સિગ્નેચર પોયમ્સ/આજ અંધાર – પ્રહ્‌લાદ પારેખ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 02:02, 20 April 2024

આજ અંધાર

પ્રહ્‌લાદ પારેખ


આજ અંધાર ખુશબોભર્યો લાગતો,
આજ સૌરભ-ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી. —આજ
આજ ઓ પારથી ગંધને લાવતી,
દિવ્ય કો સિંધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીથી.
મ્હેકતી આવતી શી સુગંધી! —આજ
કયાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
ક્યાં થકી સૂર કેરી ફુવારી? —આજ
હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
હરિણ શું, તે મળ્યો આજ સૂર?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર? —આજ