સિગ્નેચર પોયમ્સ/સાચા શબદ – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’: Difference between revisions
Jump to navigation
Jump to search
સાચા શબદ
(+1) |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
'''મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’''' | '''મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’''' | ||
{{Block center| | {{Block center| | ||
{{gap| | {{gap|4em}}આપ કરી લે ઓળખાણ | ||
{{gap| | {{gap|6em}}એ સાચા શબદનાં પરમાણ. | ||
સાકર કહે નહિ, હું છું મીઠી, | સાકર કહે નહિ, હું છું મીઠી, | ||
Line 22: | Line 22: | ||
શ્વાસ લિયે ને સૌરભ સારે. | શ્વાસ લિયે ને સૌરભ સારે. | ||
અંતરથી એમ ઊઠે ત્યારે | અંતરથી એમ ઊઠે ત્યારે | ||
{{gap| | {{gap|7em}}વહે સ્વયંભૂ વાણ | ||
{{gap|4em}}એ સાચા શબદનાં પરમાણ. | {{gap|4em}}એ સાચા શબદનાં પરમાણ. | ||
}} | }} |
Latest revision as of 02:28, 20 April 2024
મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’
આપ કરી લે ઓળખાણ
એ સાચા શબદનાં પરમાણ.
સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
એ સાચા શબદનાં પરમાણ.
કોયલ ટહુકે આંબાડાળે
અંગ ન તોડે, કંઠ ન વાળે,
ગંગા વહતી સમતળ ઢાળે
ખેંચ નહિ, નહિ તાણ
એ સાચા શબદનાં પરમાણ.
ફૂલ ખીલે નિત નવ જેમ ક્યારે
શ્વાસ લિયે ને સૌરભ સારે.
અંતરથી એમ ઊઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ
એ સાચા શબદનાં પરમાણ.