ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કુન્દનિકા કાપડિયા/પ્રેમનાં આંસુ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} સરયુનાં લગ્ન આખરે અનંત સાથે નક્કી થયાં. બધાંને આ વર ને આ ઘર ગમ્...")
 
No edit summary
 
(5 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|પ્રેમનાં આંસુ | કુન્દનિકા કાપડિયા}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/8/81/KRUSHNA_PREM_NA_AANSU.mp3
}}
<br>
પ્રેમનાં આંસુ • કુન્દનિકા કાપડિયા • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ     
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
સરયુનાં લગ્ન આખરે અનંત સાથે નક્કી થયાં. બધાંને આ વર ને આ ઘર ગમ્યાં હતાં અને સરયુને પણ કશો વાંધો કાઢવા જેવું દેખાયું નહીં. અનંત બીજવર હતો, પણ એની ઉંમર કાંઈ બહુ ન હતી; અને એના ઊંચા, પાતળા, કંઈક શ્યામ, પણ સોહામણા દેહને કારણે એ આકર્ષક કહી શકાય એવો લાગતો હતો. એના ઘરની પ્રતિષ્ઠા શહેરમાં સારી હતી અને ડૉક્ટર તરીકે એણે હમણાં જ પ્રૅક્ટિસ કરવાની શરૂઆત કરી હતી છતાંય એનું નામ શહેરમાં વિખ્યાત થઈ ગયું હતું. આવા વરને માટે સરયુને ના પાડવાનું કાંઈ જ કારણ નહોતું, પણ એને એક વાત ખૂંચ્યા કરતી અને તે અનંતની પહેલી પત્નીના પાંચ વરસના બાળકની. લગ્ન કરીને તરત જ પાંચ વરસના આ બાળકની માતા બનવું પડશે એ વિચાર એના ઉલ્લાસને, એના નવયૌવનનાં સ્વપ્નોને, એના આનંદભર્યા ફફડાટને જવાબદારીની દોરીથી બાંધી દેતો હતો. અને અધૂરામાં પૂરું એ બાળક અપંગ હતો.

Line 14: Line 31:
આ અભાનતામાંથી સુશીલા જાગી ત્યારે એના જીવનનો રંગ ઝાંખો પડી ગયો હતો અને મનમાં અંધારી રાત જેવી ગમગીની ગાઢપણે વ્યાપી ગઈ હતી. આ સુંદર બાળક હવે કદી ચાલી નહીં શકે, મુક્ત રીતે હવે ફરી નહીં શકે એ ખ્યાલે એનું દિલ ચિરાઈ જતું. દુનિયાની તમામ સમૃદ્ધિ એકઠી કરીને જેનાં ચરણ પાસે પાથરી દઈએ તોયે જેનું કઠોર મન પીગળતું નથી એવી ભાગ્યવિધાત્રીના નામ પર દિવસો સુધી એણે આંસુ સાર્યાં. પણ જે બની ગયું એને હવે કોણ મિથ્યા કરી શકવાનું હતું?

કિરણ ધીમે ધીમે સાજો થતો હતોપણ આ થોડા દિવસમાં એણે જે અપાર યાતના વેઠી હતી એને પરિણામે એના જ્ઞાનતંતુઓ નબળા પડી ગયા હતા અને બે દિવસ પછી સહુને ખબર પડી કે એનાથી હવે બોલી શકાતું પણ નથી. સુશીલાએ આ જાણ્યું ત્યારે એ ચોધાર આંસુએ રડી રહી. ઘરનાં માણસોને ખૂબ દુઃખ થયું, પણ સુશીલાની તો આખી જીવન-ઇમારત જાણે મૂળમાંથી ડોલી ગઈ.
કિરણ ધીમે ધીમે સાજો થતો હતો પણ આ થોડા દિવસમાં એણે જે અપાર યાતના વેઠી હતી એને પરિણામે એના જ્ઞાનતંતુઓ નબળા પડી ગયા હતા અને બે દિવસ પછી સહુને ખબર પડી કે એનાથી હવે બોલી શકાતું પણ નથી. સુશીલાએ આ જાણ્યું ત્યારે એ ચોધાર આંસુએ રડી રહી. ઘરનાં માણસોને ખૂબ દુઃખ થયું, પણ સુશીલાની તો આખી જીવન-ઇમારત જાણે મૂળમાંથી ડોલી ગઈ.

