અધીત : પ્રમુખીય પ્રવચનો - ૧/ગુજરાતીનો અધ્યાપકસંઘ : ૧૯૪૭–૧૯૭૪: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 27: Line 27:
<center><big>'''ત્રીજું સમેલન'''</big></center>
<center><big>'''ત્રીજું સમેલન'''</big></center>

ઈ. ૧૯૪૯ના ઑક્ટોબરની તા. ૧૨ અને ૧૩ એ અમદાવાદમાં, એચ. એલ. કૉમસ કૅાલેજમાં, અધ્યાપકસંઘનું ત્રીજું સંમેલન મળ્યું હતું. સંઘના શિરસ્તા મુજબ, પહેલા દિવસના અધિવેશનના પ્રમુખ તરીકે હાજર રહેલા સભ્યામાં કાલજ્યેષ્ઠ અધ્યાપક મંજુલાલ મજમુદારની વરણી થઈ હતી. મત્રીશ્રી યશવંત શુકલે યુનિ.ની અભ્યાસસમિતિઓમાં અધ્યાપકોના પ્રતિનિધિત્વ અંગેની વાટાઘાટોને યુનિ. સાથેના પત્રવ્યવહારનો ખ્યાલ આપ્યો હતો. ઈ. ૧૯૪૯ના જુલાઈમાં મનસુખલાલ ઝવેરી અને ત્યારબાદ ચતુરભાઈ પટેલ મુંબઈ યુનિ.ની સૅનેટમાં ચૂંટાતાં તેએ ગુજરાતી અભ્યાસસમિતિના સભ્ય. બન્યા હતા, અને એ રીતે સમિતિમાં અધ્યાપકોનું પ્રતિનિધિત્વ થયું હતું, પરંતુ અધ્યાપકોના પ્રતિનિધિત્વનો સિદ્ધાંત હજી યુનિ.એ સ્વીકાર્યો નહોતો (એ પછી એકાદ દસકે યુનિ. ઍકટ બદલાતાં, બધી જ કૉલેજોના ગુજરાતી વિભાગના વડા મુંબઈ યુનિ.ની ગુજરાતીની અભ્યાસમિતિના હોદ્દાની રૂએ સભ્યો બન્યા હતા.). એટલે આ સમેલનમાં આ અંગે ફરીથી ઠરાવ થયા.
ઈ. ૧૯૪૯ના ઑક્ટોબરની તા. ૧૨ અને ૧૩ એ અમદાવાદમાં, એચ. એલ. કૉમસ કૉલેજમાં, અધ્યાપકસંઘનું ત્રીજું સંમેલન મળ્યું હતું. સંઘના શિરસ્તા મુજબ, પહેલા દિવસના અધિવેશનના પ્રમુખ તરીકે હાજર રહેલા સભ્યામાં કાલજ્યેષ્ઠ અધ્યાપક મંજુલાલ મજમુદારની વરણી થઈ હતી. મત્રીશ્રી યશવંત શુકલે યુનિ.ની અભ્યાસસમિતિઓમાં અધ્યાપકોના પ્રતિનિધિત્વ અંગેની વાટાઘાટોને યુનિ. સાથેના પત્રવ્યવહારનો ખ્યાલ આપ્યો હતો. ઈ. ૧૯૪૯ના જુલાઈમાં મનસુખલાલ ઝવેરી અને ત્યારબાદ ચતુરભાઈ પટેલ મુંબઈ યુનિ.ની સૅનેટમાં ચૂંટાતાં તેએ ગુજરાતી અભ્યાસસમિતિના સભ્ય. બન્યા હતા, અને એ રીતે સમિતિમાં અધ્યાપકોનું પ્રતિનિધિત્વ થયું હતું, પરંતુ અધ્યાપકોના પ્રતિનિધિત્વનો સિદ્ધાંત હજી યુનિ.એ સ્વીકાર્યો નહોતો (એ પછી એકાદ દસકે યુનિ. ઍકટ બદલાતાં, બધી જ કૉલેજોના ગુજરાતી વિભાગના વડા મુંબઈ યુનિ.ની ગુજરાતીની અભ્યાસમિતિના હોદ્દાની રૂએ સભ્યો બન્યા હતા.). એટલે આ સમેલનમાં આ અંગે ફરીથી ઠરાવ થયા.
“મુંબઈ યુનિવર્સિટીની ગુજરાતીના ઉચ્ચ શિક્ષણ માટેના અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો મુકરર કરનારી સમિતિમાં ગુજરાતીના અધ્યાપકોનું પ્રતિનિધિત્વ ઓછામાં ઓછું પ૦ ટકા હોવું જોઈએ એવો ઠરાવ આગલાં બંને સંમેલનોએ યુનિ.ને મોકલી આપ્યો હતો. આ વર્ષ દરમ્યાન પાંચ સભ્યાની બનેલી પ્રસ્તુત સમિતિમાં સંજોગોવશાત્ બે અધ્યાપકો સ્થાન પામ્યા છે, તેમ છતાં સંમેલનની સૈદ્ધાંતિક માગણીને પૂરું અનુમોદન મળવું હજી બાકી છે એમ આ સંમેલન માને છે અને યુનિવર્સિટીને આગ્રહપૂર્વક ભલામણ કરે છે. જરૂર પડતાં યુનિવર્સિટીના ધારાધોરણોમાં ફેરફાર કરીને પણ આ માગણી સિદ્ધાંત રૂપમાં સ્વીકારાય અને એ દિશામાં સત્વરે યોગ્ય પગલાં લેવાય. મુંબઈ યુનિવર્સિટીના તંત્રે આ બાબતમાં જે ઉપેક્ષા દાખવી તેથી ઉચ્ચ શિક્ષણમાં ગુજરાતીના અધ્યયન-અધ્યાપનને હાનિ પહોંચી રહી છે અને પરિણામે યુનિવર્સિટીનું પોતાનું જ એક અંગ પાંગળું રહ્યું છે. આ સ્થિતિનો સત્વરે અંત લાવવો જોઈએ એમ આ સંમેલન માને છે.”

બીજા ઠરાવમાં “ગુજરાતમાં સ્થપાયેલી ને સ્થપાનારી યુનિ.ઓને આવકારી હતી. એનાં કાર્યકારી મંડળોમાં શિક્ષણનું પ્રત્યક્ષ કાર્ય કરનાર અધ્યાપકોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એ ઉચ્ચ શિક્ષણના હિતમાં હોઇને તે માટેને પણ પ્રબંધ થાય તેને અત્યંત આવશ્યક માન્યું હતું.’  

Line 33: Line 33:
શિક્ષણની અને જ્ઞાનવિતરણની દૃષ્ટિએ યુનિ.ના સમગ્ર શિક્ષણની બોધભાષા સ્વભાષા જ હાય એ કુદરતી સિદ્ધાંતને ગુજરાતમાં સ્થપાયેલી અને સ્થપાનારી યુનિ.એ સંપૂર્ણપણે સ્વીકારે અને એમ કરીને પ્રજાના જ્ઞાનવિકાસમાં ફાળા આપી કૃતાર્થ બને એવી આ સંમેલન આગ્રહપૂર્વક આશા સેવે છે. પોતાની કારકિર્દીના આરંભકાળમાં વધુમાં વધુ પાંચ વર્ષ સુધી જરૂર પડે તે વિષયે અને અધ્યાપકોની બાબતમાં અંગ્રેજી અને રાષ્ટ્રભાષાને બોધભાષા તરીકે ઉપયોગમાં લેવાની છૂટ રહે પણ તે છૂટના પાંચ વર્ષ પછી અંત આવવો જોઈએ, એમ આ સંમેલન માને છે.'

