પ્રતિપદા/૧૪. ઉદયન ઠક્કર: Difference between revisions

no edit summary
()
No edit summary
 
(11 intermediate revisions by one other user not shown)
Line 53: Line 53:
કદાચ તમારો બોસ
કદાચ તમારો બોસ
સામાન્ય ગુમાસ્તામાંથી
સામાન્ય ગુમાસ્તામાંથી
કરોડોનો વેપાર સુધી પહોંચ્યો હોય
કરોડોના વેપાર સુધી પહોંચ્યો હોય
તમે કહેશો કે યાર, સફળતા એને કહેવાય
તમે કહેશો કે યાર, સફળતા એને કહેવાય
મથુરાદાસનું તો જાણે... સમજ્યા)
મથુરાદાસનું તો જાણે... સમજ્યા)
Line 72: Line 72:
(માળુ, આયે તમને નહીં જામે
(માળુ, આયે તમને નહીં જામે
કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાખી
કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાખી
જેમાં કેન્સરની ગ્રસ્ત હીરો
જેમાં કેન્સરથી ગ્રસ્ત હીરો
હસતો-હસાવતો મોતને ભેટતો હોય
હસતો-હસાવતો મોતને ભેટતો હોય
ના, હવે આ ફોર્મ્યુલા તમને નહીં ચાલે)
ના, હવે આ ફોર્મ્યુલા તમને નહીં ચાલે)
તો, માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ
તો, માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ
હું તારા માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી
હું તારા માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી
Line 81: Line 82:
જેમાં તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે
જેમાં તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે
શબ્દોનાં પીંછાં ઓઢાડી શકતો નથી
શબ્દોનાં પીંછાં ઓઢાડી શકતો નથી
તારાં સંદર્ભનાં નગ્ન ડિલ પર
તારા સંદર્ભના નગ્ન ડિલ પર
એક પ્રામાણિક વેદના સિવાય કશુંય આપી શકતો નથી
એક પ્રામાણિક વેદના સિવાય કશુંય આપી શકતો નથી
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા
Line 159: Line 160:
રાક્ષસરાજ...! (અટ્ટહાસ્ય)
રાક્ષસરાજ...! (અટ્ટહાસ્ય)
અરે ક્યાંનો રાક્ષસ?
અરે ક્યાંનો રાક્ષસ?


