ખારાં ઝરણ/માંડ થયું છે મન મળવાનું: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:33, 2 April 2024

માંડ થયું છે મન મળવાનું

માંડ થયું છે મન મળવાનું,
આ ટાણું એમ જ ટળવાનું?

આંખ મીંચી દો પરથમ પહેલાં,
સ્વપ્ન પછી આંખે પળવાનું.

રોજ કુહાડા થડ પર પડતા,
બોલ, હવે ક્યારે ઢળવાનું?

કેમ મને મૂંઝવવા ઈચ્છે?
દરિયામાં ક્યાં દૂધ ભળવાનું?

બે આંખે ‘ઇર્શાદે’ છે આંસુ,
ઊને-પાણીએ ઘર બળવાનું?
૧૭-૮-૨૦૦૭