અન્ય ઠરાવોમાં પ્રૌઢ વિષય તરીકે સ્થાન પામેલ ગુજરાતીના અધ્યાપકને દરજ્જો અને દરમાયો. સર્વશિક્ષણસંસ્થાઓના અન્ય વિષયોની સમકક્ષ રાખવાનો આગ્રહ, આર્ટસ-સાયન્સ કૅામર્સમાં ગુજરાતીનું ૧૦૦ ગુણનું પ્રશ્નપત્ર રાખવા, બી.કોમ.માં ગુજરાતીનું એક પેપર દાખલ કરવા અને ઈન્ટર આર્ટસમાં ગદ્યપદ્યસ રાયને બદલે સળંગ શિષ્ટકૃતિ નિયત કરવાના આગ્રહ કરવામાં આવ્યા હતા.  

બીજા દિવસે ચતુરભાઈ પટેલના અધ્યક્ષપદે સંઘે તૈયાર કરેલ કૅાલેજના પ્રથમ વર્ષથી અનુસ્નાતક વર્ગ પર્યંતની અભ્યાસક્રમની રૂપરેખા, ચીવટપૂર્વક વિચારણા કર્યા બાદ, સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી. આ સંમેલનમાં એકસૂત્રિત શિક્ષણ' (ડૉ. માંકડ), ‘શ્રીકરી-સીકરી' (સાંડેસરા), મણિલાલના ત્રણ લેખો' (ધી. ઠાકર), નિષ્કુળાનંદની ‘કવિતા’ (‘અનામી') અને નવલિકાની રચનાકળા’ (ધી. પારેખ) એટલા નિબંધો પણ વંચાયા હતા. અધ્યાપકસંઘના ઉપક્રમે ગુજરાત માટેની યુનિ.પ્રવૃત્તિના અગ્રણી દાદા માવલંકર સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો અને અનેક પાસાંની વિચારણા થઈ હતી.
બીજા દિવસે ચતુરભાઈ પટેલના અધ્યક્ષપદે સંઘે તૈયાર કરેલ કૉલેજના પ્રથમ વર્ષથી અનુસ્નાતક વર્ગ પર્યંતની અભ્યાસક્રમની રૂપરેખા, ચીવટપૂર્વક વિચારણા કર્યા બાદ, સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી. આ સંમેલનમાં એકસૂત્રિત શિક્ષણ' (ડૉ. માંકડ), ‘શ્રીકરી-સીકરી' (સાંડેસરા), મણિલાલના ત્રણ લેખો' (ધી. ઠાકર), નિષ્કુળાનંદની ‘કવિતા’ (‘અનામી') અને નવલિકાની રચનાકળા’ (ધી. પારેખ) એટલા નિબંધો પણ વંચાયા હતા. અધ્યાપકસંઘના ઉપક્રમે ગુજરાત માટેની યુનિ.પ્રવૃત્તિના અગ્રણી દાદા માવલંકર સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો અને અનેક પાસાંની વિચારણા થઈ હતી.
નવા વર્ષની કાર્યવાહક સમિતિના અધ્યક્ષ તરીકે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને મંત્રી તરીકે મનસુખલાલ ઝવેરી અને ધીરુભાઈ ઠાકરની વરણી થઈ હતી. સંઘે, અભ્યાસક્રમો, અભ્યાસમિતિ અને અને બોધભાષા અંગેનાં પોતાનાં મંતવ્યો નીડરતાથી રજૂ કર્યાં હતાં. શબ્દરચના હરીફાઈઓમાં જુગારનું તત્ત્વ હોઈ, ગુજરાતીના અધ્યાપકો એમાં ભાગ લે છે તેનો ઉગ્ર વિરોધ પણ શરૂ થયો હતો. નવસારી–સંમેલનમાં એના હેતુઓની પણ ચર્ચા થઈ હતી અને અધ્યાપકો જુગારના સહાયકો અને પ્રચારો બને તો એમની પ્રતિષ્ઠા ઘટે એ પ્રકારે ‘બુદ્ધિપ્રકાશ’ (ડિસેમ્બર, ૧૯૫૦)એ અધ્યાપકસંઘનાં સંમેલનો પ્રસંગે નોંધ પણ મૂકી હતી. (પાંચમા સંમેલન (૧૯૫૧)માં એને વિશે સમાચારપત્રોના સંચાલકો અને સરકાર દ્વારા એ જુગારી વૃત્તિને પાપનારી ને લોકહિતને વિઘાતક પ્રવૃત્તિને બંધ કરવા સત્વરે પગલાં લેવાય એવી માગણી પણ કરી હતી.)  