અનંતે ઉપચાર તો ઘણા કર્યા પણ કાંઈ વળ્યું નહીં. ખૂબ પ્રયત્નો પછી કિરણ બેસીને ઘસડાતો થોડું ચાલતાં શીખ્યો, પણ એની વાણી તો અબોલ જ રહી.
અનંતે ઉપચાર તો ઘણા કર્યા પણ કાંઈ વળ્યું નહીં. ખૂબ પ્રયત્નો પછી કિરણ બેસીને ઘસડાતો થોડું ચાલતાં શીખ્યો, પણ એની વાણી તો અબોલ જ રહી.
Line 34: Line 51:
એની આ કરુણતા સહુને સ્પર્શી જતી, પણ એની પાસે વાણી નહોતી, એટલે વાતો કરીને કે બીજી કોઈ રીતે એને રીઝવી શકાતો નહીં. અનંતે એને રમાડવા માટે એક બાઈ રાખી પણ કિરણ એનાથી ખુશ થયો હોય એવું લાગ્યું નહીં. ટોપલી ભરીને રમકડાં એને માટે અનંત લઈ આવ્યો પણ કિરણે તો એની સામે જોયુંયે નહીં. માના ગયા પછી જાણે બીજા કોઈને ઓળખતો ન હોય એમ એ એકાકી ફર્યા કરતો અને એને રમાડવા માટે રાખેલી બાઈ તરફ ઉદાસ આંખોએ જોઈ રહેતો. ક્યારેક એને જોઈને એ ડોકું ધુણાવતો ને નજર વાળી લેતો. એવું લાગતું, જાણે બધી વસ્તુઓમાં, બધી વ્યક્તિઓમાં એ માને જ નીરખવા મથે છે, અને એને મા નથી દેખાતી ત્યારે નિરાશ થઈ જાય છે.

