ઇન્ટરવ્યૂઝ/સર્જક-પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

(5 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|સર્જક-પરિચય|યશવંત ત્રિવેદી
૧૬-૯-૧૯૩૪ — ૩-૫-૨૦૨૪}}
{{Heading|સંપાદક-પરિચય|યશવંત ત્રિવેદી
૧૬-૯-૧૯૩૪ — ૩-૫-૨૦૨૪}}

[[File:Yashvant Trivedi.jpg|frameless|center]]

[[File:Yashvant Trivedi.jpg|frameless|center]]

{{Poem2Open}}
{{Poem2Open}}
'''ત્રિવેદી યશવંત રામશંકર''' : કવિ, વિવેચક, નિબંધકાર. વતન મહુવા. ૧૯૫૬માં અર્થશાસ્ત્ર-આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૫માં ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૭૯માં પીએચ.ડી. મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ. યુરોપ, અમેરિકા, કૅનેડા વગેરે દેશોનો પ્રવાસ. ૧૯૭૮ નો સોવિયેટ લેન્ડ નહેરુ એવોર્ડ.
'''યશવંત રામશંકર ત્રિવેદી (૧૬-૯-૧૯૩૪ — ૩-૫-૨૦૨૪)''' : એમનો જન્મ પાલિતાણામાં. પિતા રામશંકર ત્રિવેદીનું નાની વયે અવસાન થયું હતું. માતા રેવાબહેનનાં વાત્સલ્ય અને સંસ્કારવારસાએ તેમની સાહિત્યપ્રીતિને પોષવાનું કામ કર્યું. નાની વયે જ વિપુલ વાચનનો નાદ લાગ્યો હતો. મહુવાની નેટિવ લાઇબ્રેરી, મજૂર કલ્યાણ કેન્દ્રનાં પુસ્તકો અને જે. પી. પારેખ હાઈસ્કૂલની લાઇબ્રેરી આ ત્રણ સ્થળેથી એમને વાચનસામગ્રી ઉપલબ્ધ થઈ. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ઇકોનોમિક્સ અને સ્ટેટિસ્ટીક્સ વિષયો લઈ ૧૯૫૬માં બી.એ. એ વખતે છેલ્લા બે વર્ષ તેઓ મહેન્દ્રભાઈ મેઘાણીને ત્યાં રહ્યા ત્યારે ‘લોકમિલાપ’માં કામ કરવાનો અવસર મળ્યો. એ સમયે વિજયરાય વૈદ્ય ‘માનસી’નું કામ યશવંત ત્રિવેદીને સોંપતાં. યશવંતભાઈ એ વખતે જુનિયર બી..માં હતા ને દર્શકની બધી કૃતિઓ લઈ અભ્યાસલેખ તૈયાર કરેલો જે ‘માનસી’માં છપાયેલો. ભાવનગરની હરભાઈ ત્રિવેદીની ઘરશાળામાં શિક્ષક તરીકે જોડાયા અને ત્યાંથી ૧૯૫૮માં મુંબઈ આવવાનું થયું. મુંબઈ આવ્યાના છ-સાત વર્ષ પછી માટુંગા સ્થિત રૂઈયા કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષય લઈ એમ.. કર્યું. મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાંથી અધ્યક્ષ તરીકે નિવૃત્ત. રમેશ જાનીના માર્ગદર્શનમાં ‘કાવ્યની પરિભાષા’ વિશે મહાશોધનિબંધ લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી, જેને ગુજરાતી સાહિત્ય પરિષદનું રામપ્રસાદ બક્ષી પારિતોષિક એનાયત થયેલું. આ ઉપરાંત એમને અનેક પારિતોષિકો મળેલાં. ‘પ્રતિયુદ્ધ કાવ્યો’ માટે ૧૯૭૮નો સોવિયેતલેન્ડ નહેરુ ઍવૉર્ડ, નિબંધ માટે કાકાસાહેબ કાલેલકર ઍવૉર્ડ, સાહિત્ય અકાદમીનાં પારિતોષિકો, સુરસિંગાર સંસદનો રાષ્ટ્રીય ઍવૉર્ડ, તેમજ જે. . ફાઉન્ડેશન તરફથી ‘સાહિત્યરત્ન’ ઍવૉર્ડ મળેલ.