<center><big>'''ચોથું અને પાંચમું સંમેલન'''</big></center>
<center><big>'''ચોથું અને પાંચમું સંમેલન'''</big></center>
ચોથું સંમેલન ‘ઈ. ૧૯૫૦માં વડાદરામાં મળ્યું હતું. પરંતુ એને વિશેની વિગતો પ્રાપ્ત થઈ શકી નથી. પાંચમું સંમેલન ઈ. ૧૯૫૧ના નવેમ્બરની તા. ૬ અને ૭ એ એમ. ટી. બી. કૅૉલેજ, સુરતમાં મળ્યું હતું. આચાર્ય શ્રી દેસાઈએ સ્વાગત કરતાં કેળવણીના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી હતી. પ્રમુખસ્થાનેથી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશતો મોટો સમુદાય, સવારની કૉલેજોને કારણે નોકરી સાથે અભ્યાસની અપાતી સગવડ વગેરેની ઉચ્ચ શિક્ષણનાં ધોરણો પર પડતી અસર વિગતે વર્ણવી હતી. ઉપરાંત, શ્રમશિક્ષાની સાથે વિનયનના વિષયોને અભ્યાસ અતિશય જરૂરી છે. એમ જણાવ્યું હતું. વિષ્ણુભાઈએ ગદ્ય વિશેના પોતાના વિચારા રજૂ કરતુ સરસ વ્યાખ્યાન પણ આ સંમેલનમાં આપ્યું હતું. કેટલાક ઠરાવો થયા હતા. એમાં, શબ્દરચના હરીફાઈ બંધ કરવા માટે સરકારને વિનંતી કરતા ઠરાવની વાતનો નિર્દેશ ઉપર કરી દીધો છે. દર વર્ષે` અધ્યાપકોની સમિતિને જે પુસ્તકો ઉત્કૃષ્ટ કે વિશિષ્ટ લાગે તેનું એ અભિનંદન કરશે એવું વિચારાયું હતું. આ ઉપરાંત, યુનિવર્સિટી-શિક્ષણનાં પ્રથમ બે વરસમાં કોઈ પણ એક લેખકને ઉત્તમ સંચય નિયત કરવા માટે, વિનયનનાં પહેલાં બે વરસમાં ગુજરાતી પ્રશ્નપત્રમાં છંદ, અલંકાર તથા ગુજરાતી સાહિત્યના ઇતિહાસને સ્થાન આપવા માટે અને પાંચે યુનિ.ઓમાં ગુજરાતીનો અભ્યાસક્રમ શકચ એટલે અંશે સમાન અને સમકક્ષ હોય એ માટે ઠરાવો થયા હતા. આ સંમેલનમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પ્રમુખ હતા અને ચંદ્રકાંત મહેતા તથા કુંજવિહારી મહેતા મંત્રી હતા.
ચોથું સંમેલન ‘ઈ. ૧૯૫૦માં વડાદરામાં મળ્યું હતું. પરંતુ એને વિશેની વિગતો પ્રાપ્ત થઈ શકી નથી. પાંચમું સંમેલન ઈ. ૧૯૫૧ના નવેમ્બરની તા. ૬ અને ૭ એ એમ. ટી. બી. કૉલેજ, સુરતમાં મળ્યું હતું. આચાર્ય શ્રી દેસાઈએ સ્વાગત કરતાં કેળવણીના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી હતી. પ્રમુખસ્થાનેથી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશતો મોટો સમુદાય, સવારની કૉલેજોને કારણે નોકરી સાથે અભ્યાસની અપાતી સગવડ વગેરેની ઉચ્ચ શિક્ષણનાં ધોરણો પર પડતી અસર વિગતે વર્ણવી હતી. ઉપરાંત, શ્રમશિક્ષાની સાથે વિનયનના વિષયોને અભ્યાસ અતિશય જરૂરી છે. એમ જણાવ્યું હતું. વિષ્ણુભાઈએ ગદ્ય વિશેના પોતાના વિચારા રજૂ કરતુ સરસ વ્યાખ્યાન પણ આ સંમેલનમાં આપ્યું હતું. કેટલાક ઠરાવો થયા હતા. એમાં, શબ્દરચના હરીફાઈ બંધ કરવા માટે સરકારને વિનંતી કરતા ઠરાવની વાતનો નિર્દેશ ઉપર કરી દીધો છે. દર વર્ષે` અધ્યાપકોની સમિતિને જે પુસ્તકો ઉત્કૃષ્ટ કે વિશિષ્ટ લાગે તેનું એ અભિનંદન કરશે એવું વિચારાયું હતું. આ ઉપરાંત, યુનિવર્સિટી-શિક્ષણનાં પ્રથમ બે વરસમાં કોઈ પણ એક લેખકને ઉત્તમ સંચય નિયત કરવા માટે, વિનયનનાં પહેલાં બે વરસમાં ગુજરાતી પ્રશ્નપત્રમાં છંદ, અલંકાર તથા ગુજરાતી સાહિત્યના ઇતિહાસને સ્થાન આપવા માટે અને પાંચે યુનિ.ઓમાં ગુજરાતીનો અભ્યાસક્રમ શકચ એટલે અંશે સમાન અને સમકક્ષ હોય એ માટે ઠરાવો થયા હતા. આ સંમેલનમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પ્રમુખ હતા અને ચંદ્રકાંત મહેતા તથા કુંજવિહારી મહેતા મંત્રી હતા.
<center><big>'''છઠ્ઠું અને સાતમુંપ સંમેલન '''</big></center>
<center><big>'''છઠ્ઠું અને સાતમુંપ સંમેલન '''</big></center>