ન હું દાનવ, ન દૈત્ય, ન પુત્ર દિતિનો
ન હું દાનવ, ન દૈત્ય, ન પુત્ર દિતિનો
Line 203: Line 203:
રાક્ષસ
રાક્ષસ
</poem>
</poem>
===૪. ગરુડપુરાણ===
(‘ગરુડપુરાણ’ નામના દીર્ઘકાવ્યનો આ અંશ છે. ધરતીકંપથી થયેલી તારાજીને નિમિત્તે કવિ અહીં માનવજાતિની વેદના વિષે વાત કરે છે.)
<poem>
::::::(અનુષ્ટુપ)
::કેવી રીતે પિતા એને ઓળખે? કુંભકાર તો
::ફૂટેલી માટલીઓને ઓળખી શકતો નથી
::મીરાં કે મહરુન્નિસા, ફેર કૈં પડતો નથી
::કૂચગીતોથી કૂજંતો, ક્યાં ગયો ખત્રીચોક એ?
::ચૂનાના પથ્થરો જ્યારે, ચારેક દિવસે ચળે
::તળેથી, ચપટું એવું એકાદું ડૂસકું મળે
::ક્યારની, કોઈની કાયા ઠેબાં-ઠોકર ખાય છે
::ફરી પાછી અહલ્યામાંથી શલ્યા બની જાય છે
::કોઈ કહેતાં નથી કોઈ ઊગર્યું પરિવારમાં
::તોય તે ડોશીમા રાજી-રાજી, કેવી નવાઈ છે!
::બોલ્યાં બોખું હસીને કે આજના અખબારમાં
::જોઈ લ્યો છવિઓ મારી, પાને-પાને છપાઈ છે!
::::::(મંદાક્રાંતા)
:ક્યાં છે? ક્યાં છે? કલરવભરી ડાળ શી એ નિશાળ?
:આવે આછા સ્વર રુદનના કેમ પાતાળમાંથી?
:ધીરે ધીરે પ્રહર સરતાં, એ સ્વરોયે શમે છે
:ઝાંખું – પાંખું ઝગમગી રહી દીવડાઓ ઠરે છે
::::::(શાર્દૂલવિક્રીડિત)
:જોતો જા, પળ બે યુવાન, પડખામાં કોણ પોઢ્યું હશે
:કાયા જોઈ કદાચ ઓળખી જશે કે આ તો ‘અર્ધાંગના’
:જેણે છેક સુધી સુચારુ કરને લંબાવી રાખ્યો હતો
:સાચે મોડું થયું યુવાન, ગઈ વેળા હસ્તમેળાપની
::::::(વસંતતિલકા)
::ભાંગ્યાં ભડાક દઈને છતછાપરાંઓ
::કંદુક શો ઊછળકૂદ કરે કન્હાઈ
::મા કુમળા કવચ શી વળી વીંટળાઈ
::ખાસ્સા ત્રણેક દિવસો પછી, જેમ તેમ
::ખોળ્યાં, સુખેથી શિશુ તો બચકારતું’તું
::બાઝ્યાં કંઈક સ્તનમંડળ, રક્તબિંદુ
::આશ્લેષમાંથી શિશુ કેમ બહાર લેવું?
::ગાત્રો અકેક કરતાં અકડાઈ ચાલ્યાં
::::::(અનુષ્ટુપ)
::અંતે મુક્ત કર્યું એને માતાની મૃત્યુનાળથી
::કાચી કૂંપળને કોઈ ચૂંટી લે જેમ ડાળથી
</poem>
===૫. જીવી===
<poem>
જીવી નાની હતીને, સાવ નાની
ત્યારની આ વાત
કેડે કંદોરો* પહેરી કરીને
એ તો ફેરફુદરડી ફરતી’તી
પવનપાતળું લહેરણિયું લહેરાવીને
સરખેસરખી સાહેલડીઓ સાથે
લળી લળીને
ગરબે ઘૂમતી’તી
ત્યાં ફરરર આવ્યાં પતંગિયાં
કોઈ બેઠું પાંદડીએ, કોઈ પાંખડીએ
કોઈ સસલાના વાળ પર, કોઈ ચિત્તાની ફાળ પર
હવે જીવી સહુને પતંગિયાથી ઓળખે
પીળું પતંગિયું? તો’ કે ફૂલ!
મોર? તો’કે પચરંગી પતંગિયું
જીવીને જંપ નહિ
કૂકા ઉછાળતી હોય, સામસામે ઘસીને અજવાળતી હોય
ભીંતે હરણાં ને હાથીડા ચીતરતી હોય
મમી-મમી રમતી હોય
‘ચીના મીના ચાઉં ચાઉં
અરધી રોટલી ખાઉં ખાઉં’
કહી પડોશીની લાંબી દીવાલ પાછળ લપાતી-છુપાતી હોય
કે બોરાં ને કાતરાં કરતી હોય હડપ્પા!
બાપુની બકરી જીવી સાથે હળી ગયેલી
ખોળિયાં બે ને જીવ એક
એક દી ખેતર-ખેતર રમતાં મળ્યું
... આ શું? પૈડું?
દોડતાં-દોડાવતાં જીવી નીકળી ગઈ ક્યાંની ક્યાં...
કૂવાને કાંઠલેથી કુંભારવાડા થઈને વણકરવાસ
બકરી રહી ગઈ ગામને છેવાડે
છેક
એમ કરતાં જીવી તરુણી થઈ
રૂપ એવું કે એક પા જીવી ને બીજી પા આકાશગંગા
વિહરે કદંબવનમાં, અશોકવાટિકામાં
કદી ચંપાની ડાળ, કદી પંપાની પાળ
કદી ગુમ
પછી તો દાંત તેટલી વાતો
‘એલા, જીવીનું હરણ થયું!’
‘ના, ના, લાખ સવા લાખના મહેલમાં મરણ થયું’
‘મોકલાવો સહસ્ત્ર વહાણો’
‘વાત પેટમાં રાખી શકે એવો એકાદો અશ્વ’
‘મડમડી થઈ ગઈ છે એ તો
ગોટપીટ બોલવું, ફાવે તે કરવું
સ્વતંત્રતાની દેવી જાણે!’
‘જોયેલી કાલ રાતે – હાથમાં મશાલ
ક્યાં જતી હશે, સાવ એકલી?’
કોને કોને સમજાવે જીવી
કે અરુપરુ ઉજાસમાં
ખોળે છે એ તો
પેલી... બાપુની બકરી
</poem>
{{HeaderNav
|previous = [[પ્રતિપદા/૧૩. બાબુ સુથાર|૧૩. બાબુ સુથાર]]
|next = [[પ્રતિપદા/૧૫. સંજુ વાળા|૧૫. સંજુ વાળા]]
}}