તારાપણાના શહેરમાં/રણની એક અદબ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 02:28, 14 May 2024
રણની એક અદબ
પહેલાં કશુંક થાય છે જે સાવ બેસબબ
એનાં પછી મળે છે શું બ્હાનાં અજબ અજબ
મારી દશાની યાદ નડે નહિ તો વેર લઉં
હું પણ તને નહીં મળું નક્કી થયા મુજબ
તારા વિના જ રાતદિ’ ચૂપચાપ જાય છે
સ્વપ્નોય આવતાં નથી મારા કહ્યા મુજબ
જળ નહિ મળે તો પીશું હવાની ભીનાશને
ઝાકળ ઝીલી ઝીલીને હવે બાંધશું પરબ
મૃગજળમાં શું છે એની ખબર છે મને ‘ફના’
દોડીને માત્ર જાળવું છું રણની એક અદબ