છઠ્ઠું સંમેલન, ઈ. ૧૯પરના ઓક્ટોબરની તા. ૨૫, ૨૬ એ, ભવન્સ કૅાલેજ, અંધેરી–મુંબઈમાં મળ્યું હતું. આ સંમેલનમાં ચતુરભાઈ પટેલ પ્રમુખસ્થાને હતા. ‘શિક્ષણનો આદર્શં એ વિષય પર, ગૌરીપ્રસાદ ઝાલાના પ્રમુખપદે, અધ્યાપકોએ ચર્ચા-વિચારણા કરી હતી.  
છઠ્ઠું સંમેલન, ઈ. ૧૯પરના ઓક્ટોબરની તા. ૨૫, ૨૬ એ, ભવન્સ કૉલેજ, અંધેરી–મુંબઈમાં મળ્યું હતું. આ સંમેલનમાં ચતુરભાઈ પટેલ પ્રમુખસ્થાને હતા. ‘શિક્ષણનો આદર્શં એ વિષય પર, ગૌરીપ્રસાદ ઝાલાના પ્રમુખપદે, અધ્યાપકોએ ચર્ચા-વિચારણા કરી હતી.  
સાતમું સંમેલન, ધર્મેન્દ્રસિંહજી કૅાલેજ,રાજકૈાટમાં, મનસુખલાલ ઝવેરીના પ્રમુખપદે, ઈ. ૧૯૫૩ના ઑકટોબરની તા. ૧૩, ૧૪એ મળ્યું હતું. યુનિવર્સિટીના અભ્યાસક્રમો–અનુભવોની આપ લે,’ ‘ગુજરાતી ભાષા અંગેના પ્રશ્નો', ‘વર્ષના સાહિત્યફાલનું અવલોકન', ‘શિક્ષણના પ્રશ્નોની વિચારણા' એ વિશે આ સંમેલનમાં વિચારણા થઈ હતી. મંત્રી ઉપેન્દ્ર પંડ્યા હતા. એનું મંગલ પ્રવચન ત્યારના સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાનશ્રી ઢેબરભાઈએ આપેલું.
સાતમું સંમેલન, ધર્મેન્દ્રસિંહજી કૉલેજ,રાજકૈાટમાં, મનસુખલાલ ઝવેરીના પ્રમુખપદે, ઈ. ૧૯૫૩ના ઑકટોબરની તા. ૧૩, ૧૪એ મળ્યું હતું. યુનિવર્સિટીના અભ્યાસક્રમો–અનુભવોની આપ લે,’ ‘ગુજરાતી ભાષા અંગેના પ્રશ્નો', ‘વર્ષના સાહિત્યફાલનું અવલોકન', ‘શિક્ષણના પ્રશ્નોની વિચારણા' એ વિશે આ સંમેલનમાં વિચારણા થઈ હતી. મંત્રી ઉપેન્દ્ર પંડ્યા હતા. એનું મંગલ પ્રવચન ત્યારના સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાનશ્રી ઢેબરભાઈએ આપેલું.
<center><big>'''આઠમું સંમેલન'''</big></center>
<center><big>'''આઠમું સંમેલન'''</big></center>
આઠમું સંમેલન, ઈ. ૧૯૫૪ના ઑક્ટોબરની તા. ૧૨, ૧૩ એ, વિસનગરમાં મળ્યું હતુ. પ્રિ. દેશપાંડેએ સ્વાગતપ્રવચન કર્યું હતું અને બબલભાઈ મહેતાએ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. એની પહેલી બેઠકના પ્રમુખ રવિશંકર જોશી, બીજી બેઠકના પ્રમુખ ચતુરભાઈ પટેલ અને ત્રીજી બેઠકના પ્રમુખ યશવંત શુકલ હતા. પ્રથમ બેઠકમાં અધ્યાપકસંઘ તૈયાર કરી આપેલી અભ્યાસક્રમની રૂપરેખા પ્રમાણેનો અભ્યાસક્રમ ગુજરાત યુનિવર્સિટીએ સ્વીકાર્યો એ તો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સંમેલનમાં, એક ઠરાવમાં, મહારાજા સયાજીરાવે યુનિવર્સિટીને આગ્રહભરી વિનંતિ કરી હતી કે યુનિવર્સિટીના શિક્ષણક્રમમાં ગુજરાતી ભાષા-સાહિત્યને સ્વાભાવિક રીતે જે સ્થાન હોવું ઘટે તે વહેલી તકે આપવા માટે જરૂરી પ્રશ્નબંધ. કરે. ઇન્ટરકોમ અને ઇન્ટર સાયન્સમાંથી ગુજરાતીનો વિષય કાઢી નાખવામાં આવ્યા છે તે ફરી દાખલ કરવામાં આવે અને ત્રણ કલાકનો તેમજ ૧૦૦ ગુણવાળો પ્રશ્નપત્ર સર્વ વિદ્યાવિભાગોની ઇન્ટર કક્ષા સુધી દાખલ કરવામાં આવે. એજ રીતે ખીજા ઠરાવમાં મુંબઈ યુનિવર્સિટીને આગ્રહભરી વિનંતી કરી હતી કે પ્રાદેશિક ભાષાઓનો અભ્યાસક્રમમાં યોગ્ય પ્રબંધ કરે અને ઇન્ટર આર્ટ્સમાં મરાઠી, ગુજરાતી વગેરે પ્રાદેશિક ભાષાઓનો ૭૫ ગુણનો પ્રશ્નપત્ર બે ને બદલે ત્રણ કલાકનો અને ૧૦૦ ગુણનો કરે. આ સંમેલનમાં ઉત્તર ગુજરાતની અર્વાચીન બોલીના જૂના ને મધ્યકાલીન ભાષા સાથેનો સંબંધ' (ઇન્દ્રવદન અ. દવે) એ શોધપત્ર વંચાયો હતો અને અધ્યાપકાને વર્ષના શ્રેષ્ઠ પુસ્તક વિશે સમીક્ષાલેખ લાવવા વિનંતી કરાઈ હતી. કૅાલેજમાં કવિ ન્હાનાલાલના તૈલચિત્રનું આ પ્રસંગે અનાવરણ થયું હતું. મંત્રી હસિત બૂચ હતા. કાર્યવાહક સમિતિના અધ્યક્ષ તરીકે ઉમાશંકર જોશીની અને મત્રીઓ તરીકે ઈશ્વરલાલ દવે અને ઇન્દ્રવદન અ. દવેની વરણી થઈ હતી.
આઠમું સંમેલન, ઈ. ૧૯૫૪ના ઑક્ટોબરની તા. ૧૨, ૧૩ એ, વિસનગરમાં મળ્યું હતુ. પ્રિ. દેશપાંડેએ સ્વાગતપ્રવચન કર્યું હતું અને બબલભાઈ મહેતાએ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. એની પહેલી બેઠકના પ્રમુખ રવિશંકર જોશી, બીજી બેઠકના પ્રમુખ ચતુરભાઈ પટેલ અને ત્રીજી બેઠકના પ્રમુખ યશવંત શુકલ હતા. પ્રથમ બેઠકમાં અધ્યાપકસંઘ તૈયાર કરી આપેલી અભ્યાસક્રમની રૂપરેખા પ્રમાણેનો અભ્યાસક્રમ ગુજરાત યુનિવર્સિટીએ સ્વીકાર્યો એ તો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સંમેલનમાં, એક ઠરાવમાં, મહારાજા સયાજીરાવે યુનિવર્સિટીને આગ્રહભરી વિનંતિ કરી હતી કે યુનિવર્સિટીના શિક્ષણક્રમમાં ગુજરાતી ભાષા-સાહિત્યને સ્વાભાવિક રીતે જે સ્થાન હોવું ઘટે તે વહેલી તકે આપવા માટે જરૂરી પ્રશ્નબંધ. કરે. ઇન્ટરકોમ અને ઇન્ટર સાયન્સમાંથી ગુજરાતીનો વિષય કાઢી નાખવામાં આવ્યા છે તે ફરી દાખલ કરવામાં આવે અને ત્રણ કલાકનો તેમજ ૧૦૦ ગુણવાળો પ્રશ્નપત્ર સર્વ વિદ્યાવિભાગોની ઇન્ટર કક્ષા સુધી દાખલ કરવામાં આવે. એજ રીતે ખીજા ઠરાવમાં મુંબઈ યુનિવર્સિટીને આગ્રહભરી વિનંતી કરી હતી કે પ્રાદેશિક ભાષાઓનો અભ્યાસક્રમમાં યોગ્ય પ્રબંધ કરે અને ઇન્ટર આર્ટ્સમાં મરાઠી, ગુજરાતી વગેરે પ્રાદેશિક ભાષાઓનો ૭૫ ગુણનો પ્રશ્નપત્ર બે ને બદલે ત્રણ કલાકનો અને ૧૦૦ ગુણનો કરે. આ સંમેલનમાં ઉત્તર ગુજરાતની અર્વાચીન બોલીના જૂના ને મધ્યકાલીન ભાષા સાથેનો સંબંધ' (ઇન્દ્રવદન અ. દવે) એ શોધપત્ર વંચાયો હતો અને અધ્યાપકાને વર્ષના શ્રેષ્ઠ પુસ્તક વિશે સમીક્ષાલેખ લાવવા વિનંતી કરાઈ હતી. કૉલેજમાં કવિ ન્હાનાલાલના તૈલચિત્રનું આ પ્રસંગે અનાવરણ થયું હતું. મંત્રી હસિત બૂચ હતા. કાર્યવાહક સમિતિના અધ્યક્ષ તરીકે ઉમાશંકર જોશીની અને મત્રીઓ તરીકે ઈશ્વરલાલ દવે અને ઇન્દ્રવદન અ. દવેની વરણી થઈ હતી.
<center><big>'''નવમું અને દસમું સંમેલન'''</big></center>
<center><big>'''નવમું અને દસમું સંમેલન'''</big></center>
નવમું સંમેલન ગોવર્ધનરામ-જન્મશતાબ્દી પ્રસંગે, ૧૯૫૫નાં ઑક્ટોબરની તા. ૨૫મીએ નડિયાદમાં મળ્યું હતું. આ સંમેલનમાં માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં ભાષાના અધ્યાપનની વ્યવસ્થા વિશે સવિવાદ યોજાયો હતો. સવારની બેઠકના પ્રમુખ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી હતા અને બપોરની બેઠકનું પ્રમુખપદ વિજયરાય વૈદ્યે સંભાળ્યું હતું. સાહિત્ય પરિષદનું સંમેલન પણ નડિયાદમાં યોજાતું હોઈ આ સંમેલનની કામગીરી એક દિવસ પૂરતી મર્યાદિત કરી અધ્યાપકસંઘે પરિષદના સંમેલનમાં ભાગ લીધો હતો. આ સંમેલનમાં – વલ્લભ વિદ્યાપીઠ તે આવકારી, કાયદાથી હિંદી બોધભાષા મૂકવામાં આવી છે તેથી યુનિવર્સિટીની સ્વાયત્તતાને હાનિ છે અને એક ગ્રામ વિદ્યાપીઠ બોધભાષા તરીકે પોતાના ગ્રામસમાજની ભાષાને બદલે ખીછ ભાષા સ્વીકારે એથી એના આશયોને આંચ આવે એમ છે. માટે હજીય તે પોતાનું કાર્ય વધુ સફળતાથી ચાલે તે સારુ યોગ્ય બોધભાષા સ્વીકારવા માટે કાયદામાં ફેરફાર કરાવવામાં આવશે એવી આશા પ્રગટ કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. બીજા એક ઠરાવમાં પીએચ.ડી.ના અભ્યાસ માટે અધ્યાપકોને માર્ગદર્શન અધ્યાપકની દોરવણી વિના છૂટ આપવા યુનિવર્સિટીને વિનંતી કરાઈ હતી અને હવે પછીના સંમેલનમાં અન્ય ભાષાઓના અધ્યાપકોને પણ નિમંત્રવાનું ઠરાવવામાં આવ્યું હતું. આગામી સંમેલનના પ્રમુખ તરીકે અનંતરાય રાવળની અને મત્રી તરીકે ઈશ્વરલાલ દવે અને કુંજવિહારી મહેતાની વરણી થઈ હતી.

