સંચયન-૬૧: Difference between revisions

no edit summary

No edit summary
Line 415: Line 415:
{{gap|8em}}હવે આ હાથ રહે ના હેમ!
{{gap|8em}}હવે આ હાથ રહે ના હેમ!
</poem>
</poem>
==નિબંધ==
[[File:Sanchayan 61 - 2.PNG.jpg|250px|left]]{{color|Orangered|મકાન એ જ ઘર?}}
{{color|DarkSlateBlue|~ રમણ સોની}}

{{Poem2Open}}
એક સમજદાર મકાનમાલિકે પોતાનું મકાન ભાડે આપતી વખતે ભાડુઆતને કહ્યુંઃ ‘જુઓ, આ મકાન મારું છે પણ તમે રહો ત્યાં સુધી એ તમારું ઘર છે એ રીતે એને સાચવજો. તો મકાનની રક્ષા થશે ને ઘરની શોભા વધશે.’
તો આ જ ફેર છે મકાન અને ઘરની વચ્ચે. મકાન એ ઈંટ-ચૂનાનો એક નિર્જીવ ઘાટ છે, બાંધકામ છે - એક સ્ટ્રક્ચર કે કન્સ્ટ્ક્શન છે. એ મકાન હોય ત્યાં સુધી તો માત્ર એમાં વપરાયેલી સામગ્રીનો - લાકડું કે લોખંડ કે માર્બલ કે ગ્રેનાઈટ કે રંગ વગેરેનો જ ઓછો-વત્તો મહિમા હોય છે. સ્થાપત્યવિદ્યાની ને વાસ્તુવિદ્યાની ચર્ચાનો એ વિષય છે. પણ એ ઘર બને છે ત્યારે એમાં સંચાર થાય છે - વાયુની લહેરખીનો ને પગરવનો. કલરવનો ને ભોજનની સુગંધનો. એટલે જ ગૃહપ્રવેશનો ને વાસ્તુપૂજનનો મહિમા હશે. યજ્ઞવેદીની ઉષ્ણતાથી મકાનની નિર્જીવતા સજીવતામાં પરિણમે છે. ખાલી મકાન એ સાચે જ ભૂતનો નિવાસ છે એટલે કે ખાલીપાનો નિવાસ છે; રહેનાર મનુષ્ય એમાં પ્રવેશે છે ત્યારે જ એ અવ-ગતિવાળા ભૂતનું ગતિશીલ વર્તમાનમાં પરિવર્તન થાય છે. સોનેરી ભવિષ્યનું સ્વપ્ન લઈને એ વર્તમાન વિસ્તરતો રહે છે - ઘરમાં, પછી પડોશમાં, એ પછી શેરીમાં ને સમગ્ર સોસાયટીમાં.
પડોશી તરત ડોકાવાના - ‘કેમ છો? હાશ. તમે રહેવા આવ્યાં ત્યારે જીવમાં જીવ આવ્યો. ભૈસાબ, બહુ ભેંકાર લાગતું હતું. જંગલ ઊગી ગયેલું. માણસનું મોં જેવા મળે ને બે વાત થાય એની જ રાહ જોતાં હતાં અમે તો.’ એટલે મકાન આ રીતે પણ ઘર બને છે. માની લો કે સુંદર, મોટાં મકાનોવાળી કોઈ સોસાયટીમાં તમે એકલાં જ રહેતાં હોવ તો? ગગનચુંબી ફ્લેટસંકુલોમાં ઘણીવાર એવું બને છે કે એક માળ પરનાં ચાર મકાનોમાં ત્રણ ખાલી હોય ને પેલા એકમાત્ર મકાનમાં ઘર વસાવીને રહેતાં માણસો અહોનિશ પાડોશીની, કોઈ બીજા પરિવારના આવવાની કાગડોળે રાહ જોતાં હોય.
