ખારાં ઝરણ/સૌ સમસ્યા જેવી છે એવી જ છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:13, 2 April 2024

સૌ સમસ્યા જેવી છે એવી જ છે

સૌ સમસ્યા જેવી છે એવી જ છે,
એ કદી ક્યાં કોઈના જેવી જ છે?

વ્યર્થ ખેતી જાય એ ચાલે નહીં,
આંખની બધી નીપજ લેવી જ છે.

વેદના એમ જ નથી મોટી થઈ,
મેં જનેતા જેમ એ સેવી જ છે.

શ્વાસ જેવા દીકરે ભેગી કરી,
માલમિલકત વારસે દેવી જ છે.

શું મરણની બાદ દુનિયા હોય છે?
હોય છે, તો બોલને, કેવી જ છે?


૨૯-૫-૨૦૦૯