Line 50: Line 50:
<center><big>'''બારમું સમેલન'''</big></center>
<center><big>'''બારમું સમેલન'''</big></center>
૧૨મું સંમેલન ઈ. ૧૯૫૯ના ડિસેમ્બરની ૨૬મી તારીખે વલ્લભવિદ્યાનગરમાં મળ્યું હતું. વરાયેલા પ્રમુખ નગીનદાસ પારેખ હાજર રહી શકે તેમ ન હોવાથી લાકભારતીના મનુભાઈ પંચોળી ‘દર્શક’ની આ સંમેલનના પ્રમુખ તરીકે વરણી થઈ હતી. શ્રી એચ.એમ. પટેલ અને શ્રી ભાઈલાલભાઈ પટેલના સ્વાગત-પ્રવચન પછી પ્રમુખ મનુભાઈ પંચોળીએ સાહિત્ય અને અધ્યાપકનું રાષ્ટ્રોપયોગી સ્થાન નિર્દેશ્યું હતું. ભાષામાં સેળભેળ કરનારાઓને દંડપાત્ર લેખી, અધ્યાપક ધર્મરો અંગે મનનીય વિચારો રજૂ કર્યા હતા : અભ્યાસ- નિયત પુસ્તકો શીખવતાં અંદરથી આસ્થા હોવી જોઈએ... અધ્યાપકનો ભાવાનુભવ વિદ્યાર્થીનો ભાવાનુભવ થવો જોઈએ....; કેળવણીનો પ્રશ્ન એ પક્ષના પ્રશ્ન નથી, રાષ્ટ્રના પ્રશ્ન છે...'

આ સંમેલનમાં, ‘કૅાલેજોમાં ગુજરાતીનું અધ્યયન-અધ્યાપન’ એ વિશે યોજાયેલ સંવિવાદમાં પાઠ્યપુસ્તકોથી આરંભી, સાહિત્યના ઇતિહાસ, છ દાલંકાર અને વ્યાકરણનું શિક્ષણ, ભાષાવિજ્ઞાનનુ અભ્યાસક્રમમાં સ્થાન, નાટયપ્રવૃત્તિ તેમજ ટ્યૂટોરિયલ પદ્ધતિ જેવાં વિવિધ અંગોની ઝીણી વિચારણા થઈ હતી. ઉમાશંકર જોશીએ, આ પ્રસંગે, અધ્યાપન નિમિત્તે ‘અધીત’તે તેજસ્વી બનાવવાનું કહી, પ્રથમ સ્વાઘ્યાય અને પછી પ્રવચન પર ભાર મૂક્યો હતો. આ સંમેલનમાં તપસ્વિની’, ‘હરિસંહિતા’, ‘સ્વપ્નપ્રયાણ’, ‘સદૂગત ચંદ્રશીલાને’,‘વિશેષ કાવ્યો’, ‘ઉઘાડી બારી’, અભિરુચિ’, દિવાને સાગર’ જેવી કેટલીક કૃતિઓ વિશેના અભ્યાસો રજૂ થયા હતા. સંમેલનમાં બે ઠરાવ થયા હતા. એકમાં, ત્રિવાર્ષિક ડિગ્રી અભ્યાસક્રમને લક્ષમાં રાખીને ગુજરાતી ભાષાસાહિત્યના અભ્યાસક્રમની પુનર્વિચારણા આવશ્યક ગણી હતી અને સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ વિગતવાર અભ્યાસક્રમ તેમજ પ્રત્યેક વિગત માટે શું-કેટલુ વાંચવુ જોઈએ તેની પણ નોંધ તૈયાર કરવાની જરૂર નિહાળી હતી અને એ માટે સમિતિઓની રચના કરી હતી.  
આ સંમેલનમાં, ‘કૉલેજોમાં ગુજરાતીનું અધ્યયન-અધ્યાપન’ એ વિશે યોજાયેલ સંવિવાદમાં પાઠ્યપુસ્તકોથી આરંભી, સાહિત્યના ઇતિહાસ, છ દાલંકાર અને વ્યાકરણનું શિક્ષણ, ભાષાવિજ્ઞાનનુ અભ્યાસક્રમમાં સ્થાન, નાટયપ્રવૃત્તિ તેમજ ટ્યૂટોરિયલ પદ્ધતિ જેવાં વિવિધ અંગોની ઝીણી વિચારણા થઈ હતી. ઉમાશંકર જોશીએ, આ પ્રસંગે, અધ્યાપન નિમિત્તે ‘અધીત’તે તેજસ્વી બનાવવાનું કહી, પ્રથમ સ્વાઘ્યાય અને પછી પ્રવચન પર ભાર મૂક્યો હતો. આ સંમેલનમાં તપસ્વિની’, ‘હરિસંહિતા’, ‘સ્વપ્નપ્રયાણ’, ‘સદૂગત ચંદ્રશીલાને’,‘વિશેષ કાવ્યો’, ‘ઉઘાડી બારી’, અભિરુચિ’, દિવાને સાગર’ જેવી કેટલીક કૃતિઓ વિશેના અભ્યાસો રજૂ થયા હતા. સંમેલનમાં બે ઠરાવ થયા હતા. એકમાં, ત્રિવાર્ષિક ડિગ્રી અભ્યાસક્રમને લક્ષમાં રાખીને ગુજરાતી ભાષાસાહિત્યના અભ્યાસક્રમની પુનર્વિચારણા આવશ્યક ગણી હતી અને સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ વિગતવાર અભ્યાસક્રમ તેમજ પ્રત્યેક વિગત માટે શું-કેટલુ વાંચવુ જોઈએ તેની પણ નોંધ તૈયાર કરવાની જરૂર નિહાળી હતી અને એ માટે સમિતિઓની રચના કરી હતી.  
બીજા એક ઠરાવમાં, મુંબઈ રાજ્યની યુનિવર્સિટીઓને, ગુજરાતી વગેરે ઉત્તર ભારતીય ભાષાઓને મુખ્ય વિષય તરીકે લઈને સ્નાતક થનાર વિદ્યાથી માટે દક્ષિણ ભારતની કોઈપણ એક ભાષાની કસોટી (Test)માં ઉત્તીર્ણ થવું અનિવાર્ય હોવું જોઈએ એવી ભલામણુ કરી હતી. આગામી સ ંમેલનના પ્રમુખ તરીકે નગીનદાસ પારેખની અને મંત્રી તરીકે મૂળશંકર ભટ્ટ અને જશભાઈ પટેલની અને પછીથી સંમેલન અમદાવાદમાં મળવાનું નક્કી થતાં ત્રીજા મંત્રી તરી કે ચિમનલાલ ત્રિવેદીની વરણી થઈ હતી.  