‘ક્ષિતિજને વાંસવન’ (૧૯૭૧) અને ‘પરિપ્રશ્ન’ (૧૯૭૫) એમના કાવ્યસંગ્રહો છે. આધુનિક જીવનની સંકુલતાને આદિમતાનાં કલ્પનો તેમ જ પ્રતીકો, પુરાકલ્પનો દ્વારા નિરૂપતી કવિતામાં એમણે પ્રણય, પ્રકૃતિ અને ધરતીની અનેકવિધ છટાઓને ઝીલી છે. ‘બરફની ફર્શ નીચે’, ‘બુગેનવેલિયા લવંડેરિયા’, ‘પારમિતા !’ કે ‘હું, પુલ ને વસંતની રાતો !’ યા તો ‘મારો ફૂલોનો બેટ લઈને !’ જેવી કેટલીક રચનાઓમાં આ વૈયક્તિક મુદ્રા અંકિત થયેલી જોવાય છે. ‘પરિદેવના’ (૧૯૭૬) અને ‘પશ્ચિમા’ અનુક્રમે પ્રિયકાન્ત મણિયારના અવસાનનિમિત્તે અને વિદેશના પ્રવાસનિમિત્તે લખાયેલાં કાવ્યોના સંગ્રહો છે. ‘આશ્લેષા’ (૧૯૮૮) તાજેતરનો કાવ્યસંગ્રહ છે. ‘પરિશેષ’ (૧૯૭૮)માં એમનાં એકસો જેટલાં પ્રતિનિધિકાવ્યોનું પ્રમોદકુમાર પટેલે સંપાદન કર્યું છે. ‘પ્રલંબિતા’ (૧૯૮૧) એ કવિની છોત્તેર રચનાઓના જુદા જુદા વિવેચકો પાસે કરાવેલા આસ્વાદોનો રમેશ શુકલે સંપાદિત કરેલો ગ્રંથ છે. ‘કવિતાનો આનંદકોષ’ (૧૯૭૦) અને ‘ઝુમ્મરો’ (૧૯૭૬) એ બે એમનાં વિદ્યાર્થીભોગ્ય કાવ્યઆસ્વાદનાં પુસ્તકો છે. ‘કાવ્યની પરિભાષા’ (૧૯૭૮) સાહિત્યની સંજ્ઞાઓ વિશેનો એમનો વિસ્તૃત અધ્યયનગ્રંથ છે. ‘ઈષિકા’ અને ‘અશેષ આકાશ’ (૧૯૮૮) એમના વિવેચનસંગ્રહો છે. કવિતાની જેમ વિવેચનમાં પણ એમનો રંગરાગી અભિગમ આગળ તરી આવે છે.
‘ગ્રુસડાઈન ગોટ’ (૧૯૮૨) એમનું વિદેશપ્રવાસનું પુસ્તક છે. ‘થોડીક વસંત થોડાંક ભગવાનનાં આંસુ’ માં કવિતાની નિકટ જતી શૈલીમાં લખાયેલા લલિતનિબંધો છે. ‘અહિંસાનું દર્શન’ (૧૯૮૩), ‘મન અને પરબ્રહ્મ’ (૧૯૮૩), ‘પ્રેમધર્મનું જાગરણ’ (૧૯૮૩), ‘પૂર્ણતાનું આચ્છાદન’ (૧૯૮૩) વગેરેમાં એમનો ચિંતક અને ગદ્યકાર તરીકેનો પરિચય મળે છે. આ સિવાય વ્યાકરણવિષયક ‘ભાષાવિહાર’ (૧૯૬૩), સાહિત્યિક મુલાકાતોને આવરી લેતું ‘ઈન્ટરવ્યૂ’ (૧૯૮૬) જેવાં અન્ય પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
‘ગાંધીકવિતા’ (૧૯૬૯), ‘સ્વાતંત્ર્યોત્તર કવિતા’ (૧૯૭૩) ‘-અને સાહિત્ય’ (૧૯૭૫) વગેરે એમના સંપાદનગ્રંથો છે. ‘પ્રતિયુદ્ધકાવ્યો’ (૧૯૭૭), ‘પાબ્લો નેરુદાની કવિતા’ (૧૯૮૧), ‘આંતરરાષ્ટ્રીય કવિઓ’ (૧૯૮૩) વગેરે એમના અનુવાદગ્રંથો છે. ‘યશવંત ત્રિવેદી-સિલેકટેડ પોએમ્સ’ (૧૯૭૯), ‘ગુજરાતીઃ લેંગ્વિજ એન્ડ લિટરેચર’, ‘ધ બીકન લાઈટ’ વગેરે એમનાં અંગ્રેજી પુસ્તકો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Right|'''—પ્રવીણ દરજી'''}}
{{Right|'''—નૂતન જાની'''
'''‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૭’માંથી સાભાર'''}}