ઘરનાં પણ કેટકેટલાં રૂપ છે? આપણું ઘર ને બીજાનું ઘર, સ્વજનનું ઘર ને મિત્રનું ઘર; પરિચિતનું ઘર ને વળી અપરિચિતનું ઘર. કોઈના ઘરમાં અધિકારથી પ્રવેશ કરીએ છીએ ને કોઈના ઘરમાં વિવેકપૂર્વક, કંઈક ઔપચારિક ભાવે પ્રવેશ કરીએ છીએ. અરે, કોઈકોઈના તો ઘરમાં તમે પૂરા પ્રવેશી પણ શકતા નથી. અરધુંક બારણું ખૂલે ને તમારે વરંડામાં, પ્રતીક્ષાખંડમાં બેસવાનું. થોડીક વાર અક્કડ વસ્ત્રો ને એવા જ અક્કડ ચહેરે એક માણસ બહાર આવીને તમને મળે છે. અરે, ‘મળે’ છે એમ પણ શી રીતે કહેવાય? એ મળતો નથી પણ મુલાકાત આપે છે. તમે મહેમાન નથી, મુલાકાતી છો; બોલાવેલા નથી, આવી ચઢેલા છો; અતિથિયે નથી, પણ આગંતુક છો. ‘કોઈક આવ્યું હતું’ - એમ જ કહેવાશે. એટલે કે તમે એમને માટે નાન્યેતર છો. ડોરબેલ પર તમારી આંગળી કેટલા વિશ્વાસથી કે કેવા ખચકાટથી દબે છે એના પરથી તમે કોને ઘરે પહોંચ્યા છો એનો ખ્યાલ આવી જાય.
પરંતુ મિત્રનું ઘર હોય કે સ્વજનનું, તમારું પોતાનું ઘર એ એક જુદી જ બાબત છે. કવિ નિરંજન ભગતની એક સરસ કવિતા છે. - ‘ઘર તમે કોને કહો છો?’ એમ શરૂઆત કરીને પછી એ કહે છે કે, જ્યાં તમે ખીંટીએ ટોપી ભરાવીને, હળવા થઈને, હાશ કરીને નિરાંતે પગ લંબાવીને બેસો તે ઘર. એ ઘરની એકએક ઈંચ જગા તમારી છે એટલે કે એના અણુએ અણુ સાથે તમારો ગાઢ અનુબંધ છે. તમે એની સાથે ચપોચપ ગોઠવાઈ ગયેલા છો. એટલે બીજાના ઘરમાં વધુ સુખ-સગવડ કે સમૃદ્ધિ હોય ને તમારા ઘરમાં ઓછી સગવડો હોય તો પણ બીજાનું ઘર તમને પૂરેપૂરું આરામદાયક નીવડતું નથી; તમે ત્યાં સંપૂર્ણ કમ્ફર્ટેબલ નથી હોતા. ક્યાંક કશુંક અડવુંઅડવું લાગે છે. તમારી ટેવો પણ તમારું ઘર ઉદારભાવે ચલાવી લે છે. ઘરની અંદર નથી હોતી કુટેવો કે નથી હોતી સુ-ટેવો- હોય છે માત્ર ટેવો. એ આપણું અંગત િવશ્વ હોય છે.
હા, ઘરની અંદર તમારી પોતાની એક દુનિયા હોય છે - યત્ર વિશ્વં ભવત્યેક નીડં - જ્યાં વિશ્વ એ એક માળો બની રહે છે, એ એક ઉત્તમ વાત છે, બહુ મોટી ભાવના છે પણ જ્યાં માળો એટલે કે ઘર પોતે જ આખુંય વિશ્વ હોય છે એ વાત બીજા કોઈને મોટી ભલે ન લાગે, આપણે માટે એ આત્મલક્ષી સર્વસ્વ છે. ઘરકૂકડૂ હોવું એ યોગ્ય ન કહેવાય એ બરાબર છે, તો એ પણ એટલું જ સાચું છે કે ઘરરખુ રહેવું, ગૃહસ્થ કે ગૃહિણી હોવું એ પણ એવું જ અગત્યનું છે, ખરું ને? બહારગામ ગયા હોઈએ, ફાઈવસ્ટાર હોટલમાં રહ્યા હોઈએ, પણ પછી ઘર સાંભરે જ. પેલું ઈંટ ચૂનાવાળું મકાન નહીં, પરિવારની ઉષ્માવાળું આકર્ષક ઘર, પરંતુ ઘર હોય ત્યારે મમતાની સાથે મમત્વ પણ આવે. ગૌતમની જેમ રૂંધામણ પણ થાય ને એ ઘરની બહાર નીકળી જાય, બુદ્ધત્વ માટે. કવિ રાજેન્દ્ર શાહે કહ્યું છે - ‘ઘરને ત્યજીને જનારને, મળતી વિશ્વતણી વિશાળતા.’ પણ સવારનો ભૂલો પડેલો સાંજે ઘરે આવી જાય છે ત્યારે એનો આનંદ ને એનો મહિમા પણ શું ઓછો હોય છે?