<center><big>'''તેરમું સંમેલન'''</big></center>
<center><big>'''તેરમું સંમેલન'''</big></center>
અધ્યાપકસંઘનું ૧૩મું સંમેલન લોકભારતી સણાસરામાં મળવાનું હતું, પરંતુ ત્યાંની કેટલીક અનિવાર્ય મુશ્કેલીઓને કારણે એ સંમેલન ઈ. ૧૯૫૦ના ડિસેમ્બરની તા. ૨૬-૨૭એ અમદાવાદમાં–સેન્ટ ઝેવિયર્સ કૅાલેજમાં યોજવામાં આવ્યું હતું. ફાધર વાલેસના સ્વાગત-પ્રવચન પછી, સંમેલનપ્રમુખ નગીનદાસ પારેખે રસાભાસ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. સંમેલનના પ્રમુખ સ્વાધ્યાયના વિષય પર પ્રથમવાર લિખિત વ્યાખ્યાન લઈને આવ્યા, અને એ રીતે નવી પ્રણાલી ઊભી કરી–જે વિરલ અપવાદો બાદ કરતાં આજ દિન સુધી ચાલુ રહી છે. અધ્યાપકોની ૭૦ જેટલી સંખ્યા આ સંમેલનમાં ઉપસ્થિત રહી હતી. એમાં વ્યાકરણવિષયક પ્રશ્નોની ચર્ચા'ની ખીજી બેઠકમાં ડૉ. પ્રબોધ પડિત, ડૉ. હરિવલ્લભ ભાયાણી અને પ્રા. કે. કા. શાસ્ત્રીએ એ વિષયની મનનીય ચર્ચા-વિચારણા કરી હતી. સંમેલનનું એ સંભારણું બની રહી. બીજે દિવસે, ‘અધ્યાપનના પ્રશ્નો'ની બેઠકને ચાર પેટાચર્ચામાં વહેંચી હતી : (૧) મહાવિદ્યાલયના પહેલા અને ખીજા વર્ષમાં કાવ્યસંગ્રહ ભણાવવાની ઇષ્ટ પદ્ધતિ, (૨) સ્નાતકકક્ષાએ સાહિત્ય-તત્ત્વવિચારના નિરૂપણની શક્ય પદ્ધતિઓ, (૩) ‘ટૂંકી વાર્તા ઃ એક સાહિત્યપ્રકાર’ –એ વિષય શીખવવાની યોગ્ય પદ્ધતિ અને (૪) પૂર્વસ્નાતક અને સ્નાતકકક્ષાએ સાહિત્યના ઇતિહાસ શીખવવાની પતિએ. આ ચારે વિષયના ઉપક્રમ જુદા જુદા અધ્યાપકોએ કરી ચર્ચાની માંડણી કરી હતી અને પછી ચર્ચા ખુલ્લી મૂકવામાં આવી હતી.
અધ્યાપકસંઘનું ૧૩મું સંમેલન લોકભારતી સણાસરામાં મળવાનું હતું, પરંતુ ત્યાંની કેટલીક અનિવાર્ય મુશ્કેલીઓને કારણે એ સંમેલન ઈ. ૧૯૫૦ના ડિસેમ્બરની તા. ૨૬-૨૭એ અમદાવાદમાં–સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં યોજવામાં આવ્યું હતું. ફાધર વાલેસના સ્વાગત-પ્રવચન પછી, સંમેલનપ્રમુખ નગીનદાસ પારેખે રસાભાસ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. સંમેલનના પ્રમુખ સ્વાધ્યાયના વિષય પર પ્રથમવાર લિખિત વ્યાખ્યાન લઈને આવ્યા, અને એ રીતે નવી પ્રણાલી ઊભી કરી–જે વિરલ અપવાદો બાદ કરતાં આજ દિન સુધી ચાલુ રહી છે. અધ્યાપકોની ૭૦ જેટલી સંખ્યા આ સંમેલનમાં ઉપસ્થિત રહી હતી. એમાં વ્યાકરણવિષયક પ્રશ્નોની ચર્ચા'ની ખીજી બેઠકમાં ડૉ. પ્રબોધ પડિત, ડૉ. હરિવલ્લભ ભાયાણી અને પ્રા. કે. કા. શાસ્ત્રીએ એ વિષયની મનનીય ચર્ચા-વિચારણા કરી હતી. સંમેલનનું એ સંભારણું બની રહી. બીજે દિવસે, ‘અધ્યાપનના પ્રશ્નો'ની બેઠકને ચાર પેટાચર્ચામાં વહેંચી હતી : (૧) મહાવિદ્યાલયના પહેલા અને ખીજા વર્ષમાં કાવ્યસંગ્રહ ભણાવવાની ઇષ્ટ પદ્ધતિ, (૨) સ્નાતકકક્ષાએ સાહિત્ય-તત્ત્વવિચારના નિરૂપણની શક્ય પદ્ધતિઓ, (૩) ‘ટૂંકી વાર્તા ઃ એક સાહિત્યપ્રકાર’ –એ વિષય શીખવવાની યોગ્ય પદ્ધતિ અને (૪) પૂર્વસ્નાતક અને સ્નાતકકક્ષાએ સાહિત્યના ઇતિહાસ શીખવવાની પતિએ. આ ચારે વિષયના ઉપક્રમ જુદા જુદા અધ્યાપકોએ કરી ચર્ચાની માંડણી કરી હતી અને પછી ચર્ચા ખુલ્લી મૂકવામાં આવી હતી.
આ ચર્ચાનું સ્તર પણ આગલા દિવસની બેઠક જેવું ઉચ્ચ રહ્યું હતું. એ દિવસે સાંજે વર્ધની વિશિષ્ટ કૃતિની ચર્ચા થઈ હતી. પ્રવેશકો’ ‘ચાંદો શેં શામળો’ ‘પડધા અને પડછાયા કુદરતની કેડીએ’ કૃતિઓની અધ્યાપાએ સમીક્ષા કરી હતી. આ સંમેલનમાં સંધની ભવિષ્યની કાર્યવાહી અંગે પણ વિગતે વિચારણા થઈ હતી. એમાં, વર્ષની કૃતિ’ની ચર્ચામાં અન્ય ભાષાના સાહિત્યની વિશિષ્ટ કૃતિઓનો અભ્યાસપૂર્ણ પરિચય આપી શકાય એમ સ્વીકારાયું હતું. ઉપરાંત, અધ્યયન-અધ્યાપનના કોઈ સૈદ્ધાંતિક, તાત્ત્વિક, ઐતિહાસિક પ્રશ્ન પરત્વે બેચાર અધિકારી અધ્યાપકોને અભ્યાસલેખ તૈયાર કરવાનું સોંપવું અને અન્ય અભ્યાસીઓ તેના મુદ્દાઓની વિચારણા કરી લાવે એવું વિચારાયું હતું. અધ્યાપનને તેજસ્વી બનાવવા અર્થે જ્ઞાનવિસ્તાર વ્યાખ્યાનગુચ્છ સંઘ તરફથી યોજાય અને અધિકારી વ્યક્તિએ એમાં વ્યાખ્યાના આપે એવી પણ વિચારણા થઈ હતી. ડૉ. પ્રબોધ પંડિતને ‘વ્યાકરણ’ કે ‘ભાષાશાસ્ત્ર’વિશે આવાં વ્યાખ્યાને આપવા વિનંતી કરવાનું - પણ નક્કી થયું હતું. બની શકે એટલા વધુ અધ્યાપકોને ડેલિગેટો તરીકે આંશિક કે પૂરી આર્થિક સહાય આપીને માકલવા સંસ્થાના આચાર્યોને વિનંતી કરવાનું અને અધ્યાપક ન હોય એવા વિદ્વાનોને સંમેલનમાં આવવા ને અભ્યાસપૂર્ણ વ્યાખ્યાન આપવા વિનંતી કરવાનું સ્વીકારાયું હતું. આ સંમેલનની બધી બેઠકોમાં ચર્ચાનુ ધોરણ ખૂબ ઊંચું રહ્યુ અને સંમેલનમાં ચર્ચાના વિષયો માટે નિશ્ચિત ધોરણ સ્થપાયું. આગામી સંમેલનના પ્રમુખ તરીકે ભોગીલાલ સાંડેસરાની અને મંત્રીઓ તરીકે મૂળશંકર ભટ્ટ અને ચિમનલાલ ત્રિવેદીની વરણી થઈ હતી.  

