સિગ્નેચર પોયમ્સ/મ્હારા વ્હાલા – દેશળજી પરમાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:52, 20 April 2024

મ્હારા વ્હાલા

દેશળજી પરમાર


સાંજને સોણલે રસિયોજી જોયા,
જોતાં ચાલી જળધાર : મારા વ્હાલા
પહેલે આંસુડે અંતર ઊઘડ્યું,
છલકી હૈયાની છોળ : મારા વ્હાલા
બીજે આંસુડે હથેલી લઈને
ટચલી આંગળીએ લખું : મારા વ્હાલા
ત્રીજે આંસુડે જીવણ ચીતરું,
જીવણ ચીતર્યા ન જાય : મારા વ્હાલા
ચોથે આંસુડે મુખડું હું માંડું,
આછેરે લોચન નીર : મારા વ્હાલા
પાંચમે આંસુડે આંખડી અરપું,
કીકી કાજળ કેરી ધારું : મારા વ્હાલા
છઠ્ઠે આંસુડે નાથજી નીરખું
નેને પાથરિયા પ્રાણ : મારા વ્હાલા
છેલ્લે આંસુડે અંતર રડિયું,
તૂટી હૈયાની પાળ : મારા વ્હાલા.