{{Poem2Close}}

{{right|'''{{color|Brown|૨૫-૩-૨૦૦૪}}'''}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
[[File:Sanchayan 61 - 3.jpg|250px|left]]{{color|Orangered|ઇતિહાસનો દ્વિધાપૂર્ણ સામનોઃ આમિર ટિમૂર મૉન્યૂમેન્ટ}}
{{color|DarkSlateBlue|~ ભારતી રાણે}}

{{Poem2Open}}
તાશ્કંદની એ પહેલી સવાર. આંખ વહેલી ખૂલી ગઈ. સૂર્યોદય હજી થયો નહોતો. આખા દિવસ માટે ફરવા નીકળવાને હજી ઘણી વાર હતી. અમે ચાલવા નીકળી પડ્યાં. અમારી હોટેલની સામે જ એક નાનકડો બાગ હતો. અમે બાગ વટાવી એની આગળને રસ્તે ચાલવા લાગ્યાં. ચાલતાં ખ્યાલ આવ્યો કે, તાશ્કંદ એક સરસ રીતે પ્લાન કરેલું ભવ્ય શહેર છે. એના રસ્તા અત્યંત પહોળા તથા કાટખૂણે ગોઠવાયેલા હતા. ઠેરઠેર જોવા મળતાં મહાલયો એકદમ સૌંદર્યમય અને વિશાળ હતાં. સુરેખ મકાનો ફૂલછોડથી સુશોભિત હતાં અને ફૂટપાથો એકદમ પહોળી તથા સુઘડ હતી. વૃક્ષો અહીં મબલખ હતાં. અને એ તમામ ફળ-ફૂલથી લચી પડેલાં હતાં. એકાદ કિલોમિટર ચાલ્યાં હોઈશું, ત્યાં દૂર એક મોટું પ્રભાવક પૂતળું દેખાવા લાગ્યું. પોતાના માનીતા ઘોડા પર સવાર આમિર ટિમૂર અર્થાત્ તૈમૂરનું એ પૂતળું હતું. પૂતળું એટલું તો પ્રભાવશાળી હતું કે એને જોતાં જ એમ લાગે કે, હમણાં તૈમૂરની એડીના એક ઇશારે એ ઘોડો હણહણતો ફાળ ભરવા લાગશે.
સ્મારકની ફરતે ઉગાડેલા સુંદર બાગમાં સ્પ્રિંકલર્સની બૌછારમાં નહાતાં પુષ્પો સૂરજના આગમનની આતુર નયને રાહ જોઈ રહ્યાં હતાં. મોટા એ વર્તુળની ફરતે વિશાળ રાજમાર્ગ હતો, અને એની ચારેકોર ગૌરવવંતાં સ્થાપત્યો હતાં. એમાં લાઇબ્રેરી, મ્યુઝિયમ, સરકારી કાર્યાલયો, પંચતારક હોટેલ વગેરેનાં ભવનો હશે તેવું લાગ્યું. એ સૌમાં સૌથી ધ્યાનાકર્ષક ભવન ઓપ્રાહાઉસનું હતું. સોનેરી સુશોભનોથી શોભતા એ ભવ્ય શ્વેત મકાનના ગુંબજ ઉપર દેવહુમા પંખીનું યુગલ નૃત્ય કરતું હોય તેવું શિલ્પ હતું. ત્યારે તો મને એ સારસ બેલડી હોય તેવું લાગેલું, પણ પછી ખબર પડી કે, અહીં ઉઝબેકિસ્તાનમાં ફિનિક્સપંખી અર્થાત્ દેવહુમાનું ખૂબ મહત્ત્વ છે. અહીંની લોકકથાઓમાં તથા પુરાણકથાઓમાં આ પંખીના પુરાકલ્પનનું અનોખું માહાત્મ્ય છે. દેશના સંસ્કારમાં વણાઈ ગયેલ એ પંખીયુગલ મનમાં કોરાઈ ગયું છે. આજે પણ એ દેશને યાદ કરું છું તો મનમાં દેવહુમાનું એ યુગલ થરકતું નૃત્ય કરવા લાગે છે!