સ્વાભાવિકપણે થોડા સમય પછી અનંતનાં બીજાં લગ્નની વાત થઈ. તેને સુશીલા માટે ખૂબ પ્રેમ હતોપણ એના મૃત્યુથી એ વિરાગી નહોતો બની ગયો અને એ હજી તદ્દન જુવાન હતો એટલે બીજાં લગ્નની વાત ક્યાંય અનુચિત લાગી નહીં. અનંતના મનમાં માત્ર એક જ ડર હતો, ને તે કિરણનો. એ છોકરો એની માને, પોતાના મૂંગા જીવનમાં, એટલી તો સજીવ રાખી રહ્યો હતો કે અનંત એની આ સ્વપ્નભરી અવસ્થાને, એની આ વેદનામયી ઘેલછાને સ્પર્શતાં અચકાતો હતો. એ કેટલું સમજે છે એની તો એને ખબર પડતી નહોતી, પણ પોતાની મધુર માનું સ્થાન બીજી કોઈ વ્યક્તિએ લીધું છે એવું એને લાગશે તો એના મન પર ખૂબ આઘાત થશે, એ વાત તે સમજતો હતો. મનોમન એ આ સુંદર બાળકને ખૂબ ચાહતો અને પોતાનું બાળક હોય એના કરતાં મૃત પત્નીના પ્રેમની શેષ સ્મૃતિ હોય એ રીતે એને સાચવવાનો પ્રયત્ન કરતો. પણ એના મૂંગા જીવનને કારણે, એના મુખ પર છવાઈ રહેલા વિષાદને કારણે અને ખાસ કરીને તો પોતાના વ્યવસાયમાંથી ઓછો વખત મળવાને કારણે એના તરફ જોઈએ તેટલું ધ્યાન તે આપી શકતો નહીં. આ વાતનો એને હંમેશ અફસોસ રહ્યા કરતો. ભાડૂતી બાઈ ઉપર કેટલો વિશ્વાસ રાખી શકાય? એની મા ઘરડી હતી અને આ બાળકની આસપાસ રહેલા સૌંદર્યના વાતાવરણને, એના અગમ્ય વિષાદને, સ્પષ્ટપણે જોઈ કે સમજી શકતી નહીં, એટલે એના પર વહાલ રાખવા છતાં એના મનના સંપર્કમાં આવી શકતી નહીં. ડોસા ઝાઝી લપ્પનછપ્પન કરતા નહીં. એમને આ બાળક ગમતો, પણ કાલું બોલનાર, મીઠી વાતો કરનાર, પોતાનાં દાઢીમૂછ ખેંચી પોતાને સતાવનાર કોઈ હોય એવી ઇચ્છા એમને રહેતી. મૂંગા ને અપંગ આ બાળક પ્રત્યે બધાંને ખૂબ સહાનુભૂતિ હતી પણ એના સ્વભાવની વિશિષ્ટતાને કારણે કોઈ એનામાં સક્રિય રસ લઈ શકતું નહીં. અનંતની બહેન પોતાનાં છોકરાંઓમાંથી અને મોટા ઘરની વ્યવસ્થામાંથી પરવારતી નહીં. હવે ભાભી આવે તો પોતાને ઘેર પાછી જવા એ પણ ઉત્સુક થઈ રહી હતી. અનંતના બે નાના ભાઈ અને એક બહેન શાળામાં ભણતાં અને મનમોજી હતાં. આમ આટલાં બધાં માણસોની વચ્ચે પેલો બાળક સહુથી વીંટળાયેલો છતાં એકાકી હતો. એની આસપાસ સગવડ ને સમૃદ્ધિ હતાં, છતાં એનું મન શૂન્ય સરખું દેખાતું.
સ્વાભાવિકપણે થોડા સમય પછી અનંતનાં બીજાં લગ્નની વાત થઈ. તેને સુશીલા માટે ખૂબ પ્રેમ હતો પણ એના મૃત્યુથી એ વિરાગી નહોતો બની ગયો અને એ હજી તદ્દન જુવાન હતો એટલે બીજાં લગ્નની વાત ક્યાંય અનુચિત લાગી નહીં. અનંતના મનમાં માત્ર એક જ ડર હતો, ને તે કિરણનો. એ છોકરો એની માને, પોતાના મૂંગા જીવનમાં, એટલી તો સજીવ રાખી રહ્યો હતો કે અનંત એની આ સ્વપ્નભરી અવસ્થાને, એની આ વેદનામયી ઘેલછાને સ્પર્શતાં અચકાતો હતો. એ કેટલું સમજે છે એની તો એને ખબર પડતી નહોતી, પણ પોતાની મધુર માનું સ્થાન બીજી કોઈ વ્યક્તિએ લીધું છે એવું એને લાગશે તો એના મન પર ખૂબ આઘાત થશે, એ વાત તે સમજતો હતો. મનોમન એ આ સુંદર બાળકને ખૂબ ચાહતો અને પોતાનું બાળક હોય એના કરતાં મૃત પત્નીના પ્રેમની શેષ સ્મૃતિ હોય એ રીતે એને સાચવવાનો પ્રયત્ન કરતો. પણ એના મૂંગા જીવનને કારણે, એના મુખ પર છવાઈ રહેલા વિષાદને કારણે અને ખાસ કરીને તો પોતાના વ્યવસાયમાંથી ઓછો વખત મળવાને કારણે એના તરફ જોઈએ તેટલું ધ્યાન તે આપી શકતો નહીં. આ વાતનો એને હંમેશ અફસોસ રહ્યા કરતો. ભાડૂતી બાઈ ઉપર કેટલો વિશ્વાસ રાખી શકાય? એની મા ઘરડી હતી અને આ બાળકની આસપાસ રહેલા સૌંદર્યના વાતાવરણને, એના અગમ્ય વિષાદને, સ્પષ્ટપણે જોઈ કે સમજી શકતી નહીં, એટલે એના પર વહાલ રાખવા છતાં એના મનના સંપર્કમાં આવી શકતી નહીં. ડોસા ઝાઝી લપ્પનછપ્પન કરતા નહીં. એમને આ બાળક ગમતો, પણ કાલું બોલનાર, મીઠી વાતો કરનાર, પોતાનાં દાઢીમૂછ ખેંચી પોતાને સતાવનાર કોઈ હોય એવી ઇચ્છા એમને રહેતી. મૂંગા ને અપંગ આ બાળક પ્રત્યે બધાંને ખૂબ સહાનુભૂતિ હતી પણ એના સ્વભાવની વિશિષ્ટતાને કારણે કોઈ એનામાં સક્રિય રસ લઈ શકતું નહીં. અનંતની બહેન પોતાનાં છોકરાંઓમાંથી અને મોટા ઘરની વ્યવસ્થામાંથી પરવારતી નહીં. હવે ભાભી આવે તો પોતાને ઘેર પાછી જવા એ પણ ઉત્સુક થઈ રહી હતી. અનંતના બે નાના ભાઈ અને એક બહેન શાળામાં ભણતાં અને મનમોજી હતાં. આમ આટલાં બધાં માણસોની વચ્ચે પેલો બાળક સહુથી વીંટળાયેલો છતાં એકાકી હતો. એની આસપાસ સગવડ ને સમૃદ્ધિ હતાં, છતાં એનું મન શૂન્ય સરખું દેખાતું.