<center><big>'''ચૌદમું સંમેલન '''</big></center>
<center><big>'''ચૌદમું સંમેલન '''</big></center>
Line 99: Line 99:
બીજી બેઠકમાં ‘સમકાલીન કથાસાહિત્ય અને જીવન'ની ચર્ચાનો આરંભ ભૂપેશ અધ્વર્યુના નિબંધવાચનથી થયો. ગુજરાતી કથા- સાહિત્યમાં વ્યાપક નિર્વેદભાવ, વાતાવરણ, દિશાહીન સપાટ ચહેરાના વિ–નાયક, સમાજસેવિકાના સ્વાંગ ત્યજતી નવલકથા, ‘પ્રતિનવલોની રચના, ઘટનાલાપના પ્રયાગા, જીવનની અસંગતતાને સાક્ષાત્ કરવા અર્થવિચ્છેદ, ભાષાનાં નવાં નવાં ઓજારો, ચાક્ષુષ ગદ્યનું સર્જન, ઘટનાનું પ્રતીકરૂપ વગેરે મુદ્દાઓને નવલકથાઓમાંથી ઉદાહરણો ટાંકીને અનેક અધ્યાપકોએ ચર્ચ્યા.

‘વેરાનજીવન’, ચંદ્રકાંત બક્ષીથી ફેરો’, સાત એકાંકી, અને માર્ટનની‘જીઈન'ની સમીક્ષા પણ થઈ. અભ્યાસક્રમો અંગેની તૈયાર કરેલી પ્રશ્નોત્તરી જયંત કોઠારીએ અધ્યાપકોને આપી. એ દ્વારા અધ્યાપકોના પ્રતિભાવો અભ્યાસસમિતિને પહોંચતા કરવાનુ શક્ય બનાવી શકાય. સંમેલનમાં એક મહત્ત્વનો ઠરાવ થયો—

‘ગુજરાતની યુનિવર્સિટીઓમાં અંગ્રેજી વિના એસ.એસ.સી. પરીક્ષામાં ઉત્તી થયેલા વિદ્યાર્થીઓને પણ કૅાલેજ-પ્રવેશ આપવાની જે નીતિ અખત્યાર કરવામાં આવી છે તેને પરિણામે યુનિવર્સિટીકક્ષાએ ફરજિયાત અંગ્રેજી વિષયના સ્થાન અંગે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. આ બાબતમાં ગુજરાતીના અધ્યાપક સંઘના ૨૪મા સંમેલન પ્રસંગે મળેલી આ સભાની દૃઢ માન્યતા છે કે-  
‘ગુજરાતની યુનિવર્સિટીઓમાં અંગ્રેજી વિના એસ.એસ.સી. પરીક્ષામાં ઉત્તી થયેલા વિદ્યાર્થીઓને પણ કૉલેજ-પ્રવેશ આપવાની જે નીતિ અખત્યાર કરવામાં આવી છે તેને પરિણામે યુનિવર્સિટીકક્ષાએ ફરજિયાત અંગ્રેજી વિષયના સ્થાન અંગે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. આ બાબતમાં ગુજરાતીના અધ્યાપક સંઘના ૨૪મા સંમેલન પ્રસંગે મળેલી આ સભાની દૃઢ માન્યતા છે કે-  
(૧) જગતના અનેક વિષયોના તથા એમાં થતી રહેતી પ્રગતિની જાણકારી માટેના એક માધ્યમ લેખે તથા સંશોધન માટેના એક સહાયક સાધન લેખે–ટૂંકમાં ગ્રંથાલયની ભાષા તરીકે–અંગ્રેજીનુ મહત્ત્વ સ્વયંસ્ફુટ છે. આથી ઉપર દર્શાવેલા વિદ્યાર્થીઓને માટે પણ ઓછામાં ઓછું Comprehension-ભાષાગ્રહણકક્ષાનું અંગ્રેજીનું શિક્ષણ સ્નાતક પદવી સુધી આવશ્યક ગણાવુ જોઈએ.

(૨) જો કોઈ પણ કારણસર ઉપરની વ્યવસ્થામાં ફેરફાર કરવાનો આવે તો અંગ્રેજી વિષયને સ્થાને વિવિધ વિષયોને લગતી ગુજરાતીની અભિવ્યક્તિ પુષ્ટ થાય તે પ્રકારનો ગુજરાતી ભાષા- શિક્ષણનો ફરજિયાત પાઠયક્રમ ચારે વર્ષ માટે નિયત કરવો જોઈએ, કેમ કે માનવવિદ્યા તથા વિજ્ઞાન વગેરેના અનેક વિષયોના વિપુલ સાહિત્યનું, સ્વતંત્ર ગ્રંથલેખન, અનુવાદ વગેરે દ્વારા, ગુજરાતીમાં નિર્માણ કરવાના કાર્યને આપણે અભિવ્યક્તિક્ષમતાની આવી ઘનિષ્ઠ તાલીમ પામેલા શિક્ષિતો દ્વારા જ પહોંચી શકીએ.  

Line 105: Line 105:
આગામી સંમેલન રજતજયંતી–સંમેલન તરીકે ઊજવવાનું નક્કી થયું. પ્રમુખ તરીદે સુરેશભાઈ જોશીની અને મંત્રીઓ તરીકે ચિમનલાલ ત્રિવેદી અને ચિનુભાઈ મોદીની વરણી થઈ.
આગામી સંમેલન રજતજયંતી–સંમેલન તરીકે ઊજવવાનું નક્કી થયું. પ્રમુખ તરીદે સુરેશભાઈ જોશીની અને મંત્રીઓ તરીકે ચિમનલાલ ત્રિવેદી અને ચિનુભાઈ મોદીની વરણી થઈ.
હવે, ઈ ૧૯૭૪ના નવેમ્બરની તા. ૯-૧૦એ, સંઘનું ૨૫મું સંમેલન, મહિલા કૅાલેંજ, ભાવનગરમાં, સુરેશભાઈ જોષીના પ્રમુખપદે, મળી રહ્યું છે. એમાં નિયત થયેલા ચર્ચા-વિષયો છે : (૧) ભાષાવિજ્ઞાન અને સાહિત્યિક વિવેચન, (૨) સાહિત્યમાં કલ્પન, પ્રતીક અને પુરાકલ્પનનુ સ્વરૂપ અને કાર્ય (૩) વિદ્યાર્થીઓના પરીક્ષણ અને મૂલ્યાંકનના પ્રશ્નો (૪) મારા સ્વાધ્યાય. ગુજરાતીના અધ્યાપકો ઉપરાંત અન્ય ભાષાના કેટલાક અધ્યાપકોને પણ આ સંમેલનની ચર્ચાઓમાં ભાગ લેવા નિમંત્રણ આપવામાં આવ્યું છે.