સ્થાનિક લોકો જેને આમિર ટિમૂરના નામથી સ્નેહઆદરપૂર્વક સ્મરતા જોવા મળ્યા, તે તૈમૂરનું પૂતળું અત્યંત પ્રભાવશાળી હતું. કલાના નમૂના તરીકે પણ તે ઉત્તમ હતું. એના પર તૈમૂરના તો ખરા જ, પણ ઘોડાના હાવભાવ પણ અદ્ભુત રીતે કંડારેલા હતા. વિશ્વવિજયના સ્વપ્ન સાથે નીકળેલા શૌર્યવાન માલિકના આદેશથી પૂરપાટ દોડ્યો જતો આજ્ઞાંકિત અશ્વ; એના જીન પર કોતરેલાં ધાર્મિક વાક્યો તથા પ્રતીકો, જીનની કોરે બાંધેલાં કલાત્મક લટકણિયાં, તૈમૂરની ઢાલ, એની તલવાર, તૈમૂરનાં વસ્ત્રો, એનાં પાદત્રાણ, બધું જ સુંદર કંડારેલું હતું. એનાથીય વધારે પ્રભાવક એના ઉપર લખેલું લખાણ હતું. પૂતળાની મુખ્ય તકતી પર ચાર ભાષામાં લખેલું હતું : ‘સ્ટ્રેન્થ-ઈન જાસ્ટિસ’ અર્થાત્ ‘ન્યાયશીલતાની શક્તિ’. દરેક વ્યક્તિની સફળતા પાછળ એનું મક્કમ મનોબળ અને એના પોતીકા દૃઢ આદર્શોનું પીઠબળ હોય છે. તૈમૂરના ન્યાયપ્રિયતાના આદર્શ વિશે પહેલી વાર જાણવા મળ્યું. હું એના િવશે વિચારતી હતી, ને ઓપ્રાહાઉસની પાછળથી સૂર્યોદય થયો; સાથે જ ચારેકોર વિખરાયેલો નિખર્યોનિખર્યો ઉજાસ ઊગતા સૂરજની સોનેરી આભામાં ઝબકોળાયો.
અમે અનાયાસ જ્યાં પહોંચી ગયાં હતાં, અને અમને ખૂબ ગમી ગયેલો હતો તે વિશાળ ચોક ‘આમિર ટિમૂર સ્ક્વેર' હતો અને એ દમામદાર પૂતળું ‘આમિર ટિમૂર મૉન્યૂમેન્ટ’ તરીકે ઓળખાતું હતું, તે તો પાછળથી અમારી ગાઇડ નિકી સાથે શહેર જોવા નીકળ્યાં ત્યારે ખબર પડી. મારા માટે અગત્યની વાત એ હતી કે, એ સ્થળ પર સવારનો જેટલો સમય ગાળ્યો તે દરમિયાન મનમાં સતત દ્વંદ્વ ચાલતું રહ્યું. તૈમૂરના પૂતળાને જોતાં હું વિચારતી હતી : આ પૂતળાના શખ્સની જાંબાઝ પ્રતિભાની તથા એની ન્યાયપ્રિયતાની કદર કરવી કે, પછી આપણા દેશ સાથેના એના કટુતાભર્યા અનુબંધના પૂર્વગ્રહને પોષતાં એની અવજ્ઞા કરવી? સાચું કહું તો મારાથી એની અવગણના ન થઈ શકી. મને લાગ્યું કે, ઇતિહાસ નફરતને પોષવા માટે નથી, એ તો માનવજાતિની મહાન જિજીવિષાને ને એના શૌર્ય તથા હિંમતને ઓળખવા માટે લખાતો હોય છે. એ નફરત પોષવાની ભૂલ કરવા માટે નહીં, માનવજાતે કરેલ ભૂલો પછી ભોગવેલી તબાહીને જાણીને ભવિષ્યમાં એ ભૂલોનું પુનરાવર્તન અટકાવવા માટે હોય છે. જે-તે દેશને પૂર્વગ્રહનાં ચશ્માં પહેર્યા વગર જોઈ શકાય તો જ એનો સાચો પરિચય કેળવાય. મારાથી એ વ્યક્તિ માટે આપણે ત્યાં પ્રચલિત છે તે, ‘તૈમૂરલંઘ’ જેવો અપમાનકારક શબ્દ વાપરી ન શકાયો. બધા જ પૂર્વાપર સંબંધો વિસરાઈ ગયા. કોઈ પણ જાતના પૂર્વગ્રહ ઉપર હું ઉઝબેક પ્રજાના ઉદ્ધારક આમિર ટિમૂરને અને એના પૂતળા પર અંકિત બહાદુરીને આદરપૂર્વક જોતી રહી.