Latest revision as of 17:58, 19 May 2024

સંપાદક-પરિચય

યશવંત ત્રિવેદી
૧૬-૯-૧૯૩૪ — ૩-૫-૨૦૨૪

Yashvant Trivedi.jpg

યશવંત રામશંકર ત્રિવેદી (૧૬-૯-૧૯૩૪ — ૩-૫-૨૦૨૪) : એમનો જન્મ પાલિતાણામાં. પિતા રામશંકર ત્રિવેદીનું નાની વયે અવસાન થયું હતું. માતા રેવાબહેનનાં વાત્સલ્ય અને સંસ્કારવારસાએ તેમની સાહિત્યપ્રીતિને પોષવાનું કામ કર્યું. નાની વયે જ વિપુલ વાચનનો નાદ લાગ્યો હતો. મહુવાની નેટિવ લાઇબ્રેરી, મજૂર કલ્યાણ કેન્દ્રનાં પુસ્તકો અને જે. પી. પારેખ હાઈસ્કૂલની લાઇબ્રેરી આ ત્રણ સ્થળેથી એમને વાચનસામગ્રી ઉપલબ્ધ થઈ. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ઇકોનોમિક્સ અને સ્ટેટિસ્ટીક્સ વિષયો લઈ ૧૯૫૬માં બી.એ. એ વખતે છેલ્લા બે વર્ષ તેઓ મહેન્દ્રભાઈ મેઘાણીને ત્યાં રહ્યા ત્યારે ‘લોકમિલાપ’માં કામ કરવાનો અવસર મળ્યો. એ સમયે વિજયરાય વૈદ્ય ‘માનસી’નું કામ યશવંત ત્રિવેદીને સોંપતાં. યશવંતભાઈ એ વખતે જુનિયર બી.એ.માં હતા ને દર્શકની બધી કૃતિઓ લઈ અભ્યાસલેખ તૈયાર કરેલો જે ‘માનસી’માં છપાયેલો. ભાવનગરની હરભાઈ ત્રિવેદીની ઘરશાળામાં શિક્ષક તરીકે જોડાયા અને ત્યાંથી ૧૯૫૮માં મુંબઈ આવવાનું થયું. મુંબઈ આવ્યાના છ-સાત વર્ષ પછી માટુંગા સ્થિત રૂઈયા કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષય લઈ એમ.એ. કર્યું. મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાંથી અધ્યક્ષ તરીકે નિવૃત્ત. રમેશ જાનીના માર્ગદર્શનમાં ‘કાવ્યની પરિભાષા’ વિશે મહાશોધનિબંધ લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી, જેને ગુજરાતી સાહિત્ય પરિષદનું રામપ્રસાદ બક્ષી પારિતોષિક એનાયત થયેલું. આ ઉપરાંત એમને અનેક પારિતોષિકો મળેલાં. ‘પ્રતિયુદ્ધ કાવ્યો’ માટે ૧૯૭૮નો સોવિયેતલેન્ડ નહેરુ ઍવૉર્ડ, નિબંધ માટે કાકાસાહેબ કાલેલકર ઍવૉર્ડ, સાહિત્ય અકાદમીનાં પારિતોષિકો, સુરસિંગાર સંસદનો રાષ્ટ્રીય ઍવૉર્ડ, તેમજ જે. એ. ફાઉન્ડેશન તરફથી ‘સાહિત્યરત્ન’ ઍવૉર્ડ મળેલ.

—નૂતન જાની
‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૭’માંથી સાભાર