તારાપણાના શહેરમાં/દર્પણનું ઘર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:22, 14 May 2024


દર્પણનું ઘર

દર્પણનું ઘર તૂટી ગયું સૂરજના તેજમાં
ચ્હેરાઓ વિસ્તરી ગયા આખા શહેરમાં

જન્મોજનમ હું ફૂલ થઈ ઊગતો રહ્યો
પ્હોંચ્યો નહીં પવન કદી તારા શહેરમાં

રસ્તા ઉપરથી તારું નીકળવું ક્ષણિક હતું
પાછી અવરજવર શરૂ થઈ ગઈ શહેરમાં

પથ્થર પડી રહ્યા છે છતાં વાગતા નથી
ડૂબી ગયો છું તારા વિચારોના ઘેનમાં

આજે તો ક્યાંક એમનો ભેટો થઈ જશે
આંખો મીંચીને આવી ચડ્યો છું શહેરમાં