{{Poem2Close}}

[[File:Sanchayan 61 - 4.jpg|300px|center]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
[[File:Sanchayan 61 - 4.png|250px|left]]{{color|Orangered|ઉઝબેક પ્રજાની સંવેદનશીલતાનો આયનો : તાશ્કંદનાં સ્મારકો}}
{{color|DarkSlateBlue|~ ભારતી રાણે}}

{{Poem2Open}}
કોઈ પણ પ્રજાની સંવેદનશીલતાનો પરિચય એણે સાચવેલાં સ્મારકો પરથી મળતો હોય છે. અહીં સન ૧૯૬૬માં ભયાનક ધરતીકંપ થયેલો. એ ધરતીકંપમાં જાનમાલની પુષ્કળ તબાહી થઈ. મહાવિનાશ પછીના નવસર્જનની ખુમારી - તે ‘મોન્યૂમેન્ટ ઑફ કરેજ’ અમે તાશ્કંદ જોયું. સ્મારક શરૂ થાય છે, જમીન પર પડેલી તિરાડથી. મૂળ તિરાડનો એક ટુકડો જેમનો તેમ રહેવા દેવાયો છે. જમીન પર પડેલી તિરાડ સાથે તૂટી પડેલી શિલાનાં બે ફડચાં પણ જેમનાં તેમ રખાયાં છે. એ શિલા પર એક બંધ પડી ગયેલી ઘડિયાળની રચના છે, જે ભૂકંપનો સમય તથા દિવસ બતાવે છે, રસ્તા પરથી લંબાતી એ તિરાડને છેડે એની બરાબર સામે કુદરતના કોપને રોકવા આડો હાથ યુગલનું શિલ્પ છે. પોતાના ખોળામાં બાળકને રક્ષતી માતા, અને પત્ની તથા બાળકને રક્ષતા પુરુષનું એ શિલ્પ હૃદયને સ્પર્શી જાય તેવું છે. યુગલ જાણે આર્તનાદ કરતું કુદરતી હોનારત સામે આડો હાથ ધરીને કહી રહ્યું છે કે, ‘અમારા બાળકોની રક્ષા ખાતર બસ, હવે એક પણ ડગલું આગળ વધવાનું નથી!’ એ પૂતળાની પાછળ ગુલાબી પથ્થરના પરિપ્રેક્ષ્યમાં ફ્રેઈમની જેમ મઢેલી લોખંડની સળંગ જાળી જેવી રચના છે, જેમાં વિવિધ વ્યવસાયના લોકો પુનઃસર્જિત થવા શ્રમ કરતા હોય, તેવાં દૃશ્યો સર્જેલાં જોવા મળે છે.
આજે તો અહીં ઊભા રહી, એ સમયની તબાહીની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. નવસર્જિત તાશ્કંદ એની શહેરી દોડધામમાં મસ્ત સ્મારક ફરતે દોડી રહ્યું છે. અમે જોયું કે, દિશવિદેશના પ્રવાસીઓ વચ્ચે એક સ્થાનિક યુગલ આ સ્મારક પર ફોટા પડાવી રહ્યું હતું. સ્ત્રીએ સફેદ વૅડિંગ ગાઉન પહેરેલો હતો ને પુરુષે સરસ મજાનો સૂટ પહેરેલો હતો. અને સ્ત્રીના હાથમાં પુષ્પગુચ્છ હતો. લગ્નની વેશસજ્જામાં સજ્જ એ યુગલને આ તબાહીના સ્મારક પર ફોટા પડાવતું જોઈને નવાઈ લાગી. આખો દિવસ ફરતાં શહીદસ્મારક સહિત અનેક સ્થળોએ આવાં યુગલો જોવા મળ્યાં. નિકીએ અમને સમજાવ્યું કે, લગ્નના આગલા શનિ-રવિ કે અન્ય રજાને દિવસે યુગલો લગ્નનાં વસ્ત્રો સજીને આમ શહેરનાં વિવિધ નોંધપાત્ર સ્થળોએ ફોટા પડાવે, તેવો અહીંનો રિવાજ છે.
