ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/સોરઠા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 23:56, 5 April 2024

સોરઠા


છેટો તું બે વેંતથી, જોવા ભાવી સાચ
જોશી, હાથ ન વાંચ, વાંચ અમારું બાવડું


ઝિલાયાં તસવીરમાં રંગ-રૂપ આબાદ!
તોય એક ફરિયાદઃ ખુશબો કા ક્યા કીજિયે?


અંધારે ફંફોસતાં ઉષ્ણ કોઈ કટિબંધ
ઘેરી વળતી ગંધ, વણજોયેલા ફૂલની