સિગ્નેચર પોયમ્સ/મારો શામળિયો – નીરવ પટેલ: Difference between revisions
Jump to navigation
Jump to search
મારો શામળિયો
(+1) |
(No difference)
|
Latest revision as of 02:36, 21 April 2024
નીરવ પટેલ
મારા શામળિયે મારી હૂંડી પૂરી –
નીકર,
ગગલીનું આણું શેં નેકળત?
ચાવંડાની બાધા ફળી
ને જવાનજોધ ગરાહણી ફાટી પડી...
એની ઠાઠડીએ ઓઢાડ્યું રાતું ગવન!
રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય!
ગગલીની મા તો
જે મલકાય, જે મલકાય, મારી હાહુ...
બસ ડાઘુઓની પૂંઠ ફરે કે
ધૉડું હડ્ડ્ મસાણે –
મારા દલિતનોય બેલી ભગવાન!