તાશ્કંદનો ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેર ભવ્ય છે. રશિયન દબદબાભરી કવાયતો અહીં થતી હશે, ત્યારે આ ભવ્યતા પર ચાર ચાંદ લાગી જતા હશે. અમે એના મુખ્ય પ્રવેશદ્વાર પરથી નહીં, એક તરફના ગૌણ પ્રવેશદ્વારથી પ્રવેશ્યાં હતાં. પરિસરની અંદર વિશાળ રાજમાર્ગ જેવા રસ્તાની બંને કોર આકર્ષક બાગ ઉગાડેલો હતો. ફૂલોનો તો કોઈ પાર જ નહીં. આ રસ્તો સીધો પાર્લામૅન્ટ હાઉસ તરફ લંબાતો હતો. રસ્તાની કોરે સજેલો બાગ અનેક વિભાગોમાં વહેંચાયેલો હતો, જેમાં વિવિધ ભાવનાઓને વ્યક્ત કરતાં શિલ્પ હતાં. વળી એમાં એક લાકડા પર કલાત્મક કોતરણી કરેલ સ્તંભોથી રચાયેલ પરસાળમાં અનેક રજિસ્ટરો એનું દરેક પાનું વાંચી શકાય, તે રીતે ફ્રેઈમ કરીને મૂકેલાં હતાં. વિશ્વયુદ્ધમાં દેશ માટે પ્રાણ ન્યોચ્છાવર કરનાર એકેએક સપૂતનું નામ એમાં લખીને જોવા માટે મૂકેલું છે કે જેથી પ્રજા આ સમર્પણને ભૂલી ન જાય! એની જરાક જ આગળ એક પૂતળું છે : ‘ધ સૅડ મધર’. બીજા વિશ્વયુદ્ધના નરસંહારમાં પોતાના પુત્રને ગુમાવીને શોકમગ્ન માતાનું પૂતળું. માતાના ચહેરા પણ અપાર કરુણા અંકાયેલી જોવા મળે છે. શોકમગ્ન માતાનું આ શિલ્પ યુદ્ધની નિરર્થકતા અને કરુણતા સૂચવે છે. એ પૂતળાની સામે તાજાં ફૂલો મૂકેલાં હતાં તથા અખંડ જ્યોત પ્રગટાવેલી હતી. જરાક આગળ જતાં આ જ સંકુલમાં એક બીજું શિલ્પ જોયું : ‘ધ હૅપી મધર’. સોવિયત યુનિયનથી છૂટા પડી સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવનાર નવા રાષ્ટ્રના જન્મની ખુશાલીમાં આનંદમગ્ન માતાનું શિલ્પ. એમાં સૌથી ઉપર પૃથ્વીના ગોળાની રચના પર નવજાત ઉઝબેક રાષ્ટ્રનો નકશો કોતરતો દેખાય છે, એની નીચે પથ્થરની તકતી પક ઉઝબેક રાષ્ટ્રચિહ્ન કોતરેલું દેખાય છે અને એનીય નીચે નવજાત શિશુને ખોળામાં લઈને બેઠેલી ખુશખુશાલ માતાનું શિલ્પ છે.