ભારતમાં યુનિવર્સિટીકક્ષાએ ગુજરાતીના શિક્ષણનો આરંભ થયો ત્યારે મુંબઈની એલ્ફિન્સ્ટન કૅાલેજમાં નરસિંહરાવ દિવેટિયા અને અમદાવાદની ગુજરાત કૅૉલેજમાં કેશવ હર્ષદ ધ્રુવની ગુજરાતીના અધ્યાપકો તરીકે નિયુિક્ત થઈ હતી. ગુજરાત વિદ્યાપીઠમાં રામનારાયણ પાર્ક એ સ્થાન શૈભાળ્યું હતું. આજે અનેક યુનિવર્સિટીઓમાં અને અનેક સંલગ્ન કૉલેજોમાં અમારા એ ત્રણ આદિ અધ્યાપકોનો વંશવેલો વિસ્તરીને વટવૃક્ષ જેવો બન્યો છે. પરદેશમાં ગુજરાતીનું શિક્ષણ આપતા અધ્યાપકો પણ છે. ગુજરાત-મહારાષ્ટ્ર સિવાય પણ કેટલોક સ્થળે ગુજરાતીનું અધ્યાપન થાય છે. એકલા ગુજરાત- મહારાષ્ટ્રમાં ગુજરાતીના અધ્યાપકોની સંખ્યા આશરે પાંચસો ઉપરાંતની છે. ગુજરાત યુનિવર્સિટીમાં આશરે ૨૫૦, ગુજરાત વિદ્યાપીઠમાં ૮, સૌરાષ્ટ્ર યુનિ. માં આશરે ૭૫, વલ્લભ વિદ્યાનગરમાં ૨૩, વડોદરા યુનિવર્સિટીમાં ૧૨, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આશરે ૭૦ અને મુંબઈ યુનિવર્સિટીમાં ૮૨ ગુજરાતીના અધ્યાપકા (એસ. એન. ડી. ટી. યુનિ.ના અધ્યાપકો સમેત). દિલ્હી, પૂના, કલકત્તા જેવાં સ્થળાના અધ્યાપકા એમાં ઉમેરીએ તો એ આંકડો સવાપાંચસો જેટલો થાય.
ભારતમાં યુનિવર્સિટીકક્ષાએ ગુજરાતીના શિક્ષણનો આરંભ થયો ત્યારે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં નરસિંહરાવ દિવેટિયા અને અમદાવાદની ગુજરાત કૉલેજમાં કેશવ હર્ષદ ધ્રુવની ગુજરાતીના અધ્યાપકો તરીકે નિયુિક્ત થઈ હતી. ગુજરાત વિદ્યાપીઠમાં રામનારાયણ પાર્ક એ સ્થાન શૈભાળ્યું હતું. આજે અનેક યુનિવર્સિટીઓમાં અને અનેક સંલગ્ન કૉલેજોમાં અમારા એ ત્રણ આદિ અધ્યાપકોનો વંશવેલો વિસ્તરીને વટવૃક્ષ જેવો બન્યો છે. પરદેશમાં ગુજરાતીનું શિક્ષણ આપતા અધ્યાપકો પણ છે. ગુજરાત-મહારાષ્ટ્ર સિવાય પણ કેટલોક સ્થળે ગુજરાતીનું અધ્યાપન થાય છે. એકલા ગુજરાત- મહારાષ્ટ્રમાં ગુજરાતીના અધ્યાપકોની સંખ્યા આશરે પાંચસો ઉપરાંતની છે. ગુજરાત યુનિવર્સિટીમાં આશરે ૨૫૦, ગુજરાત વિદ્યાપીઠમાં ૮, સૌરાષ્ટ્ર યુનિ. માં આશરે ૭૫, વલ્લભ વિદ્યાનગરમાં ૨૩, વડોદરા યુનિવર્સિટીમાં ૧૨, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આશરે ૭૦ અને મુંબઈ યુનિવર્સિટીમાં ૮૨ ગુજરાતીના અધ્યાપકા (એસ. એન. ડી. ટી. યુનિ.ના અધ્યાપકો સમેત). દિલ્હી, પૂના, કલકત્તા જેવાં સ્થળાના અધ્યાપકા એમાં ઉમેરીએ તો એ આંકડો સવાપાંચસો જેટલો થાય.
આ સંઘની ઈ. ૧૯૪૭ના નવેમ્બરમાં સ્થાપના થઈ. નવેમ્બર ૧૯૭૪માં એને બરાબર ૨૭ વર્ષ પૂરાં થાય છે. પ્રતિકૂળ સંયોગોને કારણે વચમાં એ વર્ષ-૧૯૫૭ અને ૧૯૬૫માં-એનાં સંમેલના યોજી શકાયાં નહિ, એટલે આજે, ૨૭મા વર્ષે, એનું ૨૫મું રજત-જય તી સંમેલન ઊજવાય છે. ૨૫ સંમેલનોમાં અધ્યાપકસ ધે જે શૈક્ષણિક— સાહિત્યિક કામગીરી કરી છે એનું, ઉપલબ્ધ માહિતીને આધારે, અહીં ટૂંકું નિરૂપણ કર્યું છે. આ સંઘે, ઉચ્ચ શિક્ષણમાં ગુજરાતીના અભ્યાસક્રમ અંગે આરંભથી અત્યાર સુધી સતત ચિંતન કર્યું છે, એમાં અવ્યવસ્થા દેખાતાં એનો સવિનય વિરોધ કરી, સતત ક્રિયાશીલ રહી, અભ્યાસક્રમમાં વ્યવસ્થા અને એકસૂત્રતા આપ્યો છે. અધીત તેજસ્વી બનાવવાના એના ધ્યાનમંત્રથી એ સહેજ પણ ચ્યુત થયો નથી. પરિષદો કે જ્ઞાનસત્રો કે લેખક મિલનો જેવી વિવિધ વિષયોની સાહિત્યની ચર્ચાવિચારણા અને શિક્ષણ સંસ્થાએ જેવી અધ્યાપન-વિચારણા એનાં મિલનોમાં થતી આવી છે. આ સંઘ, શૈક્ષણિક પ્રશ્નો વિશે પોતાના સ્વચ્છ અને સુચિંતિત અભિપ્રાય નીડરતાપૂર્વક સતત ઉચ્ચારતા રહ્યો છે. ગુજરાતીના અધ્યાપકોના સંઘ હોવા છતાં અન્ય ભાષાના અધ્યાપકોને અને સાહિત્યસેવીઓને પણ નિમ ત્રણા આપી સંમેલનોમાં એમની સાથે વિચારવિનિમય કર્યો છે. ગુજરાતીના અધ્યયન-અધ્યાપન માટે અન્ય ભાષાઓના અધ્યયન-અધ્યાપનનું મહત્ત્વ એણે પ્રમાણ્યું છે, અને એ માટે સ્પષ્ટ વિચારો પણ રજૂ કર્યા છે. હા, ટાંચાં સાધના જેવી કેટલીક મુશ્કેલીઓને કારણે કેટલાક વિચાર અમલમાં મૂકી શકાયા નથી. ગુજરાતીના અધ્યાપકો માટે આ સંઘ આત્મશિસ્તની તાલીમશાળા જેવો રહ્યો છે. પ્રેમ-ઉષ્માભર્યા અને અભ્યાસપરાયણ સંમેલન દ્વારા ગુજરાતીના અધ્યાપકોને આ સંઘે એકસૂત્રે બાંધ્યા છે અને એમને અધ્યયન-અધ્યાપનમાં સ્ફૂર્તિવંત રાખ્યા છે. એનું શ્રેય એના આદ્યસ્થાપક ડોલરરાય માંકડને તેમજ યશવંતભાઈ શુક્લ જેવા એના સતત ક્રિયાશીલ સભ્યોને પણ છે.

<center><big>'''પાદટીપ'''</big></center>
<center><big>'''પાદટીપ'''</big></center>