટપાલી|સદાશિવ ટપાલી]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઝવેરચંદ મેઘાણી/જી’બા|જી’બા]]
}}

Navigation menu