આ શિલ્પની સમાંતર સંકુલનું મુખ્ય પ્રવેશદ્વાર હતું. ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેરના મુખ્ય પ્રવેશદ્વારને ‘આર્ચ ઑફ નોબલ એસ્પિરેશન્સ’ કહેવાય છે. પંદર ચોરસ કમાનોવાળા આ દ્વારની મધ્યસ્થ કમાન જરાક વધારે ઊંચી છે. એની ઉપર નૃત્ય કરતા હુમાપંખીના યુગલનું નમણું રૂપેરી શિલ્પ છે. રાખમાંથી નવસર્જિત થતા દેવહુમા(ફિનિક્સ) પંખીનું અહીં ખૂબ મહત્ત્વ છે. આપણી જેમ અહીં પણ એ હુમાપંખીનાં નામે ઓળખાય છે. અદૃશ્ય રહેતા એવા આ સ્વર્ગીય અમર પંખીની પરિકલ્પના અનેક સંસ્કૃતિઓનાં પુરાકલ્પનોમાં જોવા મળે છે. ગ્રીક પુરાણોમાં ને પ્રાચીન ઇજિપ્તમાં, ચીનમાં, તિબેટમાં, ને જાપાનમાં, ભારતમાં, ઈરાનમાં ને આખાય પર્શિયામાં, રશિયામાં ને ટર્કીમાં, અનેક દેશનાં પુરાણોમાં અલગઅલગ નામથી પોતાની રાખમાંથી પુનઃસર્જિત થતા અમરપંખીની પરિકલ્પના છે. આપણું દેવહુમા અને ઉઝબેકિસ્તાનનું હુમા બંને વચ્ચેનું સામ્ય આપણા આર્ય પૂર્વજોના અનુબંધ અણસાર હશે? કારણ જે હોય તે, પણ આવાં પ્રતીકોની સમાનતા બે સંસ્કૃતિઓ વચ્ચે પરિચિત હોવાનો અહેસાસ, પોતાપણાની અનુભૂતિ ચોક્કસ આપતી હોય છે.
{{Poem2Close}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{color|Orangered|સાવ પોતાનો અવસાદ}}
{{color|DarkSlateBlue|~ રમણીક સોમેશ્વર}}

{{Poem2Open}}
વરસાદના પ્રાસમાં ટપકે છે અવસાદ
ડેલીબંધ બેઠેલા હોઈએ. હથેળી જેમ ફેલાયેલું આંગણું આપણને ઝીલીને બેઠું હોય. માથે હોય આપણું પોતાનું આકાશ. એ આકાશમાંથી ક્યારેક વરસે વરસાદ - ક્યારેક અવસાદ. એકસરખું નીતરવાનું આપણે.
બધું જ જ્યારે સંકેલાઈ જાય ત્યારે પણ આ ડેલીબંધ આકાશ આંખની દાબડીમાં અકબંધ રહેવાનું છે. સ્મૃતિબદ્ધ ક્ષણો સચવાયેલી રહેવાની છે એ આકાશમાં.
અવસાદ ઝરમર ઝરમર વરસે છે. રેલા ઊતરે છે. ટપકતો ટપકતો અવસાદ ચામડી વીંધીને ભીતર વહેવા લાગે છે ત્યારે આકાશ મારે છે હળવી ફૂંક - પાંસળીના પાવામાં.
બધું જ નિતારી લીધા પછી છેક તળિયે બેસી જાય તે ક્ષણો આપણી હોય છે. ચૂપચાપ ભીતર બેઠેલી એ ક્ષણો જ્યારે બધું જ ડહોળાઈ જાય ત્યારે હળવેક રહીને સ્પર્શી જાય છે આપણને. ચિત્તના ગભારામાં જલતી રહે છે એ ક્ષણો અને જ્યારે બધે જ ઘોર અંધારું ફેલાય ત્યારે ઝબકીને સાથ આપતી રહે છે મૂંગીમંતર. અવસાદ જ્યારે લૂમેઝૂમે છે ત્યારે એની ટોચ પર ઝળકે છે એ ક્ષણો.
અવસાદ છેક ભીતર વહેનારી વસ છે અને તેથી એ હોય છે સાવ પોતાનો. ઇચ્છાઓનાં જળ પાઈને આપણે એને ઉછેર્યો હોય છે. વાસનાના તડકાથી એનો રંગ ઘેરો બન્યો હોય છે. અપેક્ષાઓના ખાતરથી એની વૃદ્ધિ થઈ હોય છે.
ડેલીબંધ આકાશ તળે અવસાદ વીંટળાઈ વળે છે આપણને, અને એ જ સમયે, ઠીક એ જ સમયે અવસાદના છોડને ફૂલ ફૂટે છે.
જીવી જવાનું હોય છે અવસાદને સાચવવા - એના પર ફૂટતા ફૂલને ચપટી આકાશ આપવા.
સાવ પોતાનો અવસાદ તાકી રહે છે ફૂટતા ફૂલને અનિમેષ. ઝરમર રેલાતું રહે છે આકાશ.
