તારાપણાના શહેરમાં/પડાવ છલકે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 00:56, 15 May 2024
પડાવ છલકે
દરિયો છલકે તળાવ છલકે
ક્યાં ક્યાં ભીનેરો ઘાવ છલકે
સઘળે ખાલીપણું ભર્યું છે
જાણે તારો અભાવ છલકે
તારે કાયમ રહે ઉપેક્ષા
અહીંયા કાયમ લગાવ છલકે
ચાલું તો લય છલક છલક છે
બેઠો રહું તો પડાવ છલકે
પહોંચું તારી ગલી સુધી… ને
સાવ અચાનક સ્વભાવ છલકે
આજે દર્પણ છે સ્હેજ ભીનું
જો તું આવે, તો સાવ છલકે