ચિત્રદર્શનો/જગત્નાં સજજનો અને સજ્જનીઓને સમર્પણ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center> | <center> | ||
<big>'''જગત્નાં સજજનો અને સજ્જનીઓને'''</big> | |||
<big><big><big>'''સમર્પણ'''</big></big></big></center> | <big><big><big>'''સમર્પણ'''</big></big></big></center> |
Latest revision as of 09:43, 23 May 2024
જગત્નાં સજજનો અને સજ્જનીઓને
સમર્પણબ્રહ્મની બ્રહ્મવાડી શી ઝૂકી બ્રહ્માંડની ઘટાઃ
મહીં ગુર્જરી કુંજોની છવાઈ છબિલી છટા.
એ કુંજે પુષ્પના છોડ, પુષ્પની વેલીઓ રૂડી,
ઊગે, ને પાંગરે મ્હોરે, પ્રફુલ્લે રસપાંખડી.
લતા હિન્ડોલ ડોલન્તી, ગભીરા પુષ્પમાંડવા,
સુગન્ધે ફોરતાં, પુણ્યે-પરાગે યે જૂનાનવા.
મોંઘા જીવનસન્દેશા મ્હોરેલાં વૃક્ષવેલના,
વધાવે વિશ્વને આજે, આછું-ઘેરું મહેકતા.
એ પરાગ નથી અન્ય, ન અન્યે એ સુવાસના,
બ્રહ્માંડે બહલાતી એ બ્રહ્મની બ્રહ્મભાવના.
અહો ઓ જગના જોગી! તપસ્વી! સાધુ-સાધ્વીઓ!
બ્રહ્મપરાગ મ્હેકન્તાં મહાઆત્મન્ મહાશયો!
અમારાં બ્રહ્મપુષ્પોમાં બ્રહ્મગંધ હશે ઊણો :
ગૌરવી ગુર્જરોના આ સત્કારો ત્હોય સદ્ગુણો.