ખારાં ઝરણ/ગઝલ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
+1 |
||
| Line 20: | Line 20: | ||
<center>૨૬-૮-૨૦૦૯</center> | <center>૨૬-૮-૨૦૦૯</center> | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = મુક્તક | |||
|next = એમ તો જીવાય છે તારા વગર | |||
}} | |||
Latest revision as of 23:52, 2 April 2024
ગઝલ
લ્યો, પલાંઠી વાળીને બેઠા છીએ,
શ્વાસ રોકી રાખીને બેઠા છીએ.
આભના ચહેરે પડી છે કરચલી,
પંખીને સંતાડીને બેઠા છીએ.
દાબડીમાં સાચવી રાખ્યું હતું,
આપનું મન જાણીને બેઠા છીએ.
હોઈએ, બેહદ ખુશીમાં હોઈએ,
આંસુ ઊંડાં દાટીને બેઠા છીએ.
મ્યાન કર ‘ઈર્શાદ’ તું તલવારને,
ક્યારના શિર વાઢીને બેઠા છીએ.