{{Poem2Close}}
{{right|(દસમો દાયકો : જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૪)
(‘કરચલિયાળું તળાવ’: માંથી)}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{color|Orangered|વાટ જોતું ઊભું છે આકાશ}}
{{color|DarkSlateBlue|~ રમણીક સોમેશ્વર}}

{{Poem2Open}}
એક નાનકડું પંખી આવી ગયું છે બારી વાટે મારા ઓરડામાં. નાનકડું. રૂપકડું. જાણે હવાનું બનેલું હોય એવું. અરે, આને તો પાસેના સરગવાના વૃક્ષ પર જોયેલું. મજાનો માળો બાંધીને અંદર બેઠેલું. નાનકડી ચાંચથી આકાશને ફોલતું. સરગવાની ડાળી પર ઝૂલતું. ફરરર દઈ આકાશમાં આંટો મારી આવતું. આ પંખી ભૂલું પડ્યું છે મારા ઓરડામાં. ઓરડામાં તો છે પુસ્તકોના ઢગલા. ભેજભરી દીવાલો. ઊડવા જાય છે ને દીવાલો પર અથડાય છે. હું ઊભો થઈ, હળવે રહી પંખો બંધ કરું છું. અહીંતહીં અથડાતું એ પંખાના પાંખડા પર બેસી જાય છે. ઊડવા મથે છે તો ઉપર આકાશને બદલે છત. પુસ્તકોને ઢાંકી બેઠેલા કબાટના કાચ સાથે ઘડીકમાં અથડાય. પાછું ફરરર કરતુંક બેસી જાય પંખાની પાંખે.
ભયાવહ નજરે પંખીને તાકતો હું પંખી બની જાઉં છું. દીવાલો મને ઘેરી વળે છે. ક્યાં છે મારું સરગવાનું સુંગંધભીનું વૃક્ષ? ક્યાં છે માળો? ક્યાં છે મારી પાંખોમાં ભરાયેલું આકાશ, ઝાડ પરનાં મારાં સાથીઓ, પાંદડાંઓ વચ્ચે રમતો તડકો, મુક્ત હવા - ક્યાં છે? ક્યાં? ભૂલો પડ્યો છું દીવાલોના પ્રદેશમાં! માથે છત. ગૂંગળામણ. અથડામણ.
પંખીના ખોળિયામાં હું ઝાઝું રહી શકતો નથી. ફરી આવી જાઉં છું ટેબલ પાસેની ખુરશી પર. ઓહ! મને કળ વળતી નથી. મૂંઝાયેલું - શ્વેતકંઠ, નાનીનાની ભયભીત આંખોથી તાક્યા કરે છે ચોમેર. હળવેકથી ઊભો થઈ બધી જ બારીઓ ખોલી નાખું છું. બારણું તો ખુલ્લું જ છે. મનોમન હું કહું છું. - ભાઈ પંખી, ચાલ્યું જા, ચાલ્યું જા તારા આકાશમાં. નીકળી જા બારીમાંથી બહાર, પણ એ ક્યાં સમજે છે મારી ભાષા! અને એની ભાષા તો મને આવડતી નથી. થોડી વાર પૂતળાની જેમ બેસી રહું છું. ખુરશી પર નિષ્પલક. થાય છે, મારો સંચાર કદાય એને ભયભીત કરતો હોય. મારું અહીં હોવું એને કનડતું હોય. પછી ચુપકીદીથી નીકળી જાઉં છું ઓરડાની બહાર. અને થોડી વારે આવીને જોઉં છું તો પંખીએ એનો માર્ગ શોધી લીધો છે. આવી ચડ્યો છું હુંય આ પંખીની જેમ કોઈ અજાણ્યા ઓરડામાં. આકાશમાં ફેલાઈ જવા પાંખ પ્રસારું છું ને છત સાથે અથડાઉં છું. અડખેપડખે પાર વિનાની ભીંતો. અરે, કોઈ તો બારી ખોલો. ના, તમારો બતાવ્યો માર્ગ મને નહીં ફાવે. શોધી લેવા દો મને એકલાને મારો માર્ગ. બહાર આકાશ મારી વાટ જોતું ઊભું છે.
{{Poem2Close}}
{{right|(ઉદ્દેશ : ઑક્ટોબર, ૧૯૯૮)}}