છેવટે અનંતે સરયુ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. એને પોતાને તો સુશીલાના મૃત્યુથી પડેલી ખોટને પૂરવા સાથીની જરૂર હતી જ, પણ બાળકનેય કદાચ સરયુ સાથે ફાવી જાય તો એ એને માટે પણ ઘણું આવકારદાયક બને. અલબત્ત, આ વાત માટે એને પૂરી શંકા હતી, પણ એ સિવાય બીજું શું થઈ શકે, એ તે વિચારી શક્યો નહીં. લગ્ન ન કરે તો પોતાના સુખને તો એ ન જ મેળવી શકે અને એ ઉપરાંત બાળકનેય, આજે એ જે સ્થિતિમાં છે એનાથી વધુ સારી સ્થિતિમાં લાવવાની શક્યતા ન રહે.

Line 59: Line 76:

સરયુના અંતરમાં માતૃત્વની નિગૂઢ વેદનાની છાલક વાગી. બાળક પાસે બેસી જઈ એણે એનું મોં સ્નેહપૂર્વક પોતાની તરફ ફેરવ્યું. મમતાભર્યા કંઠે એ બોલી : ‘તારું નામ શું?’ આકાશ તરફથી નજર વાળી લઈ કિરણ સરયુ તરફ જોઈ રહ્યો. સરયુએ મીઠું હસીને કહ્યું : ‘નામ નથી કે શું તારે?’ કિરણ કાંઈ બોલ્યો નહીં. ચૂપચાપ એ જોઈ જ રહ્યો. સરયુને થયું, આ કદાચ એની નણંદનો દીકરો હોય… આવા સરસ બાળકની માતા હોવા માટે મનમાં એ કેટલો ગર્વ અનુભવતી હશે! અને પછી ખૂબ પ્રેમાળ હાસ્ય કરી બાળકનું મોં છાતીસરસું ખેંચી લઈ એ બોલી : ‘મારી સાથે નહીં બોલે કે?’ આ વખતે કિરણ હસ્યો… એ જ પેલું ચિરસુંદર મધુર સ્મિત. આ સ્ત્રીના પ્રેમમાં એને એની મા જીવતી થતી લાગી, મા જ જાણે નવે વેશે એના સ્મિતનો ઊજળો પ્રત્યુત્તર આપવા પાછી ચાલી આવી છે. અને ઘણે મહિને આજ પહેલી વાર એ ફરીથી એના એ જ અસ્ફુટ સ્વરે બોલ્યો : ‘મા…’ આશ્ચર્યથી સરયુએ જોયું કે એ બોલી શકતો નહોતો, અને એના લંબાયેલા પગ ચેતનહીન હતા. વિસ્મયથી, ક્ષોભથી એ એક પળ બેભાન જેવી બની ગઈ. જેની પોતે આટઆટલી કલ્પના કરી હતી, અણગમાભર્યાં ચિત્રો મનમાં દોર્યાં હતાં એ આ જ બાળક હતો! આટલો સુંદર! આટલો નિષ્કલંક! આવેગથી એણે કિરણને પોતાની છાતી સાથે વળગાડી દીધો અને ઊંડા પ્રેમથી એના લલાટ પર ચુંબન કર્યું. એની આંખમાંથી બે બિંદુ કિરણને માથે સરી પડ્યાં. કિરણે પ્રસન્નતાથી આંખ બીડી દીધી. એ જ વખતે અનંત બારણામાં આવ્યો, અને એ બંનેને પ્રેમસમાધિમાં લીન થયેલાં જોઈ, ધીમે પગલે, હર્ષથી છલકતે નયને પાછો વળી ગયો.

{{Right|''૧૯૫૧''}<br>
{{Right|''૧૯૫૧''}}<br>
{{Right|''(‘પ્રેમનાં આંસુ’)''}}
{{Right|''(‘પ્રેમનાં આંસુ’)''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કુન્દનિકા કાપડિયા/જવા દઈશું તમને…|જવા દઈશું તમને…]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કુન્દનિકા કાપડિયા/તમારાં ચરણોમાં|તમારાં ચરણોમાં]]
}}