જનપદ/પર્વત વળાવ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 10:16, 14 April 2024

પર્વત વળાવ્યો

પર્વત વળાવ્યો જળાશયના કાંઠા સુધી
જાય ઊંડો કોસ
ઝાંખો શિખરી ડેરો
રાત ખડકાળ
તગ તગે જળરેખઝરણ
થરકે વેલડું
પવન થાય જળ
વાંસ વાચા
ઘ્રાણ વનશરી મોર
જળ ત્વચા
રાત સ્ત્રવે પર્વતથી.

વાવાઝોડું
થરકે પર્વત દીવો
પાંખ ધરે ચેતાઓ
ખરલમાં સૂર્યચન્દ્રનાડીની રાત ઘૂંટાય

પર્વત જળરેખ થઈ
રાતના વેલડાને વીંટળાય.